બ્રહ્મમુર્હુતમાં ભૂલથી પણ ન કરતા આવા કામ, નહિ તો ઉંમર સાથે શરીર પણ થઈ જશે ક્ષીણ…

મિત્રો આજે દરેક લોકોનો જાગવાનો સમય નિશ્ચિત નથી હોતો. અથવા તો એમ કહીએ કે આજે લોકોનો સુવાનો સમય નિશ્ચિત નથી. તેના કારણે સવારે વહેલું ઉઠવું પણ સંભવ નથી. પણ હજી ઘણા લોકો એવા છે જે બ્રહ્મમુર્હુતમાં ઉઠે છે. પણ ઘણી વખત આપણાથી ઘણા એવા કામ થઈ જાય છે જે વાસ્તવમાં સવારે બ્રહ્મમૂર્હુતમાં ન કરવા જોઈએ. ચાલો તો આવા કેટલક કામ છે જે સવારે ન કરવા જોઈએ, તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

શાસ્ત્રો અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રહ્મમૂર્હુતમાં જાગે છે તો એની આયુમાં વૃદ્ધિ થાય છે. સાથે જ તે રોગથી પણ મુક્ત થાય છે. સવારનો સમય લોકોની સુખી જિંદગી માટે ખુબ જ જરૂરી હોય છે.

જ્યારે પણ કોઈ વ્રત કે ઉત્સવ હોય છે ત્યારે તેની તૈયારી માટે લોકો બ્રહ્મમૂર્હુતમાં ઉઠીને કામ કરવા લાગે છે. શસ્ત્રોમાં પણ આ સમયને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાચીનકાળની વાત કરીએ તો ઋષિમુની આ સમયમાં જાગતા હતા. પછી ઈશ્વરની વંદના કરતાં હતા. જો કે, આજે પણ કેટલાય વડીલ સવારે વહેલા બ્રહ્મમૂર્હુતમાં જ જાગવાનું પસંદ કરે છે. બ્રહ્મમૂર્હુત માત્ર શાસ્ત્રની નજરથી જ નહિ પરંતુ આયુર્વેદિક અને આધુનિક તબીબી પદ્ધતિથી પણ મહત્વપૂર્ણ છે. ખરેખર બ્રહ્મનો અર્થ જ્ઞાન થાય છે. આમ બ્રહ્મમૂર્હુતનો અર્થ જ્ઞાનનો સમય થાય છે.

શાસ્ત્ર અનુસાર જો કોઈ માણસ બ્રહ્મમૂર્હુતમાં જાગે છે તો તેની ઉમરમાં વૃદ્ધિ થાય છે. સાથે જ રોગથી પણ મુક્ત થાય છે. સવારનો સમય લોકોની સુખી જિંદગી માટે ખુબ જ જરૂરી હોય છે. આમ તો આ મુર્હુત ખુબ જ શુભ હોય છે પણ આ દરમિયાન અમુક વસ્તુની મનાય હોય છે. તો ચાલો તમને બતાવીએ કે બ્રહ્મમૂર્હુતમાં ક્યાં કામ ન કરવા.

બ્રહ્મમૂર્હુતમા ઉઠીને જો તમે કોઈ યોજનાઓ બનાવો છો અથવા જરૂરી નિર્ણય લો તો વધારે સારું થાય. પરંતુ આ દરમિયાન કોઈ નકારાત્મક વિચાર મનમાં ન લાવવા જોઈએ. બ્રહ્મમૂર્હુતમાં કોઈ પણ નકારાત્મક વિચાર ચિંતાતુર બનાવી શકે છે. એનાથી માણસનો આખો દિવસ તણાવમાં જ રહે છે. બ્રહ્મમૂર્હુતમાં ભગવાનનું નામ લેવાથી દિવસ ખુશીથી પસાર થાય છે. મનમાં ગતિશીલતા આવે છે. આ સમયમાં પ્રેમસંબંધ બંધાવો ન જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી શરીરને રોગ ઘેરી લે છે અને સાથે જ ઉંમર પણ ઘટે છે.

કેટલાક લોકોની આદત હોય છે કે, તે ઉઠીને તરત જ ચા-નાસ્તો કરવા લાગે છે. આ આદતને સાચી માનવામાં નથી આવી. જો બ્રહ્મમૂર્હુતમાં અથવા ઉઠતાંની સાથે જ  ભોજન કરવામાં લાગે છે તો તે માણસને રોગો ઘેરી લે છે. બ્રહ્મમૂર્હુતમાં જાગીને પહેલા ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. પછી માતા-પિતા, ગુરુજન અને પરિવારનો વિચાર કરવો અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ. તેના પછી જ ભોજન ગ્રહણ કરવું.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment