આ જગ્યાએ રાત્રે ટોઇલેટમાં ફ્લશ કે પાણી નાખવું પડી શકે છે મોંઘુ, જાણો રાત્રે વોશરૂમમાં જતા પહેલા જાણો અજીબોગરીબ કાનૂન અને તેના નિયમો…

જો કે ટોઇલેટ યુઝ કર્યા પછી તેને સાફ કરવું જરૂરી છે. નહિ તો તેમાંથી અનેક કીટાણું થઇ શકે છે. ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી કાયદાથી તેમાં ફ્લશ કરવું અને સાફ કરવું એ સામાન્ય રૂપથી સારી આદત છે.  ભારતમાં જો વોશરૂમ હાઇજિનનું કોઈ પાલન ન કરે તો તેના માટે કોઈ દંડ કે કાનૂન નથી. પરંતુ એવી જગ્યાઓ પણ છે, જ્યાં ટોઇલેટનો ઉપયોગ કરવાથી લઈને અલગ અલગ નિયમ કાનૂન બનાવવામાં આવ્યા છે.

અમુક આવા દેશોમાં સમાવિષ્ટ છે સ્વિત્ઝરલેન્ડ અને સીંગાપુર. અહી જો ટોઇલેટ યુઝ કરવામાં ભૂલ થઈ જાય તો જેલની હવા પણ ખાવી પડે છે. જો કે દરેક દેશના અલગ અલગ કાનુન તેમજ નિયમો હોય છે અને ત્યાં વસતા લોકોએ તે નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. જો તે નિયમનું પાલન કરવામાં ન આવે તો સજા થઇ શકે છે. 

બધા દેશમાં પોતાના અલગ અલગ નિયમ કાનૂન હોય છે. ક્યાક આ કાનૂન સાધારણ હોય છે તો ક્યાક એવું પણ હોય છે કે નાની અમથી ભૂલ પર ખુબ જ સખ્ત સજા આપવામાં આવે છે. આમ તો નાનપણમાં માતા-પિતા સારી આદતો શીખવાડે છે, પરંતુ અહી સરકાર લોકોને સાફ સફાઈ શિખવાડે છે. આવી ગંદી આદત પર સિંગાપુરમાં સખ્ત સજા આપવામાં આવે છે તો સ્વિટઝરલેન્ડમાં એક અલગ પ્રકારનો જ કાયદો છે, જેને સાંભળીને તમે ચોકી ઊઠશો. ચાલો તો આ કાનુન અથવા તો નિયમ વિશે વધુ વિગતે જાણી લઈએ.

પબ્લિક ટોઇલેટમાં ઘણા લોકોને જોવામાં આવ્યા છે જે ટોઇલેટ કર્યા પછી ફ્લશ કરતાં નથી. જો તેઓને નોટિસ આપવામાં આવે તો પણ તેઓ સોરી કહીને માફી માંગી લે છે. જો કે સિંગાપુરમાં ટોઇલેટ યુઝ કર્યા પછી ફ્લશ ન કરો તો જેલની હવા પણ ખાવી પડે છે. અહી માત્ર માફી માંગવાથી કઈ થતું નથી, દંડ ભરવો પડશે અને સજા પણ ભોગવવી પડશે. આનાથી પણ વધારે અજીબોગરીબ કાનૂન સ્વિત્ઝરલેન્ડમાં છે, જે તમારા શરીરને પણ કંટ્રોલ કરે છે. 

રાત્રે 10 વાગ્યા પછી ફ્લશ કરો તો મળે સજા : આ દેશમાં જો રાત્રે 10 પછી ટોઇલેટમાં ફ્લશ કરવામાં આવે તો સજા થઇ શકે છે. તમને જણાવી દઈએ કે સ્વિત્ઝરલેન્ડમાં જો તમે કોઈ એપાર્ટમેન્ટ કે બિલ્ડીંગમાં રહો છો, તો રાત્રે 10 વાગ્યા પછી તમારા ટોઇલેટમાં ફ્લશ કરી શકતા નથી. પછી ભલે તમે તમારા ઘરમાં હોય તો પણ આવું કરવું ગેરકાનૂની માનવામાં આવે છે. સ્વિત્ઝરલેન્ડના નિયમ કાનૂન મુજબ તેને ધ્વનિ પ્રદૂષણ ગણવામાં આવે છે. તેનાથી બીજાની ઊંઘ બગડે છે. આવું કરતાં જો તમે પકડાઈ જાવ તો સરકાર તમારા પર દંડ લગાવી શકે છે અથવા સજા વધારે કઠિન પણ બનાવી શકે છે. ટોઇલેટમાંથી કોઈ પણ રીતે આવતો પાણીનો આવાજ તમને મુસીબતમાં મૂકી શકે છે.

ફ્લશ ન કરો તો મળશે સજા : જયારે સિંગાપુરમાં એવી સજા છે કે જો તમે ફ્લશ ન કરો તો સખ્ત સજા કરવામાં આવે છે. સિંગાપુરને સફાઈ માટે પણ ઓળખવામાં આવે છે. આવામાં અહી ઘણા સખ્ત નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ જ સ્વચ્છતાને જાળવી રાખવા માટે એક સખ્ત નિયમ બનાવવામાં આવ્યો છે.

સિંગાપુરમાં જો કોઈ ટોઇલેટ યુઝ કરીને ફ્લશ ન કરે તો લોકોને 150 ડોલર એટ્લે કે 8000 રૂપિયાથી વધારે દંડ ભરવો પડે છે. જો કોઈ આ દંડ ન ભરી શકે તો તેમણે જેલની સજા પણ થઈ શકે છે. આ સજા એ માટે બનાવવામાં આવી છે, કારણ કે લોકો સાફ-સફાઈનું ધ્યાન રાખે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment