જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને (Pan Card) ને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું હોય તો આજે જ કરાવી લેજો, કેમ કે હવે માત્ર તમારી પાસે 1 દિવસનો જ સમય છે. ઇન્કમટેક્સ વિભાગે (Income Tax Department) પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડ લાઈન 31 માર્ચ 2021 સુધીની નક્કી કરી હતી. આ સમય બાદ પણ જો તમે પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો 1 હજાર રૂપિયા દંડ આપવો પડી શકે છે. તેની સાથે જ પાન કાર્ડ પણ ડિટેક્ટ એટલે કે નિષ્ક્રિય થઈ જશે.
પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક ન કરવા પર હજાર રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. આ દંડ આવકવેરાના કાયદા,1961 માં ઉમેરવામાં આવેલ કલમ 234H ની હેઠળ આપવામાં આવ્યો છે. સરકારે લોકસભામાં થી પસાર કરેલા ફાઇનાન્સ બિલ 2021 દ્વારા 23 માર્ચે આ કર્યું છે. આ જોગવાઈ હેઠળ સરકાર આધાર અને પાનકાર્ડ લિંક ન કરવા બદલ દંડની રકમ નક્કી કરશે. જે 1000 રૂપિયાથી વધારે નહીં હોય.વેબસાઈટ દ્વારા કેવી રીતે કરી શકો લિંક ? : સૌથી પહેલા તો ઇન્કમટેક્સની વેબસાઈટ પર જાવ, આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો, આધાર કાર્ડમાં માત્ર જન્મની સાલ મેન્શન થાય એટલે સ્ક્વેર ટીક કરો, હવે કેપ્ચા કોડ એન્ટર કરો, હવે Link Aadhaar બટન પર ક્લિક કરો, ત્યાં ક્લિક કરશો એટલે તમારું પાન કાર આધાર સાથે લિંક થઈ જશે.
SMS મોકલીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો ઉપાય : તેના માટે તમારે તમારા ફોન પર ટાઈપ કરવાનું રહેશે – UIDPAN ત્યાર બાદ 12 અંકો વાળો આધાર કાર્ડ નંબર લાખો અને પછી 10 અંકો વાળો પાન કાર્ડ નંબર લખો. હવે સ્ટેપ 1 માં બતાવવામાં આવેલ મેસેજ 567678 પર અથવા 56161 પર મોકલી આપો.નિષ્ક્રિય પાન કાર્ડને કેવી રીતે ઓપરેટિવ કરવું : તમને જણાવી દઈએ કે પાન કાર્ડને ઓપરેટિવ કરી શકાય છે.. તેના માટે તમારે એક SMS કરવો પડશે. તમારે મેસેજ બોક્સમાં જઈને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 12 અંકો વાળો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો પછી સ્પેસ આપીને 10 અંકો વાળો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને 567678 અથવા 56161 નંબર પર SMS કરવાનો રહેશે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી