મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

મિત્રો આપણે બધા અત્યારે જાણીએ છીએ કે ગરમીની પ્રકોપ ખુબ જ વધી રહ્યો છે. ઉનાળાની ભરપુર ઋતુ ચાલી રહી છે ત્યારે લગભગ લોકોને ઠંડક વધુ પસંદ હોય છે. જેના કારણે મોટાભાગે લોકો ઘરમાં AC લગાવી દેતા હોય છે, પરંતુ દરેક લોકો આ મોંઘવારીમાં AC લગાવી ન શકે. માટે આજે અમે તમને AC જેવી ઠંડક આપે એવા કુલર વિશે જણાવશું, જેની કિંમત 5 હજાર કરતા પણ ઓછી છે. તો AC નો ખર્ચ કરવા કરતા જાણી લઈએ સસ્તા અને સારા કુલર વિશે.

આપણે ઘણીવાર કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો તેમાં વધુ ઓપ્શન મળે તો આપણે કન્ફયુઝનમાં આવી જઈએ છીએ. તો એવી જ રીતે કુલર પસંદ કરવામાં પણ આવી જ સમસ્યા થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, કુલરની કિંમત વધુ ન હોવી જોઈએ અને ઠંડક પણ જબરદસ્ત આપવું જોઈએ. તો આજે અમે તમને એવા જ 6 કુલર વિશે જણાવશું, ઓછા બજેટમાં આપશે જબરદસ્ત કામ. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં કુલર લેવા જોઈએ.

Crompton Ginie Neo 10 L  પર્સનલ એર કુલર : મિત્રો આ કુલર માત્રને માત્ર 3999 રૂપિયામાં જ મળી જાય છે. આ કુલર તમે એમેઝોન પરથી ઓર્ડર કરીને મંગાવી શકો છો. આ કુલરમાં 10 લિટરની ટાંકી છે. તમને જાણીને એ વાતનો પણ આનંદ થશે કે આ કુલરને 5 સ્ટાર રેટિંગ છે જેના કારણે વીજળીનું બીલ ખુબ જ ઓછું આવે છે. સાથે જ તે 35 ફૂટ દુર સુધી હવા ફેંકવાની તાકાત ધરાવે છે.

Sansui Zephyr 37 L પર્સનલ એર કૂલર : આ કુલર માટે તમે ફ્લિપકાર્ટ માંથી ઓર્ડર આપી શકો છો. જેની કિંમત 4,499 રૂપિયા છે. આ એર કુલરમાં 37 લિટરની ટાંકી આવે છે. તેમજ આ કુલર 28 ફૂટ સુધી હવા ફેંકી શકે એવી ક્ષમતા ધરાવે છે. પરંતુ આ કુલરની ખાસ વાત એ છે કે, તેમાં ડસ્ટ ફિલ્ટર આવે છે.

Candes Elegant-12 12 L રૂમ એર કુલર : મિત્રો આ એર કુલર તમને 3,049 રૂપિયામાં મળી રહે છે. જેને તમે ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. જેમાં 12 લિટરની ટાંકી ઉપલબ્ધ છે. અને હવા ફેંકવાની ક્ષમતા 10 સુધીની છે. પરંતુ આ એર કુલરમાં ડસ્ટ ફિલ્ટરની સાથે સાથે આઈસ ચેમ્બર પણ આવે છે. જે ઠંડક આપવામાં જબરદસ્ત કામ આપે છે.

Yeti Cube 40 L Tower Air Cooler : ફ્લિપકાર્ટ પર આ એર કુલર 4,099 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે. આ કુલરમાં ટાંકીની ક્ષમતા 40 લિટર આપવામાં આવી છે, જેના તળિયા પર 4 વ્હીલ્સ પણ આપવામાં આવે છે. જેના કારણે તને ગમે ત્યાં આસાની હેરફેર કરી શકાય છે. આ એર કુલરમાં હનીકોમ્બ કુલિંગ પેડ આવે છે અને 16 ફૂટ સુધી હવા ફેંકવાની ક્ષમતા ધરાવે છે.

મૂનએર ગુલમર્ગ 65 એલ ડેઝર્ટ એર કૂલર : મિત્રો આ એર કુલર 65 લિટરની ટાંકીની ક્ષમતા ધરાવે છે. તેમાં હનીકોમ્બ કૂલિંગ પેડ, ઇન્વર્ટર સુસંગતતા, ઓવરફ્લો સૂચક, વ્હીલ્સ આવે છે. સાથે જ એક વર્ષની વોરંટી પણ આવે છે. આ કુલર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે, જેની કિંમત 4,990 રૂપિયા છે.

Bajaj PMH 25 DLX 24L પર્સનલ એર કુલર : બજાજનું આ એર કુલર 4299 રૂપિયામાં જ મળી રહે છે. જે અમેઝોન પર પણ ઉપલબ્ધ છે. આ કુલરની ટાંકી 24 લિટર ની આવે છે. જે 18 ફૂટ સુધી હવા ફેંકે છે. આ કુલરના તળીયા પર પણ વ્હીલ્સ આપવામાં આવે છે. આ કુલરમાં ઓવરફલો સૂચક ડિવાઈસ પણ આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment