તમારા બાળકને નાનપણથી જ ખવડાવો આ વસ્તુ, આજીવન નહિ થાય લોહીની કમી પાચનતંત્રથી લઈ મગજ અને હાડકા પણ બનાવશે સ્ટ્રોંગ..

મિત્રો તમે એ તો જાણતા હશો કે દુધની અંદર કેલ્શિયમ, વિટામીન ડી તેમજ ઘણા પોષક તત્વો રહેલા છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ ઉપયોગી છે. આથી દરેક લોકો પોતાના ખોરાકમાં એક વખત તો દૂધ પીવું જ જોઈએ. દિવસ દરમિયાન જો તમે સવારે દૂધ પીવો છો તો તમારા શરીરને આખા દિવસ દરમિયાન જોઈતી એનર્જી મળી રહે છે. આ સાથે જો તમે બદામ ખાવ છો તે પણ આરોગ્ય દાયક છે. તેમજ ખજૂર પણ તમારા શરીરને તંદુરસ્ત રાખે છે. તેમજ જો તમે બદામ અને ખજૂર મિક્સ કરીને તે ફૂડનું સેવન કરો છો તો તમને ઘણો ફાયદો થશે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે  આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ખજૂર અને બદામ બે એવા ખાદ્ય પદાર્થ છે જે મગજ, હાડકાઓ અને અમૂમન શરીરનેના દરેક અંગને ફાયદો આપે છે. આથી આજે અમે તમને બદામ અને ખજૂરને મિક્સ કરીને બનાવવમાં આવતું ફૂડની રેસીપી વિશે જણાવીશું.6 મહિના પછી બાળકને મજબુત આહાર ખવડાવવાનું શરૂ કરવામાં આવે છે અને આ સમયે બાળકના યોગ્ય વિકાસ, મગજને તેજ કરવા અને ઘણા પ્રકારના લાભ માટે પોષક  તત્વોથી ભરપુર વસ્તુઓથી બેબી ફૂડ બનાવવામાં આવે છે. ખજૂર ખુબ જ હેલ્દી હોય છે આથી ખજૂરથી પણ ઘણા બેબી ફૂડ બનાવી શકાય છે. જો તમારા બાળકને મજબુત આહાર આપવાનું શરૂ કરવું છે તો તેને તમે અહીં બતાવેલ ખજૂર બેબી ફૂડ બનાવીને આપી શકો છો.

કેવી રીતે બનાવવું ખજૂર બેબી ફૂડ : આ રેસિપી માટે  તમારે ચાર ખજૂર, અડધો કપ પાણી, ત્રણ બદામ, અને બે ચમચી બ્રાઉન રાઈસની જરૂર પડશે. તેને બનાવવાની રીતમાં પહેલા તો ખજૂરમાંમાંથી તેના ઠળિયા કાઢી લો અને ખજૂરને પાણીમાં પલાળી દો. ખજૂરને પાણીમાં 4 થી 6 કલાક પલાળી રાખો. બદામને ધોઈને સાફ પાણીમાં આખી રાત અથવા ઓછામાં ઓછા 6 કલાક માટે પલાળીને રાખો.ત્યાર બાદ તમારે બ્રાઉન રાઈસ પણ આખી રાત પલાળીને રાખવાના છે. હવે બદામની છાલ કાઢી નાખો અને તેને પીસી નાખો. આ મિશ્રણમાં ખજૂરને પાણીની સાથે નાખી દો અને બદામ નાખ્યા પછી બ્રાઉન રાઈસ નાખો. તેને સારી રીતે પીસી નાખો અને પછી એક વાસણમાં ગરમ કરી લો. આ વાસણમાં મિશ્રણ નાખો અને તેને ધીમા તાપે 5 થી 6 મિનીટ સુધી ચડવા દો. થોડું જાડું થઈ ગયા પછી ગેસ બંધ કરી દો અને પછી બાળકને આપો.બાળક માટે ખજૂરના ફાયદાઓ : ખજૂરમાં પોટેશિયમ હોય છે. જે બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. તેનાથી બાળકના કોગ્નિટિવ વિકાસને પણ વધારી શકાય છે. બાળકોમાં લોહીની કમી અથવા હિમોગ્લોબીન લેવલથી બચાવવામાં પણ મદદ કરે છે. ખજૂરમાં ઉચ્ચ માત્રા આર્યન હોય છે. જેનાથી બાળકનું શરીરના લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબીન કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. તેનાથી બાળકના વાળનો ગ્રોથ પણ વધે છે સ્કીનને પણ પોષણ મળે છે. બાળકોમાં કબજિયાત થવું એક સામાન્ય સમસ્યા છે જેને ખજૂર દુર કરે છે. ખજૂરમાં પ્રચુર માત્રામાં ડાયટરી ફાઈબર રહેલ હોય છે જે કબજિયાતની ફરિયાદ દુર કરે છે.

બાળક માટે બદામના ફાયદાઓ : બદામમાં એવા પોષક તત્વ હોય છે જે બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. તેમાં રિબોફ્લેવિન અને એલ-કાર્નીટીન હોય છે જે બ્રેઈનની એક્ટીવીટીને ઉત્તેજિત કરે છે. તેનાથી બાળકનું મગજ પણ તેજ થાય છે.બદામ એન્ટીઓક્સીડેંટની જેમ કામ કરે છે અને તેની એલ્કલાઈન પ્રકૃતિ શરીરને વિષાક્ત પદાર્થોથી છુટકારો આપે છે અને બાળકની ઇમ્યુનિટીને વધારે છે. બદામથી શરીરને ફોસ્ફરસ પણ મળે છે. જેનાથી બાળકના હાડકાઓ અને દાંત સ્વસ્થ રહે છે. બદામના ઔષધીય ગુણ બાળકના હાડકાઓ મજબુત બનાવે છે. બદામમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતથી બચાવે છે અને પાચનતંત્રને મજબુત બનાવવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment