ઘરમાં રહેલો તુલસીનો છોડ વારંવાર સુકાય જતો હોય તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ, 1 મહિનામાં થઈ જશે ફરી લીલોછમ…

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે આયુર્વેદમાં તુલસીના છોડને એક ઔષધીના રૂપમાં બતાવવામાં આવ્યું છે. તુલસીના છોડના અનેક ફાયદાઓ પણ છે. તેથી જ, તુલસીને લોકો આસ્થા અને ધર્મની સાથે માને છે, તો કોઈ સ્વાસ્થ્ય માટે તુલસીનો ઉપયોગ કરે છે. અને આ જ કારણ છે કે તુલસીનો છોડ લગભગ દરેક ઘરોમાં જોવા મળે છે.

તુલસીને લઈને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તે જલ્દી સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ કરમાઈ ગયો છે અથવા તેના પાંદડા વધારે ખરી રહ્યા છે, તો આંજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવશું. જેને અપનાવીને તમે પણ તુલસીના છોડને ફરી ભરચક કરી શકો છો. તો ચાલો તેના વિશે વધુ જાણી લઈએ.

નિષ્ણાંતના કહ્યા અનુસાર, ઘણા લોકો એવું અનુમાન લગાવે છે કે, તુલસીનો છોડ ગરમી લાગવાના કારણે સુકાઈ જાય છે, તો કોઈ એવું વિચારે છે કે, શિયાળામાં જાકળ લાગવાના કારણે તે બગડી જાય છે. પરંતુ વરસાદની ઋતુમાં પણ ઘણા લોકોનો તુલસીનો છોડ કરમાઈ જાય છે. તો તેમના બધા જ અનુમાનો ખોટા પડે છે.

આવું એટલા માટે કે તુલસીના છોડને વધારે પાણીની જરૂર નથી પડતી. એક તરફ એવું પણ કહેવામા આવે છે કે, તુલસીના છોડની વધારે દેખરેખ કરવાની પણ જરૂર પડતી નથી. કારણ કે આ એક ટોપીકલ પ્લાન્ટ છે, તેથી તુલસીનો છોડ ઓછું પાણી, ઓછો તડકો અને ઓછી હવામાં પણ ખીલી શકે છે. પરંતુ જો તે સુકાઈ રહ્યો છે, તો થોડા ઉપાય કરીને તેને ફરીવાર ભરચક બનાવી શકાય છે.

સૂકા તુલસીને લીમડો બચાવી શકે છે : જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ પૂરી રીતે સુકાઈ ગયો છે અને તમે ચાહો છો કે, તે ફરીવાર ભરચક થઈ જાય, તો તેનો એક સારો ઉપાય જણાવતા આ વિશે નિષ્ણાંત કહે છે કે, દર મહિને જો લીમડાના પાંદડાને સૂકવીને, જો તેનો પાવડર તુલસીના છોડમાં નાખવામાં આવે તો, છોડમાં નવા પાંદડા પણ આવવા લાગશે અને છોડ સુકાશે પણ નહિ. તેની રીત એવી છે કે, તમારે લીમડાના પાંદડાનો પાવડર છોડની માટીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આવું કરવાથી તુલસીના છોડને ઘણા ફાયદાઓ થશે.

ઓક્સિજન : વરસાદની ઋતુમાં જ્યારે તુલસીના છોડમાં વધારે પાણી ભેગું થઈ જાય છે, ત્યારે પાંદડા ખરવા લાગે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે છોડને જરૂર કરતાં વધારે મોઇશ્ચર મળી જાય છે. તેવામાં છોડના મૂળ શ્વાસ લઈ શકતી નથી અને એવી સ્થિતિ થઈ જાય છે કે, ધીરે-ધીરે છોડ સુકાવા લાગે છે.

આ વિશે નિષ્ણાંત આ સ્થિતિ માટે પણ એક સરળ ટિપ્સ જણાવે છે. તે કહે છે કે, છોડથી 15 સેમી દૂર જમીનને 20 સેમીની ઊંડાઈ સુધી ખોદવી, તમે જોશો કે જમીન ભેજવાળી કે નરમ હોય છે. જો એમ હોય તો, તેને સૂકી માટી અને રેતીથી ભરો. આ છોડના મૂળને ફરી શ્વાસ લેવામાં મદદ કરે છે.

વધારે નમી હોવાના કારણે તુલસીના છોડમાં ફંગલ ઇન્ફેકશન થઈ જાય છે, તો આ સમસ્યાને દૂર કરવી પણ જરૂરી છે.  તમને લીમડાનો પાવડર બજારમાંથી સરળતાથી મળી જશે. તેને લીમડાના બીજ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે 15 ગ્રામ પાવડરને ધૂળમાં મિક્સ કરી દો, તો ફંગલ ઇન્ફેકશન દૂર થઈ જશે.

જો તમારા પાસે લીમડાનો પાવડર નથી તો તમે ઘર પર જ લીમડાના પાંદડાને ઉકાળી લો. જ્યારે પાણીમાં લીલાશ આવી જાય એટલે તેને એક બોટલની અંદર ભરી લો. હવે તમે દર 15 દિવસે આ પાણીને થોડી માટી ખોદીને પાણીને 2 ચમચી જેટલું તેમાં નાખી દો.

તુલસીનો છોડ અને ધર્મ : નિષ્ણાંત કહે છે કે, તુલસીના છોડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, તેથી જ જો તમે આ તુલસીના છોડની પુજા કરો છો, જરૂરથી કરવી જોઈ. પરંતુ કોશિશ કરો કે દરરોજ તુલસીના પાંદડાને ન તોડો, દીવો અને અગરબતી કરો છો, તો પાંદડાથી તેને દૂર રાખો. ખરેખર, ધુમાડો અને તેલથી પણ તુલસીના છોડને નુકશાન પહોંચે છે.

પુનજીવિત થવામાં કેટલો સમય થાય છે ? : જો તમે ઉપર બતાવેલ ટિપ્સને ફોલો કરો છો તો મહિનામાં જ સુકાઈ ગયેલ તુલસીમાં નવા પાંદડા આવવા લાગશે. જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ ગયો છે, તો તમે પણ નિષ્ણાંત દ્વારા બતાવેલ ટિપ્સને અનુસરો. આમ તમે ઘરમાં રહેલ તુલસીના છોડને ફરીથી લીલો કરી શકો છો અને તુલસીના છોડમાં એક નવા પ્રાણ ઉમેરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment