બેસન લોટમાં ભેળસેળ પકડવા ઉમેરીદો એમાં આ એક વસ્તુ, તરત ખબર પડી જશે ભેળસેળ વાળો છે કે શુદ્ધ…

ભારતના લગભગ દરેક ઘરમાં બેસનનો ઉપયોગ કોઈને કોઈ રૂપે કરવામાં આવે છે. પછી કોઈ તેના ભજીયા બનાવીને ખાઈ છે તો કોઈ લાડવા, તો કોઈ પકવાન બનાવીને ખાઈ છે. આ સિવાય બેસનની જેમ રસોઈઘરમાં અનેક મસાલાઓનો પણ ઉપયોગ થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ખાદ્ય સામગ્રીની શુદ્ધતા અને તેમાં થતી ભેળસેળ એક ચિંતાનો વિષય બની ગયો છે.

આજના સમયમાં બજારમાં મળતી ઘણી વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. રસોઈમાં લેવાતા મસાલાઓથી લઈને દૂધ, તેલ, દાળ, ઘી, ખાંડ જેવા બધા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે. બેસન પણ દરરોજ ઉપયોગમાં લેવાતી એક ખાદ્ય સામગ્રી છે. તેમાં પણ ભેળસેળ કરવામાં આવે છે. આવા ખાદ્ય પદાર્થનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બેસનમાં કંઈ રીતે ભેળસેળ કરવામાં આવે છે અને કંઈ રીતે બેસન અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકાય છે. જેની ટિપ્સ વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.કેવી રીતે બેસનમાં ભેળસેળ કરવામાં આવે છે ? : બેસન સામાન્ય રીતે ચણાની દાળને પીસીને બનાવવામાં આવે છે અને ઘરમાં કોઈને કોઈ રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ નફો લેવા માટે વેપારી તેમાં બીજો લોટ ઉમેરે છે. બેસનમાં મોટાભાગે મકાઈ અથવા ઘઉંનો લોટ મિક્સ કરવામાં આવે છે. નકલી બેસન બનાવવા માટે નવી નવી રીત શોધવામાં આવે છે. આ ભેળસેળમાં 25 થી 30 % જેટલો જ બેસન હોય છે અને બીજો અન્ય લોટ હોય છે. જો કે ભેળસેળને લઈને સરકારના નિયમ ખુબ જ કડક છે. આમ કરતા લોકો જો પકડાઈ જાય તો તેને સજા પણ થઈ શકે છે, છતાં પણ લોકો આવું કરે છે.

કેવી રીતે કરશો અસલી અને નકલી બેસનની ઓળખ ? : રસોઈમાં રહેલ લગભગ દરેક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવામાં આવે છે. ભેળસેળ વાળા બેસનનું સેવન કરવાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. ત્યારે ભોજનનો સ્વાદ સારો નથી આવતો. જો તમે બેસનની શુદ્ધતાને લઈને ચિંતિત છો તો તમે તેની તપાસ કરી શકો છો. આ જાણવા માટે તમે જે બેસન ખરીદો છો અથવા તો જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે અસલી અને નકલી તે જાણવા માટે તમારે એક ટેસ્ટ કરવો પડશે.હાઈડ્રોક્લોરિક એસિડની મદદથી જાણો બેસન અસલી છે નકલી ? : તમે ઘરે સરળતાથી હાઈડ્રોક્લોરીક એસિડની મદદથી અસલી અને નકલી બેસનની ઓળખ કરી શકો છો. આ તપાસ કરવા માટે સૌથી પહેલા તમે કોઈ વાસણમાં લગભગ 3 થી 4 ચમચી બેસન લઈ તેમાં પાણી નાખીને ઘોળ બનાવી લો, પછી તેમાં એકથી બે ચમચી હાઈડ્રોક્લોરિક એસીડ નાખો. તેને નાખ્યા પછી જો બેસનમાં કોઈ બીજો રંગ દેખાઈ તો સમજી લો કે બેસનમાં ભેળસેળ કરવામાં આવી છે. જો બેસન અસલી હશે તો તેમાં કોઈ રંગ પરિવર્તન નથી થતું.

લીંબુના રસથી પણ કરી શકો અસલી અને નકલી બેસનની ઓળખ : તમે લીંબુની મદદથી પણ અસલી અને નકલી બેસનની ઓળખ કરી શકો છો. તમે જે બેસનનો ઉપયોગ કરો છો તેમાં ભેળસેળ છે કે, નહિ તે જાણવા માટે તમારે લીંબુના રસની સાથે 2 ચમચી હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડશે.તેની તપાસ કરવા માટે તમે બે ચમચી બેસનમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં 2 ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેમાં લાલ અથવા ભૂરો રંગ દેખાઈ તો તેમાં ભેળસેળ કરવામાં આવેલ છે. તેમાં બીજો લોટ નાખવામાં આવ્યો છે.

જો તમે નકલી બેસનનું સેવન સતત કરો છો તો તમને સાંધાનો દુઃખાવો, પેટની સમસ્યાઓ અને વિકલાંગતા જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. આમ બજારથી લાવેલ બેસનની તપાસ કરવા માટે તમે ઉપર આપેલ રીતને અપનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “બેસન લોટમાં ભેળસેળ પકડવા ઉમેરીદો એમાં આ એક વસ્તુ, તરત ખબર પડી જશે ભેળસેળ વાળો છે કે શુદ્ધ…”

  1. India have the most currupt, dishonest, no pride and ugly attitude citizens. No country compares or can match the behaviour hence they can never change their image of poor, slave and desperate. ?!?!

    Reply

Leave a Comment