આ પાણી પીવાથી શરીરને થશે ચમત્કારીક ફાયદા, સવારે ખાલી પેટ પીય લો નાની મોટી બીમારીની થઈ જશે છુટ્ટી…

કોથમીર ખાસ કરીને ભારતીય ખોરાકમાં વપરાય વધુ ઉપયોગમાં લેવાય છે. કોથમીરમાં વિટામીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને ઔષધીય ગુણ હોય છે. તેનાથી ખોરાકનો સ્વાદ વધે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. જ્યારે સવારે ખાલી પેટ પર કોથમીરનું પાણી પીવાથી બમણો ફાયદો થઈ શકે છે. એન્ટી બેક્ટેરિયલ અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર કોથમીરનું પાણી પાચક શક્તિને મજબુત બનાવે છે અને વજન નિયંત્રણમાં રાખે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને સોકાયેલા ધાણાના પાણીના ફાયદા અને ગેરફાયદા અને કેવી રીતે બનાવવું તેના વિશે પણ જણાવશું.

1 ) સુકાયેલા ધાણાનું પાણી બનાવવા માટે સામગ્રીમાં ધાણાના બીજ -1 મોટી ચમચી, પાણી -1/2 ગ્લાસ, લીંબુનો રસ-સ્વાદ પ્રમાણે.

પદ્ધતિ : ધાણાના બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.  સવારે તેને ગરણીથી ગાળી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરી ખાલી પેટ પીવો.

2 ) ધાણાનું પાણી બનાવવાની બીજી રીતમાં સામગ્રી જોઈશે કે, આખા ધાણા -1 ચમચી, પાણી – 1 ગ્લાસ.

પદ્ધતિ : ધાણા અને પાણીને એક વાસણમાં નાખો અને ઉકાળો. પાણીનો રંગ બદલવા લાગે અથવા અડધો ભાગ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારી લો અને તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ સવારે  ખાલી પેટ પર તેનું સેવન કરો.

3 ) ધાણાનું પાણી બનાવવાની ત્રીજી રીતમાં સામગ્રીમાં જોશે ધાણાના પાન – 2 મોટી ચમચી, પાણી – 1 ગ્લાસ,  લીંબુનો રસ –સ્વાદ પ્રમાણે.

પદ્ધતિ : કોથમીરના પાનને ધોઈ લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને ખાલી પેટ નવશેકું ગરમ રાખી પીવો. તો ચાલો જાણીએ તેના ફાયદા.

વજન નિયંત્રિત કરે છે : ધાણાના પાણીમાં જે ઔષધીય અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થશે. ઉપરાંત, ચયાપચયની ગતિને લીધે શરીરમાં સંગ્રહિત વધારાની ચરબી ઓછી થશે અને શરીરને આકાર મળશે.

સ્ટ્રોંગ ઇમ્યુનિટી : પોષક અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ધાણાનું પાણી ઇમ્યુનિટી બુસ્ટ વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, રોગો સામે લડવાની શક્તિ સાથે, ચેપ લાગવાનું જોખમ ઓછું કરે છે.

પાચનશક્તિ વધારે છે : ધાણાનું પાણી પાચન સબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. પાચક અગ્નિને કાબુમાં રાખીને, તે પેટમાં એસિડીટીના સ્તરમાં વધારો થતો અટકાવે છે, જે ખાલી પેટમાં દુઃખાવો, બળતરા, ગેસ વગેરે જેવી પાચક સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે.

પીરીયડ્સની પીડામાં રાહત : ધાણાનું પાણી પીરીયડ્સની પીડાથી રાહત મેળવવા માટે પણ ખુબ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને આ સમયગાળા દરમિયાન તેનું સેવન કરવું જોઈએ.

પેશાબમાં બળતરાથી મુક્તિ મેળવો : જે લોકોને પેશાબ દરમિયાન બર્નિંગ અથવા દુઃખાવો થાય છે, તેઓ એ આ તંદુરસ્ત પીણું લેવું જોઈએ. તેનાથી યુટીઆઈની સમસ્યાથી રાહત મળે છે.

વાળ માટે ફાયદાકારક : આ પાણી વાળની સમસ્યાઓ માટે પણ તેને રામબાણ માનવામાં આવે છે. તેમાં રહેલ વિટામીન-સી ,એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણધર્મ વાળને મૂળથી મજબૂત બનાવશે. આવી સ્થિતિમાં વાળ ખરતા કાબુમાં આવશે અને વાળ જાડા અને લાંબા અને ચમકદાર દેખાશે.

ત્વચા ગ્લો કરશે : આ પાણી પીવાથી પેટ સાફ થાય છે. આવી સ્થિતિમાં શરીરમાં હાજર ગંદકી બહાર આવીને ત્વચાની સમસ્યાઓ દૂર થશે. આવી સ્થિતિમાં, ડાઘ, ડાર્ક સર્કલ, પીમ્પલ્સ, કરચલીઓ વગેરે ચહેરા પરથી દુર થઈ જશે અને ચહેરો સાફ, ચમકતો રહેશે.

આ સ્થિતિમાં ધાણાનું પાણી પીવાનું ટાળો : શ્વાસની સમસ્યાઓ અથવા અસ્થમાના દર્દીઓએ, લીવરના રોગોથી પીડિત લોકો ન પીવું, પીરીયડ્સ ઓછું આવવાના સમયે, શરીરમાં શુગરનું પ્રમાણ ઓછું થવાની ઘટનામાં, જે લોકોએ સર્જરી કરાવી છે, કોઈ પણ પ્રકારની એલર્જી, ગર્ભાવસ્થા અને સ્તનપાન  સ્થિતિમાં પણ આ પાણીનું સેવન ન કરવું. આવી સ્થિતિમાં જો ધાણાનું પાણી પીવામાં આવે તો ફાયદાને બદલે નુકશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં  તે પાણી ન પીવું વધુ સારું રહેશે .

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment