શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

મિત્રો આપણે જાણીએ છીએ કે સમસ્યાઓ આપણને કહીને નથી આવતી. તો એવી રીતે તમે વિચારો કે તમે કાર ચલાવી રહ્યા છો અને તમને ખબર પડે કે બ્રેક ફેલ થઈ ગઈ છે, હવે શું થશે ? ઘણા લોકો આવી પરિસ્થિતિમાં પડે તો ખુબ જ ગભરાય જાય છે અને ગંભીર દુર્ઘટનાનો શિકાર બને છે. પરંતુ એવા સમયે થોડી સાવધાની અને સમજદારીથી કામ લેવામાં આવે તો ગંભીર હાદસાનો ખતરો ટળી જાય છે. ખાસ તો એવા સમયે ગભરાયા વગર સંયમથી કામ લેવું જોઈએ.

ચાલતી કારમાં બ્રેક ફેલ થાય તો કાર ચાલક માટે એ જીવલેણ જ સાબિત થાય છે, સાથે જ સડક પર ચાલી રહેલા અન્ય લોકો અને વાહનોને પણ ખતરામાં નાખી શકે છે. પરંતુ જો તમારી સાથે પણ એવું થાય તો તમે શું કરો ? તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે આવી પરિસ્થિતિમાં કેવા પ્રકારના નિર્ણય અને પગલા લેવા જોઈએ. જેના કારણે કાર ચાલક અને મુસાફરોનો સમસ્ય બચી જાય. તો જાણો કારની બ્રેક ફેલ થાય તો કેવી ટિપ્સ અજમાવવી જોઈએ, જેનાથી આપણો જીવ બચી જાય અને કાર પણ ઉભી રહી જાય.

જાણો બ્રેક ફેલ થવાના કારણો : 1 ) કારની બ્રેક ફેલ થવાનું પહેલું મોટું કારણ છે કે કારની રેગ્યુલર સર્વિસ ન થવી. ઘણા લોકો કારની સર્વિસ સમય પર નથી કરાવતા, જેના કારણે ઘણા પાર્ટ્સ ખરાબ થવા લાગે છે. લાંબો સમય કાર ચલાવ્યા બાદ કારને બ્રેક પૈડ ઘસાઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે બ્રેક પૈડ સમયે બદલી નાખવા જોઈએ. પરંતુ જો તમે સમયે સમયે સર્વિસ કરાવતા હો તો આ ખામીઓ સામે આવી જાય છે અને મોટી દુર્ઘટના ટળી જાય છે.

2 ) ઘણી વાર કારની બ્રેક ફ્લુઈડ લીક થવાના અથવા ઓછું થવાના કારણે જરૂર પ્રમાણેનું પ્રેશર નથી બનતું, અને તેના કારણે બ્રેક નથી લાગતી. આવી સ્થિતિમાં પણ બ્રેક ફેલ થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે લોંગ ડ્રાઈવ પર નીકળતા પહેલા બ્રેક ફ્લુઈડ લેવલની તપાસ જરૂર કરો. ઘણી વાર બ્રેક ફ્લુઈડ કોઈ ગડબડીના કારણે લીક પણ થઈ જાય છે. પરંતુ હંમેશા કંપનીના ઓરિજિનલ બ્રેક ફ્લુઈડનો જ ઉપયોગ કરો.

3 ) ઘણી વાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું હોવાના કારણે કાર નીચે ટકરાય કે ઘસાવાને કારણે બ્રેક લાઈનને નુકશાન પહોંચે છે. જેની જાણ આપણને તરત નથી થતી. અને એવા સમયે કારની બ્રેક કોઈ પણ સમયે અચાનક જ આપણને મુશ્કેલીમાં નાખી શકે છે.  જો કારમાં બ્રેક ઓછી લાગે તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવી જોઈએ. સર્વિસ સેન્ટરમાં લઈ જઈને તેની તપાસ કરાવી લેવી જોઈએ.

4 ) ડેશબોર્ડ પર મળતા વોર્નિંગ સંકેતોને પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. એવું કોઈ નિશાન આવે તો પણ કંપનીની હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરો અથવા તો સર્વિસ સેન્ટરમાં લઈ જાવ અને ચેક કરાવો.

અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું ? : 1 ) જો તમને જાણ થાય કે બ્રેક ફેલ થઈ ગઈ છે, તો એન્જિનને બંધ કરવાની ભૂલ ક્યારેય ન કરો. તેમજ કારને ક્યારેય રિવર્સ ગેરમાં પણ ન નાખો. આવું કરવાથી કાર સડક પર જ સ્કીડ કરી શકે છે.

2 ) અચાનક બ્રેક ફેલ થાય તો કારના હેડ લાઈટને ઓન કરી દો અને હોર્નને સતત વગાડો, કેમ કે તેનાથી તમારી આસપાસ રહેલા લોકોને જાણ થાય અને સંકેત મળે કે કારમાં કંઈક ગડબડ થઇ છે, જેનાથી આસપાસના લોકો સાવધાન થઈ જાય.

3 ) કારને ટ્રાફિકથી અલગ લઈ જવા માટેની કોશિશ કરો. તેની સાથે જ ઈન્ડીકેટર શરુ કરીને કારને રોડની એક સાઈડમાં ઉભી રાખવાની કોશિશ કરો. 

4 ) કારની બ્રેક રોડ પર અચાનક જ ફેલ થાય ત્યારે પહેલા તો શાંતિ દિમાગે કામ લેવાનું. પછી લિવર પરથી પગ લઈ લેવાનો અને ગાડીને ધીમે ધીમે રોડની એક સાઈડ લઇ જવાની. લિવર પરથી પગ લઇ લીધા બાદ કાર સ્પિડ પ્રમાણે ચાલે છે, પરંતુ થોડી ચાલ્યા બાદ ધીમી પડવા લાગે છે અને પછી ઉભી રહી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment