આ કારણે તૂટી ગયો હતો સલમાન અને ઐશ્વર્યાનો સંબંધ, એક સમયે ઐશ્વર્યાએ કરી હતી આવી માંગણી.

મિત્રો તમે ફિલ્મી સ્ટાર વિશે ઘણું જાણતા હશો. તેમજ ખાસ કરીને ક્યાં એક્ટરે કોની સાથે લગ્ન કર્યા અથવા તો કંઈ એક્ટ્રેસ ક્યાં અભિનેતા સાથે ડેટ કરી રહી છે. આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાન કહેવાતા અને વિશ્વ સુંદરી એશ્વર્યાના સંબંધ વિશે વાત કરીશું, કે તેમનો સંબંધ ક્યાં કારણે તુટ્યો હતો. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

એક સમય એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન પોતાના સંબંધથી ખુબ ખુશ હતા. ત્યાં જ્યારે બંનેનો સંબંધ તૂટી  ગયો તો તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા. સલમાન ખાન અને એશ્વર્યાનો અફેર અને પછી બ્રેકઅપ ઈન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચામાં રહ્યા. બંનેના બ્રેકઅપને લઈને ફિલ્મની ગલિયારોની સાથે મીડિયામાં પણ જુદી-જુદી વાતો થઈ હતી.તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે બંને નજીક વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ” ના સમયે આવ્યા હતા. આ ફિલ્મમાં બંને સાથે દિગ્ગજ અભિનેતા અજય દેવગનએ પણ કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે સલમાન ખાન અને એશ્વર્યા રાય પોતાનું દિલ આપી દીધું હતું. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સલમાન ખાન અને એશ્વર્યા વચ્ચે પ્રેમ કહાની શરૂ થઈ ગઈ  હતી.

સલમાન ખાન અને એશ્વર્યા વર્ષ 2002 માં જ્યારે બ્રેકઅપ થયું હતું ત્યારે ફેંસને તેનો ખુબ મોટો ઝટકો લાગ્યો હતો. ફેંસ આ વાતને પચાવી શકતા ન હતા કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો સંબંધ તૂટી ગયો છે. બંનેનો સંબંધ તૂટવા પાછળ કેટલાક કારણો સામે આવ્યા છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને એમાંથી એક એવું  કારણ બતાવીએ છીએ  કે જેને કારણે સલમાન ખાન અને એશ્વર્યાનો રસ્તો અલગ થઈ ગયો.કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન બંને પોતાના સંબંધને લઈને ખુબ ગંભીર હતા. સલમાન ખાન એશ્વર્યા સાથે લગ્ન પણ કરવા માગતા હતા. જાણવામાં આવ્યું છે કે, એશ્વર્યા પણ સલમાન ખાન સાથે સાત ફેરા લેવા માંગતી હતી. જો કે એ સાથે એવું પણ ઇચ્છિતી હતી કે તે લગ્ન પછી સલમાન ખાન પોતાના પરિવારને છોડી દે અને લગ્ન પછી સલમાન ખાન પોતાનું પરિવાર અને ભાઈના કોઈ પણ પ્રોજેકટમાં પોતાના પૈસા ન લગાવે.

એશ્વર્યાની વાતથી નારાજ થયા સલમાન ખાન : બીજી બાજુ સલમાન ખાન એશ્વયાની આ વાતથી ખુબ નારાજ થયા. અભિનેત્રીની આ બધી વાત સલમાન ખાનને ગળે ઉતરી નહિ. કારણ કે સલમાન ખાન પોતાના પરિવાર સાથે જોડાય રહેવું પસંદ છે અને આજે પણ એ પોતાના પરિવાર સાથે રહે છે. એશ્વર્યાની આ વાતના કારણે સલમાન અને એમના સંબંધ વચ્ચે તિરાડ પડવાનું શરૂ થઈ ગયું. કેટલાક મીડિયા રિપોર્ટરનો દાવો પણ છે કે, એને લીધે બંને વચ્ચેનો સંબંધ જલ્દી તૂટી ગયો. તમને જણાવી દઈએ કે, આ સિવાય બંને વચ્ચેનો સંબંધ તુટવા તરફ કેટલાક કારણ સમયે-સમયે સામે આવતા ગયા છે. કેટલી વખત સલમાન ખાનનો ગુસ્સાનો સ્વભાવ પણ સંબંધ તુટવાનું કારણ માનવામાં આવે છે.એશ્વર્યા રાય બચ્ચનની વર્કફ્રંટની વાત કરવામાં આવે તો એશ્વર્યા વીતી ગયેલા લાંબા સમય સુધી ફિલ્મી પરદાથી દૂર રહી છે. એમને છેલ્લું કારણ કરણ જોહરની ફિલ્મ ‘ એ દિલ હે મુશ્કિલ’ માં જોવા મળી હતી. વર્ષ 2016માં આવી આ ફિલ્મ  એશ્વર્યા સાથે મહત્વના રોલમાં અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રિ અનુષ્કા શર્મા જોવા મળ્યા હતા.

બીજી બાજુ સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો એમની પાસે ખુબ મોટા પ્રોજેક્ટ છે. જો કે ફેંસને એમની ફિલ્મ “ રાધે; યોર મોસ્ટ વોંટેડ ભાઈ” ની પણ ખુબ રાહ છે. આ ફિલ્મ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન સાથે મહત્વનો રોલ એમના જીજા આયુષ શર્મા નજર આવશે. આમ, સલમાન ખાનની ફિલ્મ પાછળ લોકો પાગલ છે. એમની ફિલ્મ ફિટ પણ જાય છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment