પેટમાં છાલા (અલ્સર) થાય ત્યારે શરીર આપે છે આવા અજીબ સંકેતો, અવગણશો તો મુકાય જશો મોટી મુશ્કેલીમાં.

મિત્રો હાલ જોઈએ તો પેટને લગતા અનેક રોગો છે. જેમ કે એસીડીટી, ગેસ, પિત્ત, વાયુ, અલ્સર તેમજ બીજા ઘણા કારણોને લીધે. પેટનો દુઃખાવો થઈ શકે છે. પણ જો તેનો સમય રહેતા ઈલાજ કરવામાં ન આવે તો આગળ જતા તે એક ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. જો કે તમે અલ્સર વિશે સાંભળ્યું હશે, જેમાં પેટમાં છાલા પડવાથી થાય છે. પેટના અલ્સર ને ‘પેપ્ટિક અલ્સર’ કહે છે. તેના લક્ષણ ખુબ મોડા દેખાય છે. આથી તેના સંકેતને સમય પર સમજી લેવામાં આવે તો જલ્દી તેનો ઉપચાર કરી શકાય છે.

ઘણી વખત પેટમાં જલન, દુઃખાવો અને ઉલટી જેવું મહેસુસ થાય છે. જેને લોકો ખુબ સામાન્ય માને છે. પણ એવું તો નથી ને કે તમને અલ્સર હોય. હા, અલ્સર એક પ્રકારનું જખમ છે. જે પેટ અથવા આંતરડામાં ધીમે ધીમે વિકસિત થાય છે. જે જગ્યા પર અલ્સર હોય છે તે હિસાબે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. અલ્સર અધિકાંશ પેટ અને આંતરડાની અંદરની સપાટી પર એસિડના સાઈડ ઈફેક્ટસના કારણે થાય છે. જ્યારે આ એસિડની સપાટીના સંપર્કમાં આવે છે તો જખમ થવા લાગે છે.તમને જણાવી દઈએ કે, આ બીમારી હેલીકોબેક્ટર નામથી બેક્ટેરિયાના સંક્રમણના કારણે પણ થાય છે. આ સંક્રમણના લક્ષણ શરૂઆતમાં તો ખુબ સામાન્ય હોય છે. પણ અચાનક આ ખુબ જલ્દી ફેલાઈ છે. આથી આ સંકેતોને સમજવા જરૂરી છે. તેનાથી જલ્દી ઉપચારમાં મદદ મળે છે. તો ચાલો આ લેખમાં એવા 5 સંકેત જાણી લઈએ જે તમને બતાવશે તમને અલ્સર છે કે નહિ.

પેટનું અલ્સર શું છે : પેટના અલ્સર બે પ્રકારના હોય છે. ગેસ્ટ્રીક અલ્સર અને ડ્યુડીનલ અલ્સર. ગેસ્ટ્રીક અલ્સરમાં પેટની સપાટી પર જખમ બને છે. જ્યારે ડ્યુડીનલ અલ્સરમાં તમારી નાની આંતરડાના ઉપરના ભાગે જખમ થાય છે. વાસ્તવમાં તમારું શરીર બલગમની એક સસુરક્ષાત્મક પરત બનાવે છે. જે પેટ અને નાના આંતરડાની સપાટીને પેટના એસિડથી ભોજન તોડવા માટે જરૂરી છે.જ્યારે બલગમની આ પરત ખરાબ થઈ જાય છે અથવા બરાબર કામ નથી કરતી તો એસિડ નાના આંતરડા અને પેટની સપાટીને નુકશાન પહોંચાડે છે. જેનાથી અલ્સર થઈ શકે છે. જો કે લોકોનું માનવું છે કે, ઘણા મસાલાદાર અથવા તણાવથી અલ્સર વધે છે. પરંતુ એવું નથી હોતું, ધુમ્રપાન, સ્ટેરોઈડનો ઉપયોગ, શરાબ પીવી વગરે અલ્સરના જોખમને વધારે છે.

સુસ્તી : પેટના અલ્સરનો સૌથી સામાન્ય સંકેત છે સુસ્તી આવવી, પેટમાં જલન. આ દુઃખાવો ત્યારે થાય છે, જ્યારે તમારું પેટ ખાલી હોય. તે થોડી વાર અથવા તો લાંબા સમય સુધી પણ રહી શકે છે.

અપચો અથવા હાર્ટબર્ન : જો તમને અપચો અથવા હાર્ટ બર્નની સમસ્યા થઈ રહી છે, તો તમને અલ્સર થઈ શકે છે. જ્યારે પેટનો એસિડ ઇસોફેગ્સમાં વહી જાય, તો હૃદયની આજુબાજુ અથવા પેટના ઉપરી ભાગમાં જલન મહેસુસ થાય છે.

મતલી અથવા ઉલટી : સવારે ઘણા સમય માટે ભૂખ્યા રહ્યા પછી જો તમને ઉલટી અથવા મતલીનો અનુભવ થાય તો સંભવિત રૂપે આ અલ્સરનો સંકેત હોય શકે છે.મળના રંગમાં બદલાવ : મળના રંગમાં બદલાવ બ્લીડીંગ અલ્સરનું લક્ષણ હોય શકે છે. બ્લીડીંગ અલ્સર એક ગંભીર ચિકિત્સા સ્થિતિ છે. આથી ક્યારેય આવું થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.

કોઈ પણ કારણ વગર વજન ઘટવું : કોઈ પણ કારણ વગર વજન ઘટવા લાગે, તો આ અલ્સરનું લક્ષણ હોય શકે છે. તેને જેટલું ઝડપથી સમજી લેવામાં આવે એટલું જ સારું છે. ઘણી વખત પેટના અલ્સર તેના કારણ થતા સોજાના કારણે પાચનતંત્રમાં અવરોધ પેદા થઈ જાય છે. તે ભોજનને તમારા પેટ સુધી પહોંચતા રોકે છે. જેનાથી વારંવાર ભૂખ લાગે છે. સાથે વજન પણ ઓછું થાય છે.

અલ્સર માટે ઉપચાર શું છે ? : તેનો ઈલાજ અક્સર અલ્સરના કારણ પણ નિર્ભર છે. ઉદાહરણ રૂપે હેલીકોબેક્ટર પાયલોરીના કારણે અલ્સર થાય છે, તો આ બેક્ટેરિયાને નષ્ટ કરવા માટે એન્ટીબાયોટીક આપવામાં આવે છે. આ સિવાય દવાઓ પણ પેટના અલ્સરને દુર કરવામાં મદદ કરે છે. જો કે આ મામલે ડોક્ટર્સ પોતાની જીવનશૈલીમાં બદલાવ કરવાની સલાહ આપે છે. જેમ કે શરાબથી દુરી બનાવવી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે. ગંભીર મામલે સર્જરીની જરૂર પડે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment