સચિન તેંડુલકરે કરાવી આ છોકરી પાસે કરાવી દાઢી… જાણો શા માટે આ દાઢી કરાવી ? તે જાણીને દંગ રહી જશો.

સચિન તેંડુલકરે કરાવી આ છોકરી પાસે કરાવી દાઢી… જાણો શા માટે આ દાઢી કરાવી ? તે જાણીને દંગ રહી જશો.

મિત્રો આજે અમે તમને એક સત્ય ઘટના વિશે જણાવશું. જેના હોંસલા સામે બોલીવુડના સિતારા અને મોટા ક્રિકેટરો પણ સલામ કરી રહ્યા છે. આપણા સમાજમાં ઘણી બધી એવી બાબતો હજુ રૂઢીવાદી છે. જેને કાઢવા માટે ઘણા લોકોએ ક્રાંતિ લાવી છે. આજે આ લેખમાં અમે તમને એવી જ બે બહેનો વિશે જણાવશું. જેણે સાબિત કરી બતાવ્યું કે આ દેશની દીકરીઓ પણ દીકરા કરતા કમ નથી હોતી. કેમ કે આજના આધુનિકતા વાળા સમયમાં પણ લોકો લગ્ન બાદ પહેલા સંતાન તરીકે દીકરો જ ઈચ્છતા હોય છે અને લોકોનું એવું કહેવું છે કે દીકરો હોય તો થોડો મોટો થઈને સહારો બને. પરંતુ આજે અમે બે બહેનો વિશે તમને જણાવશું તેણે દીકરાઓ પણ ના કરી શકે એ કરી બતાવ્યું.

જે આપણા સમાજમાં જે લોકો દીકરાને પહેલું પ્રાધાન્ય આપતા હોય અને દીકરાને જ પોતાનો સહારો માનતા હોય તેને લખનૌની બે બહેનોએ કરારો જવાબ આપ્યો છે. મિત્રો નેહા અને જ્યોતિ એ પોતાના જ પિતાનો વ્યવસાય સંભાળીને એવું સાબિત કરી બતાવ્યું કે દીકરી કોઈ પણ કામ કરી શકે છે. મિત્રો આ વ્યવસાય છોકરીઓ માટે ખુબ જ મુશ્કેલી ભર્યો રહે છે. કારણ કે તેમણે જે કામ સંભાળ્યું છે તે કામ પર આજ સુધી પુરુષોનો જ એકાધિકાર જોવા મળ્યો છે. તો જાણો આ લેખમાં નેહા અને જ્યોતિની અદ્દભુત વાત કે જેના ક્રિક્રેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ પ્રેરિત થયા હતા.

નેહા અને જ્યોતિના પિતા વાણંદનું કાર્ય કરતા હતા અને તેની એક નાની એવી દુકાન છે, જેમાં તેના પિતા દાઢી અને વાળ કપાવવાનું કાર્ય કરતા હતા. પરંતુ એક દિવસ નેહા અને જ્યોતિના પરિવાર પર અચાનક જ મુસીબતનો ઓથાર આવી ગયો. નેહાના પિતા ધ્રુવ નારાયણને પેરેલિસિસનો આંચકો આવી ગયો. તેના પિતા માટે કામ કરવાની વાત તો બહુ દુર હતી, પરંતુ ચાલી પણ શકે તેવી પરિસ્થિતિમાં ન હતા. તેવામાં પિતાના ઈલાજ માટે અને ઘરના ખર્ચ માટે આર્થિક સ્થિતિ એટલી બધી મજબુત ન હતી. દિવસે દિવસે આર્થિક તંગી વધવા લાગી. નેહા અને જ્યોતિ પાંચ બહેનો છે અને ઉપરથી તેના પિતાનો વ્યવસાય પણ બીમારીના કારણે ભાંગી પડ્યો અને ઉપરથી ઘરના અન્ય ખર્ચાઓ પણ રોજ આવતા રહેતા હતા. આ બધી જ પરિસ્થિતિ સામે લડતા લડતા પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે નેહાના પરિવારને જીવન જીવવું ખુબ જ મુશ્કેલ થઇ ગયું હતું..

પરંતુ નેહા અને જ્યોતિથી પોતાના આર્થિક સ્થિતિ સામે લડવા માટે કંઈક અલગ હિંમત જાગી અને આખરે વર્ષ 2014 માં નેહા અને જ્યોતિએ પોતાના પિતાની વાણંદની દુકાન સંભાળી લીધી. તમને જણાવી દઈએ કે ત્યારે નેહાની ઉંમર માત્ર 11 વર્ષ અને જ્યોતિની ઉંમર માત્ર 13 વર્ષની હતી. મિત્રો 12 અને 14 વર્ષની ઉંમરે તો આપણે માત્ર અભ્યાસ કરતા અને રમતા, પરંતુ નેહા અને જ્યોતિએ આ ઉંમરે પોતાના ઘરને ચલાવવા માટે એક એવું કદમ ઉઠાવ્યું હતું જે ખરેખર હિંમતને પાત્ર હતું.

નેહા અને જ્યોતિ બંને પિતાજીના વ્યવસાયમાં આવવા માંગતી ન હતી. પરંતુ આ પગલું તેણે પોતાના ઘરને ચલાવવા માટે ઉઠાવવું પડ્યું અને પોતાના પિતાના વ્યવસાયને સંભાળવો પડ્યો. કેમ કે નેહા અને જ્યોતિ સિવાય પણ તેની બીજી ત્રણ બહેનો હતી અને તેને કોઈ ભાઈ ન હતો. જેના કારણે આર્થિક મુસીબતને રોકવા માટે આ બંને બહેનોએ પોતાના પિતાના વ્યવસાયને સંભાળી લીધો. નેહા અને જ્યોતિને આ કામ કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હતી. કેમ કે લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે છોકરીઓ પાસે દાઢી વાળ ન કરવાય. સમાજના લોકોમાં ખુબ જ વાતો થતી અને મ્હેણાં પણ સાંભળવા મળતા હતા. નેહા અને જ્યોતિને અવારનવાર સંભળાવીને જતા રહેતા.

ત્યાર બાદ આ બંને બહેનોએ છોકરા જેવા કપડા પહેરવાનું ચાલુ કર્યું. જેથી લોકો તેનો મજાક ન ઉડાવે. બંને બહેનોએ હંમેશા છોકરાઓની જેમ દુકાન સંભાળવાનું શરૂ કર્યું, ધીમે ધીમે લોકોના વિચારો બદલાવા લાગ્યા અને લોકો નેહા અને જ્યોતિની દુકાને વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે આવવા લાગ્યા. બંને બહેનોએ પોતાની દુકાનનું નામ “નેહા જ્યોતિ પાર્લર” રાખ્યું. ધીમે ધીમે  નેહા અને જ્યોતિની આવકમાં પણ વધારો થવા લાગ્યો. આજે નેહા અને જ્યોતિ રોજના ઘણા પૈસા કમાઈ લે છે અને તેના ઘરની આર્થિક સ્થિતિ પણ હવે કંટ્રોલ થવા લાગી છે.

પરંતુ મિત્રો નેહા અને જ્યોતિની કહાની જ્યારે બોલીવુડ અને ક્રિકેટ જગતના સિતારાઓ સુધી પહોંચી ત્યારે આ બંને બહેનો પોતાના કાર્ય અને હોંસલા અને હિંમત માટે આખી દુનિયામાં છવાઈ ગઈ. ભૂમિ પેડનેકર, ફરહાન ખાન સહીત ઘણા બોલીવુડ સિતારાઓએ બંને બહેનોના વિડીયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો. એટલું જ નહિ ક્રિકેટના ભગવાન ગાણાતા સચિન તેંડુલકર તો બંને બહેનોથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને નેહા અને જ્યોતિના ગામ સુધી પહોંચી ગયા હતા. ત્યાં જઈને તમણે પોતાની દાઢી પણ કરાવી હતી.

ત્યાર બાદ સચિન તેંડુલકરે બંને બહેનોનો ફોટો શેર કરતા લખ્યું છે કે “આવું પહેલી વાર બન્યું છે કે મેં કોઈ અન્ય વ્યક્તિ પાસે દાઢી કરાવી હોય, અને આ રેકોર્ડ બંને બેહેનોએ તોડ્યો છે.” સચિન તેંડુલકર ઉપરાંત અન્ય બોલીવુડ સિતારાઓએ પણ બંને બહેનો પાસે પોતાની દાઢી કરાવી છે. નેહા અને જ્યોતિના માતા લીલાવતી અને પિતા ધ્રુવ નારાયણને પોતાની દીકરીઓ પર આજે ખુબ જ ગર્વ કરે છે અને ભગવાનનો આભાર માને છે કે તેમના ઘરે દીકરીઓ છે.

મિત્રો તમે પણ આ બંને બહેનોના કામ અને તેની હિંમતથી પ્રેરિત થયા હોવ તોકોમેન્ટમાં ગ્રેટ જોબ લખજો.. (Great  Job)

2 thoughts on “સચિન તેંડુલકરે કરાવી આ છોકરી પાસે કરાવી દાઢી… જાણો શા માટે આ દાઢી કરાવી ? તે જાણીને દંગ રહી જશો.”

Leave a Comment