શરૂઆતમાં નહોતી લેવી પડતી રેલ્વે પ્લેટફોર્મ ટીકીટ, કેમ અને કેવી રીતે આવી ચલણમાં… જાણો પ્લેટફોર્મ ટીકીટના આ ખાસ નીતિ નિયમો…

મિત્રો આજના સમયમાં મુસાફરીનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. તેમાંય વળી રેલવેનો પ્રવાસ ખૂબ જ સુગમ અને સરળ હોય છે. જ્યારે પણ આપણે કોઈ આપણા પરિચિતને લેવા કે મૂકવા માટે રેલવે સ્ટેશન એ જઈએ છીએ તો આપણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. તો મિત્રો આજે આપણે આજના લેખમાં પ્લેટફોર્મ ટિકિટ વિશે એકદમ રસપ્રદ વાત કરીશું.

ટિકિટ વગર કે રેલવે પ્લેટફોર્મ ટિકિટ વગર પકડાયેલા મુસાફરોને દંડ ભરવો પડે છે. પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે ભારતમાં ટ્રેનોની શરૂઆતની સાથે જ પ્લેટફોર્મ ટિકિટ લાગુ કરવામાં નથી આવી. તેને ઘણા વર્ષો પછી લાગુ કરવામાં આવી હતી. આમ તો દુનિયામાં સૌથી પહેલા પ્લેટફોર્મ ટિકિટની શરૂઆત જર્મનીથી થઈ હતી. ત્યાં વર્ષ 1893 માં તેને લાગુ કરવામાં આવી હતી. ભારતમાં સૌથી પહેલા પુણે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરવામાં આવી હતી.ભારતીય ટ્રેન ના ડબ્બા પહેલા એકબીજા સાથે જોડાયેલા ન હતા. તેથી એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈ શકાતું ન હતું. આવી સ્થિતિમાં ટિકિટ એક્ઝામિનરને એક ડબ્બામાંથી નીચે ઉતરીને બીજા ડબ્બામાં ટિકિટ ચેક કરવા જવું પડતું હતું. તેના માટે તેમને રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉભા રહેવાની રાહ જોવી પડતી હતી. આ કારણે અનેક વાર ટીટીઇ દરેક મુસાફરોની ટિકિટ ચેક કરી શકતા ન હતા. આ સમસ્યાના સમાધાન માટે સ્ટેશન પર જ મુસાફરોની ટિકિટ તપાસ કરવાની શરૂઆત થઈ.

👉આવી પહોંચી બીજી એક મુશ્કેલી:- રેલ્વે એ પ્લેટફોર્મ પર જ ટિકિટ ચેક કરવાથી બીજી એક નવી મુશ્કેલી ઊભી થઈ. થયું એવું કે રેલવે પ્લેટફોર્મ પર ઘણા બધા લોકો મુસાફરોને લેવા અને મુકવા આવતા હતા. એવામાં ટિકિટ ચેકિંગ દરમિયાન રેલયાત્રીઓને ઓળખવામાં મુશ્કેલી તો થવા જ લાગી સાથે જ એવા લોકો પાસેથી પણ દંડ વસૂલવામાં આવતો હતો જેઓએ ખરેખરમાં મુસાફરી જ કરી ન હતી. આ સમસ્યાના સમાધાન માટે ભારતીય રેલવેએ સૌથી પહેલા પુણે રેલવે સ્ટેશનથી પ્લેટફોર્મ ટિકિટની શરૂઆત કરી. આઝાદી પહેલા આ ખૂબ જ સસ્તી હતી.👉બે જ કલાક માટે વેલીડ:- રેલવે વેબસાઈટ ઇરેલ ડોટ ઈનના પ્રમાણે કોઈપણ વ્યક્તિ ₹10 ની પ્લેટફોર્મ ટિકિટ લઈને આખા દિવસ માટે પ્લેટફોર્મ પર રહી શકે નહીં. પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાના માત્ર બે કલાક સુધી જ વેલીડ રહે છે. એટલે કે તમે એકવાર ટિકિટ ખરીદ્યા બાદ માત્ર બે કલાક સુધી તેનો ઉપયોગ પ્લેટફોર્મ પર આવા જવા માટે કરી શકો છો.

👉પ્લેટફોર્મ ટિકિટ ન હોય તો લાગશે 250 રૂપિયા દંડ:- મુસાફરો પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાનું ભૂલી જાય તો રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછા 250 રૂપિયા દંડના રૂપમાં વસૂલ કરે છે. એટલું જ નહીં, જો પ્લેટફોર્મ ટિકિટ કે મુસાફરીની ટિકિટ વિના પ્લેટફોર્મ પર મુસાફર પકડાય ,જે પ્લેટફોર્મ પર પેસેન્જર પકડાયો છે તે પ્લેટફોર્મ પરથી ગઈ ચૂકેલી અગાઉની ટ્રેન અથવા પ્લેટફોર્મ પર પહોંચેલી ટ્રેનનું બમણું ભાડું આર્થિક દંડ ના રૂપમાં વસૂલવામાં આવે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment