કોઈ નાટકથી કમ નથી સ્મૃતિ ઈરાનીની જિંદગી, આવી રીતે લગ્ન કરીને બનાવ્યું છે નામ.

મિત્રો તમે ટીવી સ્ટાર વિશે ઘણું જાણવાની ઉત્સુકતા રાખતા હશો. તેમજ તેમના વ્યક્તિગત જીવનમાં તેઓ કેવી લાઈફ સ્ટાઈલથી જીવે છે તે પણ તમે જાણવા માંગતા હશો. જો કે આ ટીવી સ્તરની જીવનશૈલી પણ કોઈ નાટકથી કમ નથી હોતી. આજે અમે તમને ટીવી સ્ટાર સ્મૃતિ ઈરાનીની વાત કરવા જઈ રહ્યા છીએ. જે ટીવી જગતની ખુબ જ પ્રખ્યાત અદાકારા હતી અને હવે તે રાજનીતિ ક્ષેત્રે પણ તે ખુબ સફળ મહિલા છે. તો આજે અમે તમને તેના વિશે આમુક ખાસ આવી વાતો જણાવશું, જેનાથી ઘણા લોકો અજાણ હશે.

સ્મૃતિ ઈરાની 45 વર્ષની છે. સ્મૃતિ ઈરાનીની આ સંઘર્ષની કહાની બાળપણથી જ શરૂ થઈ ગઈ છે અને આજે તે એ મુકામ પર છે, જ્યાં તેણે રાહુલ ગાંધીને પણ માત આપી છે. અમેઠીથી ક્રોંગ્રેસને હરાવવી ખુબ જ મુશ્કેલ માનવામાં આવતું હતું. પણ સ્મૃતિ ઈરાની એ ક્રોંગ્રેસ પાર્ટીના પ્રધાનમંત્રીના દાવેદાર રાહુલ ગાંધીને 2019 માં હરાવી દીધા. સ્મૃતિ ઈરાનીએ નાના પરદે જે અતિ નાટકીયતા વાળા ટીવી સીરીયલમાં કામ કર્યું છે, તેનાથી ઘણી વધારે નાટકીય તેની અસલ જિંદગી છે. ચાલો તો સ્મૃતિ ઈરાનીની જિંદગીની નાટકીયતાની માહિતી મેળવી લઈએ.દિલ્હીમાં જન્મ લેનાર સ્મૃતિ ઈરાની પોતાની બંને બહેનોની જેમ મહત્વાકાંક્ષી ન હતી. પણ તેની કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું. 16 વર્ષની ઉંમરમાં સ્મૃતિનો રસ નાટક વગેરેમાં થવા લાગ્યો. તે મુંબઈમાં પોતાની કિસ્મત અજમાવવા આવી ગઈ. જલ્દી જ તે મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં સિલેક્ટ કરવામાં આવી અને ટોપ 5 સુધી પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. અહીથી તેની મોડેલીંગ કરિયરની શરૂઆત થઈ.

સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘1998 માં મેં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ઘરમાં કોઈને પણ કહ્યા વિના ભાગ લીધો હતો. હું સુંદરતાની બાબતમાં કોઈ પર ટકતી ન હતી. જ્યારે હું શોર્ટલિસ્ટ થઈ તો મને પોતાને આશ્ચર્ય થયું. મારા ઘરમાં કોઈને પણ વિશ્વાસ આવતો ન હતો કે હું ફાઈનલ સુધી પહોંચી ગઈ છું. મેં માતા-પિતા પાસે એ શરતે 2 લાખ રૂપિયા લીધા કે હું તેને પાછા આપી દઈશ. મુંબઈમાં ખાવું-પીવું, સફર કરવો, ટેક્સી ભાડું મોઘું હતું. પણ દુર્ભાગ્યથી અંતિમ રાઉન્ડમાં જીતી ન શકી.’કરિયરના આરંભિક દિવસોમાં જ્યારે સ્મૃતિ ઓડિશન આપી રહી હતી તો આ સમય દરમિયાન તેની દોસ્તી પારસી બિજનેસમેન જુબીન સાથે થઈ. ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’, ‘રામાયણ’, જેવી સીરીયલ પછી સ્મૃતિ સફળતાના શિખર પર હતી. તે દરમિયાન જુબીને પોતાની માતા થકી સ્મૃરી માટે હાથ માંગ્યો.સ્મૃતિએ વર્ષ 2001 માં પોતાના મિત્ર જુબીન ઈરાની સાથે લગ્ન કરી લીધા. જુબીન પહેલેથી પરણિત હતા અને સ્મૃતિના આ પહેલા લગ્ન હતા. જુબીનની પહેલી પત્ની મોના હતી. જુબીન અને મોનાની એક પુત્રી શાનેલ છે.

થોડા સમય સાથે રહ્યા પછી જુબીનનો તેની પત્ની મોના સાથે તલાક થઈ ગયા. રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો હતો કે સ્મૃતિ સાથેના તેના સંબંધથી આ તલાક થયો હતો. મોના લગ્ન પહેલા સ્મૃતિની દોસ્ત હતી અને આજે પણ બંને વચ્ચે મજબુત દોસ્તી નજર આવે છે. સ્મૃતિ ઘણી વખત મોના સાથે પોતાની ફોટો શેર કરે છે.

સ્મૃતિ ઈરાની એ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે, ‘હું જુબીનને મેળવીને ખુબ જ નસીબદાર માનું છું, ઘણા લોકો હેરાન થાય છે કે, જુબીનનો તલાક થઈ ગયા પછી પણ મારા લગ્ન એટલા સફળ કેમ થયા. હું જુબીનની એક એક્સ વાઈફ મોના અને દીકરી શાનેલની પણ સારી દોસ્ત છું. તેમની વચ્ચેના મતભેદથી મારે કોઈ લેવા-દેવા નથી. મારો મતલબ જુબીન અને અને મારા બંને બાળકો સાથે. તેને હું મારું બેસ્ટ આપવા માંગું છું.’સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘મેં જુબીન સાથે લગ્ન કર્યા કારણ કે મને તેની જરૂરત હતી. હું તેની પાસે સલાહ માંગતી. વાત કરતી હતી અને દરરોજ તેને મળતી હતી. મેં કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ તો,  અને હંમેશા માટે બેસ્ટ ફ્રેન્ડ બની જઈએ. અમારા માતાપિતા પણ આ લગ્ન માટે માની ગયા. મેં ક્યારેય મારા માતા-પિતાની વિરુદ્ધ જઈને લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. મારું માનવું છે કે, માતાપિતાને દુઃખ આપીને કોઈ પણ ખુશ નથી રહી શકતું.’

2001 માં સ્મૃતિ એ પોતાના પ્રથમ બાળક જોહરને જન્મ આપ્યો. 2003 માં બેબી ગર્લ જોઈશનો જન્મ થયો. સ્મૃતિ ઈરાની instagram પર અક્સર પોતાના પરિવારના સભ્યોની સાથે ફોટો શેર કરતી રહે છે. એક મશહૂર મોડલ, એક્ટ્રેસ, અને રાજનેતાના રૂપમાં પોતાની ઓળખ બનાવવા માટે સ્મૃતિને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. એક ઇવેન્ટમાં સ્મૃતિ એ પોતાના એક્ટિંગ કરિયરની મુશ્કેલી શેર કરતા જણાવ્યું હતું, કે બેબી થઈ ગયા પછી 3 દિવસ પછી તરત જ શૂટિંગ પર આવી ગઈ હતી.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment