પીરીયડ સમયે આવી આદતોના કારણે વધી જાય છે વજન અને દુઃખાવો, જાણો કંટ્રોલ કરવા શું કરવું અને શું ન કરવું…

મિત્રો સ્ત્રીઓના 28 દિવસના માસિક ધર્મ ચક્ર દરમિયાન હાર્મોનના સ્તરમાં ઘણો ફેરફાર જોવા મળે છે. તે મહિલાની ભૂખને પ્રભાવિત કરે છે, સાથે જ વોટર રીટેન્શનને જન્મ આપી શકે છે. જેના કારણ માસિક ધર્મ વખતે મહિલાનો વજન વધી જતો હોય છે. જો કે વજન કંટ્રોલ કરવા માટે તમે હેલ્દી ડાયટને અનુસરો છે, પણ માસિક વખતે અચાનક વજન વધી જતો હોય છે. તો ડરવાની જરૂર નથી, તેમજ તેના કારણે ચિંતા કરવાની પણ જરૂર નથી. કારણ કે માસિક વખતે વજન વધવો એ એક સામાન્ય બાબત છે.

જો કે વજન વધવો એક નિરાશાજનક વાત જરૂર છે, પણ માસિક ધર્મમાં વજન વધવાનો અર્થ એવો નથી કે શરીર પર ફરીથી ફેટ જામવા લાગે છે. આ માટે વોટર રીટેન્શન છે. જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હાર્મોનના સ્તરમાં બદલાવ અથવા નમકીન ખાદ્ય પદાર્થનું વધુ સેવનના કારણે થાય છે. રાહતની વાત એ છે કે, પાણીનું વજન વધવું અસ્થાઈ છે. માસિક ધર્મ પૂરું થતા એક અઠવાડિયામાં તે ઓછું થવા લાગે છે. ફરી માસિક આવવા પર તે વધે છે. આ સ્થિતિ જે વજન વધારવા માટે જવાબદાર છે તેને થોડા સરળ ઉપાયોનું પાલન કરીને કંટ્રોલ કરી શકાય છે.હાઈડ્રેટ રહો : નીજર્લીકરણ પણ વોટર રીટેન્શનનું એક અન્ય કારણ હોય શકે છે. જ્યારે તમે દિવસમાં વધુ પાણી નથી પીતા તો શરીરમાં તરલ પદાર્થ જમા થવા લાગે છે. તેની સાથે જ જો તમે વધુ પડતું નમકીન પદાર્થનું સેવન કરી લો છો તેને શરીરથી બહાર નીકળવા માટે વધુ પાણીની જરૂર પડે છે. આથી એક દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. તમે ઈચ્છો તો પોતાના આહારમાં ઇન્ફ્યૂજડ અને નારિયેળ પાણી પણ સામેલ કરી શકો છો.

ક્રેવિંગથી બચો :

તમે શાયદ જ ક્યારેક આ એક બાબત ધ્યાન આપ્યું હશે, પણ માસિક ધર્મ પહેલા મહિલાઓનો વજન 1 થી 2 કિલો વધી જાય છે. આ પીરીયડ હાર્મોનના સ્તરમાં વૃદ્ધિ અને માહવારીથી પહેલા અસ્વસ્થ ખાનપાન થવાના કારણે થાય છે. હાર્મોન માટે તો કંઈ ન કરી શકાય, પણ સ્વસ્થ ખાદ્ય પદાર્થનું સેવન વધારીને આ લાલચથી બચી શકાય છે.કામમાં વ્યસ્ત રહો : માસિક વખતે વજન ઓછો કરવા માટે તમારે હાર ન માનવી જોઈએ. તમે નથી જાણતા પણ તમારા માસિક પહેલા એક અઠવાડિયા અગાઉ શરીર સામાન્યથી 10% કેલેરી બર્ન કરે છે. આથી મજબુત બનો અને નિયમિત રૂપે ચાલવાનું શરૂ રાખો. કેલેરીનું સમાન માત્રામાં સેવન કરીને પોતાના લક્ષ્ય પર અટલ રહો અને વજન કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરો.

રેગ્યુલર વર્કઆઉટ કરો :

જો કે એમ માનવામાં આવે છે કે, બ્લીડીંગ થવા પર મહિલાઓ વર્કઆઉટ નથી કરી શકતી. તેનાથી ઉલટી થઈ શકે છે. પણ હકીકતે તે ખોટું છે. માસિક ધર્મ વખતે વ્યાયામ કરવામાં કોઈ ખરાબી નથી. જો તમે દર્દ મહેસુસ કરી રહ્યા છો તો તમે ચાલવાનું અથવા તો યોગ જેવા હળવા વ્યાયામ કરી શકો છો. આવા ઓછા પ્રભાવ વાળા વ્યાયામ કરવાથી માત્ર પીરીયડમાં પણ રાહત મળશે અને મગજ પણ શાંત રહેશે.વધુ કેફીન પદાર્થનું સેવન ન કરો : ઘણી મહિલાઓ માસિક ધર્મ વખતે ચા અથવા તો કોફી વધુ પીવે છે. તેનાથી વોટર રીટેન્શન અને બ્લોટિંગ થવા લાગે છે. જે વજન વધવા માટે જવાબદાર છે. આ દિવસોમાં વજન કંટ્રોલ કરવા માટે ગ્રીન ટી અથવા ગરમ પાણીનું સેવન કરો. માસિક ધર્મ વખતે વજન વધવું સમસ્યા નથી. તેનાથી કારણ વગર પરેશાન થવાની જરૂર નથી. બસ પોતાના ખાનપાનનું ધ્યાન રાખો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની શારીરિક પરેશાની ન થાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment