શિયાળામાં આ વસ્તુને ઉકાળી પીવો શરીરને મળશે જબરદસ્ત ફાયદા, બંધ નાક, ગળામાં દુખાવો, સોજો કે ખરાશથી મળી જશે તરત જ છુટકારો…

મિત્રો હાલ શિયાળો હોવાથી દરેક લોકો પોતાના શરીરને અંદરથી ગરમા રાખવા માટે કંઈને કંઈ એવા ખોરાકનું સેવન કરતા હોય છે જેનાથી તેને અંદરથી ગરમાહો મળે. જો કે લોકો શિયાળામાં આદુનું સેવન વધુ કરે છે. તેમજ આ ઋતુમાં ગાજર પણ બહુ આવે છે, આથી શિયાળામાં જો આદુ અને ગાજરનું સેવન કરવામાં આવે તો ઘણા લાભ થઈ શકે છે.

ઠંડીના દિવસોમાં તમે ઘરે આદું-ગાજરના સુપનો આનંદ લઈ શકો છો. આ સૂપ પીવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ પૌષ્ટિક પણ છે. આ સુપમાં રહેલા ગાજરથી તમારા શરીરને વિટામિન એ અને બીટા કેરોટિન મળે છે જેનાથી આંખો સ્વસ્થ રહે છે તેમજ આદુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ તમને જલ્દી બીમાર પાડવા દેતા નથી. આ સુપમાં રહેલ લવિંગ, મરી, લસણમાં પણ એન્ટીઓક્સીડેન્ટ અને ઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે, જેનાથી તમારી ઇમ્યુનિટી વધી શકે છે. શરદી, ઉધરસથી બચવા માટે આ સુપનું સેવન ફાયદાકારક છે. આ લેખમાં આપણે આદું-ગાજરના સુપની રેસીપી, ગુણ અને ફાયદાઓ વિશે ચર્ચા કરીશું.

આદું-ગાજરના સૂપ માટેની સામગ્રી : આદું-ગાજરનું સૂપ બનાવવા માટે તમને ગાજર, આદું, મરી, એપ્પલ સાઇડર વિનેગર, લસણ, ડુંગળી, એકસ્ટ્રા વર્જીન ઓલિવ ઓઈલની જરૂર પડશે.

આદું-ગાજરનું સૂપ કેવી રીતે બનાવવું ? : આદું-ગાજરનું સૂપ બનાવવા માટે તમારે એક વાસણમાં ઓલિવ ઓઈલ ગરમ કરવાનું છે. હવે તેમાં ડુંગળી, મીઠું, મરી ઉમેરીને ઓછામાં ઓછું 8 મિનિટ સુધી પકાવવાનું છે. હવે તેમાં લવિંગ અને લસણ ઉમેરી લેવું. પછી ગાજર મિક્સ કરીને ફરી વખત 8 મિનિટ સુધી પકાવો.

હવે મિશ્રણમાં આદું ઉમેરો, એપ્પલ સાઇડર વિનેગર નાખો. જ્યાં સુધી ગાજર મુલાયમ ન થઈ જાય ત્યાં સુધી પકાવવું, તેમાં 30 મિનિટ થઈ શકે છે. હવે મિશ્રણને મિક્સરમાં નાખી વાટી લેવું. ગળણી વડે ગાળી બાઉલમાં કાઢી લો, ઉપરથી તેમાં કોકોનટ મિલ્ક, તાજી કોથમીર નાખીને સુપનો આનંદ લો.

આદું-ગાજરના સુપમાં રહેલા ન્યુટ્રિશન : આદું-ગાજરના સુપમાં વિટામિન સી, વિટામીન એની સારી માત્રા હોય છે. આ સુપમાં આયરન, કેલ્શિયમ પણ રહેલું હોય છે. આદું-ગાજરના સુપમાં પોટેશિયમ અને સોડિયમના ગુણ પણ જોવા મળે છે. આ સુપના સેવનથી શરીરને પ્રોટીન અને ડાયટ્રી ફાઇબરના ગુણ પણ મળી રહે છે.

શિયાળામાં આદું-ગાજરનું સૂપ પીવાથી મળતા ફાયદા : 1 ) રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આદું-ગાજરનું સૂપ પીવું આ ઋતુમાં લાભદાયી રહે છે. તમારે ઇમ્યુનિટી વધારવા માટે આ સુપને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરવું જોઈએ.
2 ) આ સુપમાં ગાજરની માત્ર ભરપૂર છે અને ગાજર આંખોના સ્વાસ્થ્યને સારું કરે છે. આ સુપમાં વિટામિન એની માત્રા સારી હોય છે જે આંખોનું તેજ વધારે છે.
3 ) ઠંડીના દિવસોમાં ગાળામાં સોજો કે, ખરાશ અનુભવવી એ એક સામાન્ય વાત છે, જો તમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમારે આદુ-ગાજરના સુપનું સેવન કરવું જોઈએ.
4 ) આદું ગાજરનું સૂપ શરદી અનેક બીમારીથી બચવામાં પણ મદદ કરે છે માટે આ સુપનું સેવન જરૂરથી કરવું જોઈએ.

આદું-ગાજરનું સૂપ પીવાની રીત : આ સુપમાં વધારે કેલેરી હોતી નથી માટે તેને રાતના ભોજનમાં પણ સમાવેશ કરી શકાય છે. રાત્રે માત્ર સૂપ પીવાથી તમારું પેટ તો ભરાયેલું રહેશે જ સાથે તમારા શરીરમાં ગરમી પણ રહે છે. આ સુપને લંચ કે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકાય છે. પરંતુ સવારે નાસ્તામાં આદુના સેવનથી ઘણા લોકોને ગેસની તકલીફ થઈ શકે છે, તો તેવા લોકોએ સુપની સાથે અન્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આમ તમે આદુ અને ગાજરનું આ સુપનું સેવન કરીને પોતાનું સ્વાસ્થ્ય ફીટ રાખી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment