ડાયાબિટીસના દર્દી માટે આ કાચા ફળનું સેવન છે અમૃત સમાન, પેટ પાચનના રોગો ભગાડી વગર દવાએ બ્લડ શુગર રાખશે કંટ્રોલ…

મિત્રો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. કેળું એક એવું ફળ છે જે પોતાના ગુણોના કારણે એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે. તેનો સ્વાદ પણ એટલો સરસ હોય છે કે આ ઘણા બધા લોકોનું પસંદગીનું ફળ છે.

પાકા કેળામાં આમ તો ગુણોનો ભંડાર હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે પાકું કેળું નુકશાનદાયક હોય છે. પાકું કેળું ખાવાથી બ્લડ સુગર લેવલ હાઈ થઈ જાય છે. આવી સ્થિતિમાં શુગરના દર્દીઓ કેળાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કાચું કેળું શુગર વધારવાની જગ્યાએ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ કાચું કેળું નિશ્ચિત થઈને ખાઈ શકે છે.કાચા કેળામાં ઘણા બધા પ્રમાણમાં સ્ટાર્ચ રહેતો હોય છે. તેમજ જ્યારે કેળું પાકી જાય છે તો સ્ટાર્ચ સુગર (ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુકટોજ) માં બદલાઈ જાય છે. હેલ્થ લાઈન પ્રમાણે કાચું કેળું અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તો આવો જાણીએ તેનાથી સ્વાસ્થ્યને થતા ફાયદા.

કાચું કેળું ખાવાના ફાયદા:-

1) લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ:- પાકા કેળાની જેમ જ કાચા કેળામાં પુષ્કળ પ્રમાણ માં પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેમાં વધુ પ્રમાણ માં ફાઇબર, પોટેશિયમ, વિટામિન, મેગ્નેશિયમ, કોપર ઉપલબ્ધ હોય છે. વધારે ભૂખ લાગી હોય તો કાચું કેળું ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો,કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેની સાથે જ જો કોઈ સ્થૂળતાથી પરેશાન હોય તો કાચું કેળું ખાવું ફાયદાકારક બની શકે છે.

2) પાચન માં સુધારો કરે:- કાચા કેળામાં હાજર ન્યુટ્રીયંટ માં પ્રિબાયોટિક ઇફેક્ટ પણ હોય છે. તેના સેવનથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવા અને તેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેની સાથે જ કાચા કેળા ખાવાથી શોર્ટ ચેઈન ફેટી એસિડનું ઉત્પાદન વધારી શકાય છે. જે પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. કાચા કેળા ખાવાથી કબજિયાતની ફરિયાદ પણ દૂર કરવામાં મદદ મળે છે. 3) કાચા કેળા બ્લડ સુગરને કરે નિયંત્રિત:- બ્લડ સુગરનું હાઇ થવું કોઈના માટે પણ ચિંતા નું કારણ બની શકે છે. એક સમય બાદ તેનો ઉપચાર થવો પણ મુશ્કેલ થઈ જાય છે. આ ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ ફેરવાઈ શકે છે અને અન્ય શારીરિક સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે.

કાચા કેળામાં પેકટીન અને રેસીસ્ટેન્ટ સ્ટાર્ચ બંને હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિશેષ રૂપે જમ્યા બાદ જો કાચું કેળું ખાવામાં આવે તો આ બ્લડ સુગરને વધતા રોકી શકે છે. કાચા કેળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment