2019 માં શનિના અશુભ પ્રભાવથી મુક્ત થવા માગો છો તો કરો આ નાનકડો ઉપાય. શનિદેવ થઈ જશે રાજી રાજી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

2019 માં શનિના અશુભ પ્રભાવથી મુક્ત થવા માગો છો તો કરો આ ઉપાય.

મિત્રો હમણાં જ 2019 આવી જશે અને  એ સુખદ રીતે વીતે તે માટે કંઈ વિચાર્યું છે ? મિત્રો આપણે આપણું નવું વર્ષ સારી રીતે વિતે તે માટે અનેક ઉપાય કરીએ છીએ. આમ તો શનિના પ્રભાવથી મુક્ત થવા માટે બધા લોકો ઉપાય કરતાં હોય છે. તેથી આજે અમે તમને પણ શનિના પ્રભાવથી મુક્ત થવા માટે એક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ તો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરાય.

 img source

શનિવારના દિવસે સવારના અને સાંજે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. • કાળી ગાયની સેવા પૂજા કરવાથી શનિદેવ પ્રભાવિત થાય છે. કાળી ગાયને રોટલી ખવડાવી, પૂજા કરવી જોઈએ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ.

સૂર્યાસ્ત બાદ હનુમાનની પૂજા કરવી જોઈએ અને આ પૂજામાં સિંદૂર, તેલનો ઉપયોગ જરૂરથી કરવો. શનિવારના દિવસે શનિદેવના દસ નામોના જાપ કરવા જોઈએ.

img source

શનિવારની સવારે અથવા સાંજે રુદ્રાક્ષની માળા લઈ અને સામે શનિદેવની મૂર્તિ લઈ વિધિ સહિત પૂજા કરવાથી શનિનો દુષ્પ્રભાવ ઘટે છે.

સવા સવા કિલો કાળા ચણા 3 કટોરીમાં લઇ તેને પલાળી દો. તેને તૈયાર કરી લો અને ત્યારબાદ સ્નાન કરીને શનિદેવનું પૂજન કરી તે ચણાનો ભોગ ધરીને પેલા સવા કિલો ચણા ભેંસને ખવડાવવા,  બીજા કટોરીમાં રાખેલ ચણા કોઈક રોગીને ખવડાવો અને ત્રીજા ચણા પોતાના માથા પરથી એક વાર ફેરવી ચાર ચોક વચ્ચે સુનસાન જગ્યાએ મૂકી આવો.

img source

કાળા દોરાને  વિછીઘાસના મુળથી અભિમંત્રિત કરાવી હાથમાં પહેરવાથી શનિ સબંધિત મુશ્કેલીઓનું સમાધાન થાય છે અને આપણા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે.

લાલ ચંદનની માળા અભિમંત્રિત કરી પહેરવાથી શનિ દેવનાના દુષ્પ્રભાવથી બચી શકાય છે. • જો તમારે શનિને પ્રભાવિત કરવા હોય તો માંસ અને મદિરાનું સેવન અટકાવવું જોઈએ.

img source

સરસવના તેલનો દીવો સાંજે પીપળાના વૃક્ષ નીચે રાખી મૂકો અને આ દીવો સૂર્યાસ્ત પહેલા મૂકવો અને સાથે જ ત્યાં થોડું દૂધ પણ અર્પિત કરવું. • શનિવારની સાંજે કાળા કોલસા અને એક લોખંડની ખીલીને કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી એક વાર ફેરવી વહેતા પાણીમાં પધરાવી દો અને કોઈ એક શનિદેવના મંદિરમાં જઈ શનિની પૂજા કરવી.

શનિવારની સાંજે વાંદરાઓ અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવો અથવા તો શનિ જયંતિના દિવસે કાળા ચણા લઈને માછલીને ખવડાવો. શનિ જયંતિના દિવસે કાળા ઘોડાની નાળ ધારણ કરવાથી શનિદેવના ખરાબ  પ્રકોપથી દૂર રહી શકાય છે.

img source

શનિયંત્રની સ્થાપના કરી પૂજા કરવી અને દરરોજ વિધિવિધાનની રીતે પૂજા કરવી અને સાથે જ તે યંત્ર સામે  પૂજા કરવી જોઈએ. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપા રહે છે આપણા પર.

જો તમે પણ 2019 માં શનિદેવના દુશ પ્રકોપથી બચવા માગો છો તો આજથી દર શનિવારે આમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો અને શનિના પ્રકોપથી બચી શકાય છે. તો મિત્રો આ રીતે આ ઉપાયો કરવાથી આખું વર્ષ શનિ દેવાના પ્રકોપથી તો બચી શકાય છે પરંતુ તેની સાથે આપણે શનિદેવની કૃપા પર મેળવી શકીએ છીએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment