બજારમાંથી સંતરા ખરીદતા સમયે અજમાવો આ સરળ ટિપ્સ, નીકળશે એકદમ તાજા, મીઠા અને રસદાર… આ એક વસ્તુ તો ખાસ જોવો….

જે રીતે ગરમીની ઋતુમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, તેવી જ રીતે શિયાળાની ઋતુમાં નારંગીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આમ તો શિયાળાની ઋતુમાં બજારમાં ઘણા બધા રસીલા ફળ આવે છે, પરંતુ સૌથી વધુ લોકો નારંગીનુ સેવન કરવાનું પસંદ કરે છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર હોય છે તેની સાથે જ આ ફળ શરીરને હાઈડ્રેટ રાખે છે તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ પણ કરે છે.

બજારમાં તમને આ ફળ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી મળશે. સંપૂર્ણ શિયાળા દરમિયાન તમે આ ફળની મજા માણી શકો છો. સારી વાત તો એ છે કે, નારંગીમાં તેની દરેક વસ્તુનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સારી અને સ્વાદિષ્ટ નારંગી ખાવા માટે તમારે તેની યોગ્ય પસંદગી કરવી ખુબ જ જરૂરી છે.

ઘણી વખત ઉપરથી સુંદર દેખાતું આ ફળ અંદરથી એકદમ બેસ્વાદ અને સુકું હોય છે. ક્યારેક ક્યારેક તો અમુક નારંગીની અંદર રસ જ હોતો નથી. એવામાં નારંગી ખરીદતી વખતે તમે અમુક વાતોનું ધ્યાન રાખો તો નારંગી અંદરથી હંમેશા મીઠી અને રસદાર નીકળશે.

નારંગીનું વજન જુઓ : નારંગી ખરીદતા પહેલા તમારે તેનું વજન જરૂરથી જોવું જોઈએ. હલકા વજનની નારંગી ખરીદશો નહી. હંમેશા ભારે અને વજનદાર નારંગી જ ખરીદો તેનાથી સંકેત મળે છે કે, નારંગી અંદરથી રસ ભરેલી છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે નારંગી દબાવવાથી ખુબ જ વધુ ટાઇટ ન હોય. જો એવું થાય છે તો બની શકે છે કે, તે અંદરથી કાચી હોય. આમ તો આ ફળ માત્ર નવેમ્બરની શરૂઆતના સમયે જ દેખાશે. કાચા સંતરા ખુબ જ જલદી પાકી જાય છે.

નારંગીનો રંગ : તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે, નારંગીના રંગથી તેના ગળ્યા હોવાનો કોઈ જ સંબંધ હોતો નથી. ઘણા બધા લોકો આ વાતને સાચી માની લે છે કે, લીલા રંગની નારંગી અંદરથી કાચી અથવા ખાટી નીકળે છે પરંતુ એવું નથી. નારંગીની ઘણી બધી વેરાઇટી હોય છે તેમાંથી એક વેરાઈટી એવી હોય છે જેમાં નારંગીના છાલનો રંગ લીલો જ રહે છે અથવા ક્યાંક ક્યાંક લીલો અને ક્યાંક ક્યાંક નારંગી હોય છે. આ પ્રકારની નારંગી પણ અંદરથી મીઠી અને રસદાર નીકળે છે. તેથી જો તમને લીલી નારંગી દેખાય છે તો તેનું વજન જુઓ અને તે જુઓ કે તે કડક છે કે મુલાયમ.

નારંગીની છાલ : જાડી છાલ વાળી નારંગી ખરીદશો નહીં. તેની સાથે એ વાતનું ધ્યાન પણ રાખો કે નારંગીની છાલ ઉપર કોઈ પણ પ્રકારનો દાગ ન હોય. જો નારંગીના પડ ઉપર કાણું અથવા કોઈ પણ પ્રકારનો કાપો છે, જેમાંથી નારંગીનો રસ નીકળી રહ્યો છે તો એ પ્રકારની નારંગી ક્યારેય ખરીદવી જોઈએ નહીં, કારણ કે તે અંદરથી સડેલી હોઈ શકે છે. આ પ્રકારની નારંગીનો સ્વાદ પણ સારો હોતો નથી. ઘણી વખત આવી નારંગી ખુબ જ જલ્દી ગળી જાય છે અથવા તેમાં ફૂગ લાગી જાય છે.

મહત્વપૂર્ણ ટિપ્સ : જો તમે એકસાથે વધુ નારંગી ખરીદીને ઘરે લઈ જાવ છો તો તમારે તેને રૂમ ટેમ્પરેચરમાં જ મૂકવી જોઈએ. જો તમે બજારથી કાચી નારંગી લાવ્યા છો તો બે અઠવાડિયા સુધી તેને ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકો છો.

નારંગીથી જોડાયેલી આ જાણકારી જો તમને સારી લાગી હોય તો આ આર્ટીકલને શેર અને લાઇક જરૂરથી કરો. અને ઉપર જણાવેલ હિતને ધ્યાનમાં રાખીને નારંગી ખરીદો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment