લાબું, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે ભૂખ્યા પેટે આ એક ચમચી જ કાફી છે. ફાયદા જાણી ચોંકી જશો..

ઘી એ હેલ્દી ખોરાકનો સારો એવો સ્ત્રોત છે. જેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણી વખત લોકો ઘીને કોઈ વાનગીમાં નાખીને ખાવા કરતા એમ જ કાચું ખાવાની કહેતા હોય છે. ઘી આપણા આંતરડા માટે વધુ ફાયદાકારક છે. તેમજ ઘી તેની કામ કરવાની શૈલીને તેજ કરે છે. આ સિવાય જે લોકોને પેશાબથી જોડાયેલ કોઈ પરેશાની રહેતી હોય તેમના માટે તે શરીરમાં એસીડીક પીએચને ઓછું કરીને યુરીન ઇન્ફેકશનને ઓછું કરે છે. ઘી એન્ટી ઓક્સીડેન્ટનો એક પ્રાકૃતિક સ્ત્રોત પણ છે, જે શરીરને ડિટોક્સ કરીને શરીરમાં ઓક્સિકરણ પ્રક્રિયાને સારી કરે છે.

સવારે ખાલી પેટ ઘી પીવાના ફાયદા :  આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ઘી પીવાથી શરીરના સેલ્સ અને ટીશુઝને ફાયદો થાય છે. તે શરીરમાં દરેક કોશિકાઓના પોષણ આપવાનું કામ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે ઘી સેલ કાયાકલ્પની પ્રક્રિયામાં સુધાર કરે છે. જે શરીરના ઉપચારની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલું જ નહિ, વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. ઘીમાં બ્યુટીરીક એસિડ પણ હોય છે અને મધ્યમ શ્રુંખલા ટ્રાઇગ્લિસરાઇડ્સ જેવા ફેટને શરીરમાં ભેગા થવાથી અટકાવે છે. અને સારા કોલેસ્ટ્રોલમાં વૃદ્ધિ કરીને શરીરથી અન હેલ્દી ફેટ્સને બહાર કાઢવામાં મદદ કરે છે.આયુર્વેદ અનુસાર સવાર-સવારમાં ઘીનું સેવન કરવું જોઈએ : આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ઘી પીવાથી શરીરના સેલ્સમાં પરિવર્તન આવે છે. અને આ રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આયુર્વેદ અનુસાર ઘીમાં 5 તત્વ હોય છે, જે શરીર માટે આધાર જેમ કે અંતરીક્ષ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વોથી સમૃદ્ધ બનાવે છે. આ 5 રસનો શરીર, ત્વચા અને વાળ પર વિશેષ પ્રભાવ પાડે છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટ ઘીનું સેવન કરવાથી વધુ સલાહ આપવામાં આવે છે. શુદ્ધ ઘી તમારા શરીરને સાફ કરવામાં સૌથી પ્રાકૃતિક ઉપાયમાંથી એક છે.

સવારે ખાલી પેટ ઘીનું સેવન કંઈ રીતે કરવું ? : એક ચમચી શુદ્ધ ઘી લો, ચમચીથી ઘીને ગરમ કરો, આ રીતે ઘી ઓગળી જશે, ગરમ પાણી સાથે આ ઘીને પી જાવ. પરંતુ તમને જણાવી દઈએ કે, ઘી પીધા પછી 30 મિનીટ સુધી કંઈ પણ ન ખાવું જોઈએ.સવારે ખાલી પેટ ઘીનું સેવન કરવાના ફાયદાઓ : જે લોકોને કોરી ઉધરસની ફરિયાદ રહેતી હોય, તેમના માટે ઘીનું સેવન ફાયદાકારક છે. આ સિવાય તમે એક ચમચી હળદર અને એક ચમચી ઘીને મિક્સ કરીને એક ગ્લાસ જ્યુસની જેમ તૈયાર કરી લો તેને દરરોજ પીવો. તે ખરાબ ફેટને ઓછું કરે છે અને વજન પણ ઓછું કરે છે.

ઘી સ્વાભાવિક રીતે સાંધાના વચ્ચેના ગેપને ઓછા કરે છે અને હાડકાઓને મજબુત બનાવે છે. આ સિવાય ઘી પ્રાકૃતિક રૂપે મોઇશ્ચ્યુરાઇઝરનું કામ કરે છે. અને ત્વચાને અંદરથી ચમક આપે છે. ઘીમાં આવશ્યક એમીનો એસીડ હોય છે, જે પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હોવાથી શરીરમાં ફેટને બર્ન કરવામાં મદદ કરે છે.આ સિવાય તે નીંદરની કમી, તણાવને ઓછું કરીને આંખની આસપાસ રહેલ ડાર્ક સર્કલને ઓછા કરે છે. આ માટે તમારે રાત્રે સૂતા પહેલા આંખની આસપાસ તેને હળવા હાથે લગાવવું. જ્યારે ઘી ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટનો સારો એવો સ્ત્રોત છે, જે મજબુત અને સુંદર વાળ માટે એક સારું એવું કંડીશનરનું કામ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment