ઘર સાફ અને સુઘડ રાખીને આ મહિલા કરે છે લાખોની કમાણી, જાણો એવું તો શું કરે છે એ?

આજના સમયમાં આપણે જોઈએ તો છેલ્લા થોડા વર્ષથી લોકો ઈન્ટરનેટનો ઉપયોગ ખુબ જ કરવા લાગ્યા છે. પરંતુ તેમાં પણ આજે લોકો મોબાઈલમાં યુટ્યુબ વિડીયો ખુબ જ જોતા હોય છે. જેમાં દુનિયાભર’ના નવા નવા વિચારો અને આઈડિયા જોવા મળતા હોય છે. યુટ્યુબમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણને પસંદ હોય અને આપણે તેને વારંવાર જોતા હોઈએ છીએ. તો આજે અમે એક એવી મહિલા વિશે તમને જણાવશું. જેને માત્ર એક ટેવ હતી, અને એ ટેવના કારણે આજે તે ઘરે બેઠા બેઠા જ લાખો રૂપિયાની કમાણી કરે છે. આજે તે એક સેલિબ્રિટી સમાન બની ગઈ છે. તો ચાલો જાણીએ કોણ છે એ મહિલા અને કેમ બની એ સેલિબ્રિટી. આ મહિલા ઘરને સુવ્યવસ્થિત અને સુઘડ કેમ રાખવું તેની ટીપ્સ પર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તે નવી નવી ટીપ્સ જણાવે છે. તે મહિલાની ચેનલના આજે 5.64 લાખ સબસ્ક્રાઈબર્સ છે અને તેની યુટ્યુબ ચેનલનું નામ છે સિમ્પ્લિફાય યોર સ્પેસ. તો આ મહિલાએ પોતાની અ ટેવને માત્ર થોડું વળાંક આપ્યો અને આજે તે લાખો રૂપિયાની કમાણી કરવા લાગી છે. તો ચાલો જાણીએ તેની સફળતાની કહાની. આ લેખ વાંચ્યા બાદ કદાચ તમે પણ સફળતાનો રસ્તો કદાચ શોધી લો. માટે આ લેખને અવશ્ય વાંચો.

તે સફળ મહિલાનું નામ છે આશુ ખટ્ટર. જે યુટ્યુબ પર ચેનલ ચલાવે છે. તેણે પોતાના કામને જ પોતાનું કરિયર બનાવી લીધું. તેને પોતાના ઘરને સાફ રાખવાનો ખુબ જ શોખ હતો અને તેમાંથી જ તેણે પોતાના કરિયર બનાવી લીધું. હાલ આ ચેનલ દેશ અને વિદેશના બધા જ લોકો જોવે છે અને તેને ફોલોવ પણ કરે છે. આશુ ખટ્ટર દ્વારા જણાવવામાં આવેલી દરેક ટીપ્સને લોકો ફોલોવ પણ કરે છે. ઘણી વાર ઘણી મહિલાઓ એવું વિચારતી હોય છે કે લગ્ન બાદ આપણું કરિયર ન બનાવી શકીએ, તો તેવી મહિલાઓ માટે આશુ ખટ્ટર એક ઉત્તમ ઉદાહરણ છે. તો ચાલો જાણીએ તેના વિશે. મિત્રો આશુ ખટ્ટર મૂળ દિલ્લીની રહેવાસી છે. આશુ ખટ્ટરને એરહોસ્ટેસ બનવાની તમન્ના હતી. આશુ ખટ્ટરે શાળાનો અભ્યાસ દિલ્લીમાં જ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ તે પોતાના સપના તરફ આગળ વધવા માંગતી હતી માટે તેણે એક એરહોસ્ટેસ એકેડમીમાં એડમીશન લીધું. પરંતુ સંજોગોવસાત તે એરહોસ્ટેસ બનવામાં સફળ ન થઇ. એરહોસ્ટેસનો કોર્સ પૂર્ણ ન થયો તેના પહેલા જ તેના દિલ્લીમાં લે મેરિડિયન નામની એક હોટલમાં નોકરી મળી ગઈ. આશુ એ પોતાના કરિયરની શરૂઆત 1999 શરૂ કરી દીધી હતી.

1999 થી લઈને 2012 સુધી તેણે નોકરી કરી હતી. જેમાં તે દિલ્લી અને મસ્કતની અલગ અલગ હોટેલમાં કામ કરતી. ત્યાર બાદ USAના રોયલ કેરેબિયન ક્રુઝલાઈનરમાં પણ તેણે કામ કર્યું અને ત્યાં તેણે 5 વર્ષ સુધી નોકરી કરી હતી. પરંતુ આ સમય માટે આશુ જણાવે છે કે નોકરીની સૌથી સારી બાબત એ હતી કે કામ સાથે નવી જગ્યા અને નવા લોકોને મળવા અને જાણવા મળતા. જે આપણી અંદર એક અદ્દભુત અહેસાસ હોય છે. પરંતુ આ સમય દરમિયાન 2010 આશુના પિતાનું મૃત્યુ થયું અને ત્યાર બાદ તે પોતાની માતા સાથે રહેવા દિલ્લી પરત આવી ગઈ. ત્યાર બાદ તેણે દિલ્લીમાં નોકરી કરી. બે વર્ષ નોકરી કર્યા બાદ તેણે 2012 માં લગ્ન કર્યા અને ત્યાર બાદ પતિ સાથે રહેવા માટે મુંબઈમાં શિફ્ટ થઇ. લગ્નના બે વર્ષ બાદ આશુએ એક પુત્રને જન્મ આપ્યો અને તેના ત્રણ જ મહિના બાદ આશુની માતા પણ મૃત્યુ પામી. અને ત્યાર બાદ તરત જ તેના પતિનું પણ ટ્રાન્સફર થયું. મુંબઈથી તેને સીધું ચેન્નઈમાં ટ્રાન્સફર મળ્યું.

પરંતુ આ શહેર તેના માટે પડકાર સમાન સાબિત થયું. કેમ કે ચેન્નઈ તેના માટે નવું શહેર હતું, ત્યાંના લોકો, ભાષા પણ અલગ, ઘરનું કામ જાતે જ કરવાનું, બાળકનો ઉછેર કરવાનો, આ બધું જ તેના માટે પડકાર સમાન સાબિત થયું. કેમ કે બધા જ કામ જાતે જ કરવાના. જેના કારણે તે નોકરી પણ કરી શકે તેમ ન હતી. તેનું બાળક પણ નાનું હતું માટે તે બાળકને પણ ખુબ જ ધ્યાનથી ઉછેરવા માંગતી હતી. પરંતુ તેમ છતાં પણ તે પોતાની જાતે થોડો સમય કાઢીને યુટ્યુબની ચેનલ જોતી. આશુ પોતાના ઘરને પણ ખુબ જ સુંદર અને સુઘડ રીતે રાખતી હતી. પરંતુ આ તેની સારી ટેવના કારણે તેના મિત્રો અને સગા સંબંધીઓ આશુ પાસેથી ઘરને સાફ રાખવાની નવી ટીપ્સ માંગતા હતા. તો ત્યારે આશુએ યુટ્યુબ પર જોયું તો ઘરને સાફ અને સુંદર કેમ રાખવું તેના ઘણા બધા વિડીયો તેમાં જોવા મળતા હતા. પરંતુ તે બધા જ વિડીયો વિદેશી પ્રણાલી પ્રમાણે હતા. જેમાં ભારતીય શૈલી અનુસાર વિડીયો ન હતા. ત્યારે તેને તરત જ એવો વિચાર આવ્યો કે, હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને તેમાં ભારતીય શૈલી અનુસાર લોકોને સરળ પડે તેવી ટીપ્સ જણાવું તો ! ત્યાર બાદ જે લોકો નાના અને ભાડાના મકાનમાં રહે છે તેને ધ્યાનમાં રાખીને આશુને વિડીયો બનાવવાનો વિચાર આવ્યો.

પરંતુ વિડીયો બનાવવાનો વિચાર આવ્યા બાદ 6 મહિના સુધી તે વિડીયો ન બનાવી શક્યા. કેમ કે ત્યાર બાદ તે ફરીથી મુંબઈ શિફ્ટ થઇ ગયા. પરંતુ તેમણે સૌથી પહેલો વિડીયો વર્ષ 2016 માં બનાવ્યો અને યુટ્યુબ પર અપલોડ પણ કર્યો. ત્યાર બાદ લોકો દ્વારા આશુના વિડીયોને પસંદ પણ કરવામાં આવ્યો. આશુને તેની ચેનલ પર ઘણા સબસ્ક્રાઈબર્સ મળી ગયા. માત્ર 6 મહિનાના સમયગાળામાં તેના એક લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ બની ગયા. ધીમે ધીમે તેની સંખ્યામાં વધારો થયો અમે હાલ તેના 5.64 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ છે. સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી ત્યારે iphone ની વિડીયોનું શુટિંગ કરતી, પરંતુ ત્યાર બાદ હવે તે કેમેરા દ્વારા શૂટ કરે છે. જેનાથી યુઝર્સને હાઈ વિઝન ક્લીયર વિડીયો જોવા મળે.

આ ચેનલમાં આશુ એવું જણાવે છે કે ઘરમાં બધી જ વસ્તુને કે ઉપયોગમાં લેવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, જેનાથી આપનું ઘર સાફ રહે. ઘરની બધી જ પ્રકારની ગોઠવણ કેવી રીતે કરવી, બધી વસ્તુઓને કેમ તેની જગ્યા પર રાખવી તેના વિશે આશુ યુટ્યુબમાં વિડીયો દ્વારા જણાવે છે અને નવી નવી ટીપ્સના વિડીયો અપલોડ કર્યા કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment