મિત્રો તમે જાણો છો તેમ હાલ કોરોનાની બીજી ઇનિંગ શરૂ થઈ છે. અને ઘણી જગ્યાઓ પર હાલ કર્ફ્યુને માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ફરી લોકોને ઘરમાં રહેવા જેવો સમય આવી ગયો છે. પણ લોકોને પોતાના કામ માટે તો ઘરની બહાર નીકળવું પડે છે. ત્યારે તેને ફરજિયાત પણે માસ્ક પહેરવું આવશ્યક છે. પણમાં માસ્ક પહેરવાથી તમને ખાવા પીવામાં ખુબ તકલીફ પડે છે. ત્યારે હવે ચિંતા કરવાની જરૂર નથી, હવે માત્ર નાક વાળા માસ્ક આવી ગયા છે.
કોરોના વાયરસથી લોકો બીમાર તો પડતા હતા પણ એક મોટી સમસ્યા હતી માસ્કની. માસ્કના કારણે લોકોને શરૂઆતમાં ખુબ જ તકલીફ થતી હતી. નાક પર નિશાન જેવી પરેશાની, ખાવા પીવા માટે માસ્ક કાઢવું પડતું હતું. હવે મેક્સિકોના શોધકર્તા એ એવું માસ્ક બનાવ્યું છે જેમાં ખાવા પીવાની પરેશાની નહિ થાય. સાથે જ આ માસ્ક કોરોનાથી તમને બચાવશે. આ માસ્કને નામ આપવામાં આવ્યું છે માત્ર નાક વાળું માસ્ક અથવા ખાવા માટેનું માસ્ક ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.મેક્સિકોના શોધકર્તાએ સામાન્ય માસ્કથી સારું અને સલામતી વાળું માસ્ક બનાવ્યું છે. આમાં તમારું નાક પૂરી રીતે કવર થઈ જશે. તેનાથી તમે કોરોના વાયરસના સંક્રમણથી બચી શકશો. તમારું મોઢું ખુલ્લું રહેશે. જેથી કરીને તમે આરામથી તેને પહેરીને ખાઈ પી શકશો. જો તમને તે છતાં પણ ડર લાગતો હોય તો તમે તેની ઉપર એક સામાન્ય માસ્ક પહેરી શકો છો.
એક વિડીયોમાં જાણવા મળ્યું છે કે, એક મહિલા અને પુરુષ આ માસ્ક પહેરીને ખાઈ-પીય રહ્યા હતા. આ બંને પહેલા સામાન્ય માસ્ક ઉતારે છે. જેનાથી નીચે માત્ર નાક વાળું માસ્ક પહેરેલું હતું. પછી તે બંને માસ્ક ઉતારાયા વિના ખાઈ પીય રહ્યા હતા. તેના ટેબલ પર થોડા પ્લાસ્ટિકના કાગળ પડ્યા હતા. જેમાં nose only mask દેખાતું હતું.
કોરોના એ એક ચેપી રોગ છે. એટલે કે તે શ્વાસ સંબંધી બીમારી છે. તેનો વાયરસ હવામાં રહેલી તરલ બુંદ દ્વારા તમારા નાકમાંથી પસાર થતા ફેફસા સુધી પહોંચે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ ખુલ્લી હવામાં ઉધરસ ખાય છે, છીંક ખાય છે, અથવા ખુલ્લા નાકે શ્વાસ લે તો તે ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. આથી બધા લોકો માટે માસ્ક પહેરવું જરૂરી છે. પણ માસ્કને કારણે ઘણા લોકોને પરેશાની પણ થાય છે.એક લેખ અનુસાર તે કોશિકાઓ જે માણસને સુંઘવાની ક્ષમતા પ્રદાન કરે છે. તે પણ કોરોના વાયરસ સંક્રમણનું માધ્યમ બની શકે છે. આથી સૌથી પહેલા જરૂરી છે કે, નાકને ઢાંકેલું રાખો. જેથી કરીને જાણ્યે અજાણ્યે કોરોના સંક્રમિત લોકોને મળે તો તમે માસ્ક ન પહેરવાની લાપરવાહીથી બચી શકો છો અને બીમાર ન પડો.
આ માસ્કને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને જોકરની લાલ રંગની નાક કહી રહ્યા છે. જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે, આ કોઈ નવું ઇનોવેશન નથી, તેને જોકર વર્ષીથી પહેરી રહ્યા છે. જ્યારે ઘણા લોકોએ એવું કહ્યું કે, આ જરૂર થોડું વિચિત્ર દેખાઈ રહ્યું છે પણ વર્ધ પહેલા સામાન્ય માસ્ક પણ લોકો પર અજીબ દેખાતું હતું. તેની પણ આદત પડી જશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશમાં જાહેર કરવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી બચવા માટે નાક, મોઢું, દાઢી ઢાંકવા વાળું માસ્ક પહેરો. અમેરિકાના CDC એ કહ્યું છે કે, ઘણા લેયર વાળું માસ્ક તમને કોરોના વાયરસથી બચાવી શકે છે. સાથે જ સંક્રમણથી પણ બચાવે છે.CDC અનુસાર અમેરિકામાં લગભગ 3 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે. આ સિવાય 5.44 લાખ લોકોની મૃત્યુ થઈ ગઈ છે. આટલી ગંભીર સ્થિતિ જોવા છતાં આખી દુનિયામાં લોકો માસ્ક પહેરવાનો વિરોધ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો માસ્ક પહેર્યું જ નથી. માસ્ક પહેરવા પર રાજનીતિ થઈ રહી છે. તેમાં સૌથી આગળ છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જે બાઈડેને આવતાની સાથે જ માસ્ક પહેરવું અનિવાર્ય કર્યું છે. તેણે કહ્યું છે કે, લોકો સાર્વજનિક સ્થાન પર માસ્ક જરૂર પહેરે. ભારત સહિત ઘણા દેશોમાં તો માસ્ક ન પહેરવા પર દંડ પણ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં તો ઘણા લોકોને માસ્કના પહેરવા પર દંડ ભરવો પડ્યો છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી