વારંવાર બગડી જતી લીલી ચટણીને સ્ટોર કરવા અપનાવો આ 2 સરળ ટીપ્સ, 6 મહિના સુધી બગડશે પણ નહિ રહેશે એકદમ ટેસ્ટી અને ફ્રેશ…

લીલી ચટણી જો જમવાની થાળીમાં આવે છે, તો ભોજનનો સ્વાદ જ ફરી જાય છે. લીલી ચટણીને લોકો અનેક વાનગીઓની સાથે બનાવતા હોય છે જેમકે, ભજીયા, ગોટા, દાબેલી, વગેરે. લીલી ચટણી જો ભોજનની થાળીમાં આવે છે, તો બેસ્વાદ ભોજન પણ સ્વાદિષ્ટ બની જાય છે. પરંતુ લીલી ચટણી ત્યાં સુધી જ સારી લાગે છે કે, જ્યાં સુધી તે ફ્રેશ હોય. લીલી ચટણી ઘણી લાંબા સમય સુધી સારી નથી રહેતી. કેમ કે તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં નથી આવતી. જો લીલી ચટણી એક દિવસ પહેલાની હોય તો પણ તેમાં કડવાશ આવવા લાગે છે. તો ચાલો જાણીએ લીલી ચટણી સ્ટોર કરવાની બેસ્ટ ટીપ્સ.

તેથી જ લીલી ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવી એ સહેલું કામ નથી અને દરરોજ ફ્રેશ લીલી ચટણી બનાવવી એ પણ પોસિબલ નથી. આવામાં જો તમે આ ટિપ્સને અપનાવશો તો લીલી ચટણીને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. સાથે જ તમે ભોજન સાથે પણ લીલી ચટણીને ખાય શકો છો અને ખાસ વાત તો એ છે કે લીલી ચટણીને બેસ્ટ રીતે સ્ટોર કરવાથી તે ફ્રેશ રહે છે.

કદાચ તમને એવું થતું હશે કે એવી કઈ ટિપ્સ છે જેને અપનાવીને 6 મહિના સુધી લીલી ચટણીને સ્ટોર કરી શકાય છે. તો આવો અમે તમને 2 ટિપ્સ વિશે જણાવીશું, જેને અપનાવીને તમે લીલી ચટણીને સ્ટોર કરી શકો છો અને તેના સ્વાદને પણ સારો રાખી શકો છો.

આઈસ ક્યુબ બનાવી લો : લીલી ચટણીને સ્ટોર કરવાની સહેલી રીત એ છે કે તમે તેને ફ્રિજ કરી લો. આ માટે તમે લીલી ચટણીને તૈયાર કરી લો અને પછી બરફ જમાવવા વાળી ટ્રેમાં તેને નાખીને ફ્રિજરમાં મૂકી દો. સાથે જ ધ્યાન રાખો કે આવું કરતાં સમયે તેમાં પાણી ન ઉમેરો.

જ્યારે બરફ જમાવવા વાળી ટ્રેમાં ચટણી જામી જાય એ પછી તમારે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય, ત્યારે કરી શકો છો અને આ રીતે જામેલ ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આવું કરવા પર એટલે કે લીલી ચટણીને સ્ટોર કરવા પર તેનો કલર ફરી જાય છે, પરંતુ સ્વાદ તેવો જ રહે છે.

ચટણીમાં તેલ નાખો : લીલી ચટણીને સ્ટોર કરતાં સમયે તેમાં વેજીટેબલ ઓઇલ ઉમેરવું જોઇ. આ માટે તમે એક વાટકો ચટણીમાં એક નાની ચમચી તેલ ઉમેરો. આમ કરવાથી ચટણીનો સ્વાદ તો વધે છે, સાથે જ જ્યારે તમે ચટણીને સ્ટોર કરો છો, ત્યારે તેનો કલર પણ ફરશે નહીં. જો તમે બરફની ટ્રેમાં ચટણીને જમાવવા ઇચ્છતા નથી, તો તમે લીલી ચટણીને કાંચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી શકો છો.

આ બાબતનું ધ્યાન પણ તમે રાખો કે, જો તમારે લીલી ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવી છે, તો તેને ફ્રિજમાં એવી જ્ગ્યા પર રાખો કે જ્યાં તેને ઠંડક વધારે મળે. તેથી જ, તમારે લીલી ચટણીને ફ્રિજમાં ઉપરના ડોરમાં છેલ્લી તરફ રાખવી જોઇ. આમ, કરવાથી ચટણી ખરાબ પણ થતી નથી અને ઠંડી પણ રહે છે. આ રીતે ચટણીને તમે સ્ટોર કરીને 15-20 દિવસ સુધી રાખી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો : જો તમે ચટણીને આઈસ ક્યુબમાં જમાવવા માંગતા નથી અને લીલી ચટણીને તમે કાંચની બોટલમાં સ્ટોર કરવા માંગો છો, તો તમે તેની અંદર લસણ અને આદુંનો ઉપયોગ ન કરો. કારણ કે આ બંને સામગ્રીથી ચટણીમાં કડવાશ આવી જાય છે.

જો તમે લીલી ચટણીને ફ્રિજરની અંદર આઈસ ક્યુબમાં જમાવવા માંગતા નથી, તો તમે નાની-નાની પ્લાસ્ટિકની ડબ્બીમાં પણ લીલી ચટણીને ભરીને ફ્રિજરમાં રાખી શકો છો. આ રીતે તમે એક ડબ્બીનો ઉપયોગ કરી શકો છો. જામેલ ચટણીને ઓગાળવા  માટે તમે ફ્રિજર માથી 1 કલાક પહેલા જ બહાર કાઢી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment