વધારે લીંબુ પાણી પીવું પણ શરીર માટે છે ખતરનાક, શરીરને થાય છે આવા મોટા અને ગંભીર નુકશાનો… પીતા પહેલા એક વાર જરૂર જાણો…

દરેક લોકોને લીંબુ પાણી પીવું ગમતું હોય છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. લીંબુ શરીર માટે જરૂરી વિટામિન સી નો સારો એવો સ્ત્રોત છે અને આપણા શરીર માટે વિટામીન સી એ ખુબ જ જરૂરી માનવામાં આવે છે. લીંબુ પાણી પીવાથી પેટથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ વધારે પડતું લીંબુ પાણી પીવાથી ઘણા નુકશાન પણ થઈ શકે છે.

લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમે સામાન્ય પાણી ભાવતું ન હોય તો તમે લીંબુ પાણી પણ પી શકો છો. એક્સપર્ટના મત મુજબ લીંબુ પાણી પીવાથી ડિહાઈડ્રેશન અને પાચનની તકલીફો દૂર થાય છે અને વેટ લોસ પણ ઝડપથી થાય છે. પરંતુ આનો વધારે પડતો ઉપયોગ તમને ફાયદાને બદલે નુકશાન પણ પહોચાડી શકે છે. આવો જાણીએ લીંબુ પાણી પીવાથી તમને કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

1) દાંતને નુકશાન કરે છે : નિષ્ણાંતનું એવું માનવું છે કે જો તમે લીબુનું વધુ પડતું સેવન કરો છો તો તમને નુકશાન થઇ શકે છે. જે તમારા દાંત ને અસર કરે છે તેમજ લીંબુ એ ખૂબ જ વધારે અમ્લીય હોય છે, માટે વારંવાર દાંતે લાગવાને કારણે ટૂથ ઇનૈમલને ખરાબ કરે છે. જો તમે લીંબુ પાણી વગર ન રહી શકતા હોય તો તેને સ્ટ્રોથી પીવાની કોશિશ કરો. તેનાથી દાંત એસિડના સીધા સંપર્કમાં આવવાથી બચશે. લીંબુ પાણી પીધા પછી તરત જ તમારા દાંતને બ્રશ ન કરવા જોઈએ. લીંબુ પાણી પીધા પછી એક ગ્લાસ સાદું પાણી પીવું જોઈએ. 

2) પેટ ખરાબ થઈ શકે છે : એવું બની શકે છે કે જો વધુ લીંબુ પાણી પીવામાં આવે તો તે તમારા પેટને ખરાબ કરી શકે છે. આમ તો લીંબુ પેટ માટે ઘણું ફાયદાકારક હોય છે પરંતુ પાણીમાં ખૂબ વધારે નિતારવામાં આવે તો તે પેટમાં ગૈસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ રોગ અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ કરી શકે છે. આ બંને સમસ્યાઓ લીંબુ જેવા એસિડિક ફૂડથી શરૂ થાય છે. આના કારણે છાતીમાં બળતરા, મીતલી અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી લીંબુ પાણીનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

3) લીંબુની છાલ પર કિટાણું આવે છે : જર્નલ ઓફ એનવાયર્નમેન્ટલ હેલ્થ 2007 ની એક સ્ટડીમાં શોધકર્તાઓએ 21 અલગ અલગ રેસ્ટોરન્ટમાં 76 લીંબુના સેમ્પલનું પરીક્ષણ કર્યું, આમાં થી ઘણા લીંબુની છાલ પર એવા ઘણા સૂક્ષ્મજીવ જોવા મળ્યા જે બીમારીઓનું કારણ બની શકે છે. આનાથી બચવા માટે પાણીમાં છાલ સાથે લીંબુ નાખવાને બદલે ખાલી તેના ટીપાં જ પાણીમાં નાખવા.

4) વાગેલા ઘા તાજા સાજા થવામાં લાગશે સમય : લીંબુ પાણી નાના નાના ઘા પર દુખાવો અને બળતરા વધારી શકે છે. સાધારણ ઈજા એક કે બે અઠવાડિયામાં પોતાની મેળે મટી જાય છે પરંતુ અમેરિકન ડેન્ટલ અસોશિએશન ના મત મુજબ ખૂબ વધારે લીંબુ પાણી પીવાથી વાગેલા ઘા સાજા થવામાં વધુ સમય લાગશે. ખૂબ જ વધારે ખાટા ફળ ખાવાથી ઘા જલ્દી સારા થવામાં વાર લાગે છે. 

5) ખાટા ફળો અને માઈગ્રેન વચ્ચે સંબંધ : ખાટા ફળો અને માઈગ્રેન વચ્ચે પુખ્તા સંબંધ જોવા મળ્યા નથી પરંતુ અમુક સ્ટડી અનુસાર, ખાટા ફળ માઈગ્રેનને વધારવાનું કામ કરે છે. ન્યૂરોલોજિસ્ટ રેબેકા ટ્રબે હેલ્થ મેગેઝીનને જણાવ્યુ હતું કે લીંબુ માઈગ્રેન અને માથાના દુખાવાને વધારે છે. આવું એ માટે પણ થઈ શકે છે કારણ કે લીંબુમાં ટાઈરામાઈન વધારે હોય છે જે અન્ય ફળની તુલનાએ માઈગ્રેનના દુખાવાને વધારે છે.   

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment