સાંધાનો દુઃખાવો હોય તો ખાવા લાગો આ 7 વસ્તુ, દવા કે ઓપરેશન વગર જ થઈ જશે ગાયબ…

સાંધાનો દુઃખાવો આજે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. સાંધાના દુઃખાવાને દૂર કરવા માટે તમારે ફળોનું સેવન કરવું જોઈએ. ફળોમાં કેટલાક વિટામિન હોય છે જે સાંધાના દુઃખાવામાં મદદરૂપ થાય છે. તેમજ લીલા શાકભાજી, કઠોળ, વિવિધ પ્રકારની દાળ, ડુંગળી વગેરેમાં એન્ઝાઇમ હોય છે જે સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે. આ સિવાય માછલીમાં ઓમેગા -3 ફેટીનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે. તો ચાલો આ વિશે વિશેષ માહિતી જાણી લઈએ.

વધતી જતી ઉંમર સાથે ગોઠણની પીડા થવી સામાન્ય છે, પરંતુ આજકાલ તો દરેક ઉંમરના લોકોમાં આ પીડા જોવા મળી રહી છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં કામના વધતા દબાણને કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરે છે, તો કેટલાક એવા પણ છે જે આળસને કારણે ચાલવા જતા નથી.

આવી સ્થિતિમાં, ગોઠણની પીડા ગંભીર સમસ્યાનું સ્વરૂપ લે છે. તેથી જ દરરોજ ચાલવા જવું જરૂરી છે. આ સિવાય અમે તમને ખાવાની વસ્તુઓની એવી સૂચિ આપી રહ્યા છીએ કે જેને તમે તમારા આહારમાં શામેલ કરીને તમારા ગોઠણને મજબૂત બનાવી શકો છો.સુકામેવા : નટ્સ(ડ્રાયફ્રુટ/સુકામેવા) અને સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે. આ એસિડ બહુ અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે પણ ઓળખાય છે. તે મગજને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. અને ગોઠણ અને સાંધાનાં દુઃખાવા થવાનો ભય નથી રહેતો અને દુઃખાવો હોય તો રાહત પણ થાય છે.

માછલી : માછલી એ ઓમેગા -3 ફેટીનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમારા આહારમાં સાર્ડીન , ટ્યૂના, સાલ્મન માછલીનો સમાવેશ તમારા ડાયટમાં કરવાથી ગોઠણને કુદરતી રીતે આરોગ્યપ્રદ બનાવી શકો છો. અને સાંધાને લગતી સમસ્યાઓ નથી થતી.લીલા શાકભાજી : લીલા શાકભાજીમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. ખાસ કરીને, ફૂલકોબી અને બ્રોકલી જે ફક્ત ગોઠણને જ નહીં, પરંતુ તમારા બાકીના શરીર માટે પણ સારું છે. તેમાં એવું ચોક્કસ એન્ઝાઇમ અવરોધિત કરવાની ક્ષમતા છે જે તમારા સાંધામાં સોજાનું કારણ બનતું હોય છે.

ફળો : ફલોમાં વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડેન્ટ પુષ્કળ પ્રમાણમાં મળે છે. બ્લુબેરી અને સફરજન જેવા કેટલાક ફળો શરીરમાં બળતરા ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. અનાનસમાં બ્રોમેલેઇન હોય છે. તે અસ્થિવાને કારણે થતો સાંધાનો દુઃખાવો ઘટાડવામાં મદદગાર છે.દાળ અને કઠોળ : દાળ અને કઠોળમાં વિટામિન, ખનિજો, ફાઇબર, પ્રોટીન અને પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. રોજ તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દાળ, ચણા, કાળા કઠોળ અને સોયાબીન વગેરેમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફલેવોનોઇડ્સ હોય છે જે સાંધાઓને મજબૂત કરીને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

ઓલિવ ઓઈલ : નિષ્ણાંતોના મતે ઘરે રોજ ઉપયોગમાં લેવામાં આવતા શુદ્ધ તેલ અથવા સરસવનું તેલ શરીરમાં બળતરા પેદા કરી શકે છે. તમે તેના બદલે ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. વિશેષ વર્જિન તેલમાં તંદુરસ્ત અસંતૃપ્ત ચરબી હોય છે. તેનો ઉપયોગ સલાડમાં નાખીને પણ કરી શકાય છે.લસણ, આદુ અને હળદર : લસણ, આદુ અને હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે સંધિવા અને અન્ય સાંધાના દુઃખાવાના લક્ષણોની સારવાર કરવામાં મદદ કરે છે. આ સિવાય ડુંગળીનું સેવન કરવાથી પણ સાંધાના દુઃખાવામાં રાહત થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment