દિવસમાં આ 2 ફળ અને 3 શાકભાજીનું સેવન જીવનભર રાખશે યુવાન. રિચર્સમાં થયો મોટો ખુલાસો, જાણો સંપૂર્ણ માહિતી..

આજે આપણે સૌ ખાવા-પીવા વિશે વધારે વિચાર કરી રહ્યા છીએ. નોનવેજ લવર હંમેશા ખુલાસો કરતાં રહેતા હોય છે કે, તેના જીવનમાં વધારે પોષકતત્વો છે, તેના કારણે તે લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે. પરંતુ હાલમાં, જ અમેરિકન હેલ્થ એસોસિએશને એક રિસર્ચ કર્યું હતું કે જે, હાવર્ડ ટી ટી.એચ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. આ રિસર્ચ જણાવે છે કે, દિવસમાં તમારે 2 ફળો અને 3 શાકભાજીનું સેવન કરવું જોઈએ, જે તમને લાંબા સમય સુધી આરોગ્યશાળી બનાવી શકે છે. એટલે કે નોનવેજ કરતા વેજ ફૂડ વધારે ફાયદાકારક છે.

આ રિસર્ચ કરવામાં પ્રમુખ લેખક ડોંગ ડી. વાંગ, એમડી. એસસી. ડી. જો એપીડેમિયોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ અને હાવર્ડ મેડિકલ સ્કૂલના ફેકલ્ટી મેમ્બર પણ શામિલ છે. તે કહે છે કે, બતાવેલી 5 સર્વિંગની માત્રાનું સેવન કરવું એ તમારી ખુબ જ જૂની અને ભયંકર બીમારીને દૂર કરવાનું કામ કરે છે. પરંતુ તેનો અર્થ એવો જરા પણ નથી કે તમે કોઈ પણ ફળ અને શાકભાજીનું સેવન કરી શકો છો. આવો, જાણીએ કે કંઈ રીતે થઈ તેની શોધ અને ક્યાં ફળ અને ક્યાં શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય એ પણ જાણીએ કે તમારા માટે શું શું ફાયદાકારક છે.ફળ અને શાકભાજી, જે છે ફાયદાકારક : લીલી શાકભાજી, પાલક અને કચુંબર(સલાડ), એવા શાકભાજી કે જેમાં બીટા કેરોટીન હાજર હોય તેમજ સાઇટ્રસ ફળો અને તેના બૈરિજ.

કેવી રીતે કરવામાં આવ્યું રિસર્ચ : તેના પર વાંગ સમજાવે છે કે, તેમણે અને તેના સાથીદારોએ મળીને 1984 થી 2014 સુધીમાં લગભગ 1 લાખ પુરુષો અને સ્ત્રીઓનો ડેટા એકત્રિત કર્યો હતો. આ દરમિયાન તે લોકોને દર 2 થી 4 વર્ષે સવાલ-જવાબ તેમના ભોજન પર કરવામાં આવતા હતા. આ સિવાય તેમણે દુનિયાભરના 20 લાખ લોકોના ફળો અને શાકભાજીનું સેવન કરવાનું ડેટા એકત્રિત કર્યો હતો અને આ રીતે આ રિસર્ચ કરવામાં આવી હતી.

આ ફળ અને આ શાકભાજી એટલા કારગર નથી : આ સૂચિમાં સ્ટાર્ચ વાળી શાકભાજી જેવી કે વટાણા, મકાઇ અને બટાટા શામિલ છે. અને આ સિવાય ફળોનો રસ. આ રિસર્ચ દરમિયાન એવું સાબિત થયું કે, સ્ટાર્ચ વાળી શાકભાજી અને પલ્પ ફળ તમને જૂની બીમારીથી બચાવતી નથી અને ન તો તે લાંબા સમય સુધી વ્યક્તિને જીવન આપવામાં મદદ કરી શકે છે.માત્ર 5 સર્વિંગ જ કેમ : તમારામાંથી કેટલાક એવું વિચારી રહ્યા હશે કે, માત્ર 5 સર્વિંગ જ કેમ કામ આવી શકે છે, અમે વધારે સર્વિંગ પણ લઈ જ શકીએ છીએ. તમે આવું જરૂરથી કરી શકો છો. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ નહીં થઈ શકે.

નટ્સનું સેવન પણ ફાયદાકારક છે : નટ્સ અને ડ્રાય ફ્રૂટને લઈને કેટલીક રિસર્ચ થઈ ચૂકી છે. હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવી, જે બોસ્ટન ગ્લોબ દ્વારા કરવામાં આવી હતી. આ જણાવે છે કે, એક મુઠ્ઠી નટ્સનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આ સિવાય તમે હૃદયની બીમારીથી પણ બચીને રહી શકો છો. આટલું જ નહિ, પરંતુ જે લોકો નટ્સનું સેવન કરે છે, તે બીજા લોકોની તુલનામાં પાતળા રહે છે, જે નટ્સનું સેવન કરતાં નથી.

હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, બ્રિધમ એન્ડ વુમન હોસ્પિટલ અને ડાના-ફાર્બર કેન્સર ઇન્સ્ટિટ્યુટના દ્વારા જાહેર કરવામાં આવેલ 2013 ની રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરે છે કે નટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.નટ્સ કંપ્લીટ પૈકેજ હોય છે : જો, કે એવા ઘણા વિવેચકો છે જે, આ સંશોધનની વિશ્વસનિયતા પર સવાલ ઉભા કરે છે. પરંતુ હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ન્યુટ્રીશન વિભાગના અધ્યક્ષમાંથી એક વાલ્ટ વિલેટ નટ્સમાં તેની અંદર રહેલ પોષક તત્વોના કારણે વધુ ફાયદાકારક માને છે. તમને જણાવી દઈએ કે, નટ્સમા એન્ટિ-ઓક્સિડેન્ટ, અનસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ અને ફાઇટોસ્ટેરોલ જેવા પોષકતત્વો હોય છે. નટ્સના આ પોષકતત્વોના આધાર પર તેને એક કમપ્લીટ પેકેજ પણ કહેવામા આવે છે. આજ કારણ છે કે નટ્સને સ્વસ્થ જીવન માટેનો આધાર માનવામાં આવે છે.

આ સિવાય એક રિસર્ચ દરમિયાન પીનટ્સ અને વૃક્ષ પર આવવા વાળા નટ્સને પણ એટલા જ ગુણકારી માનવમાં આવ્યા છે. જેટલા કે અખરોટ વગેરેને. તેવામાં તમે જો ચાહો તો પીનટ્સનું સેવન પણ કરી શકો છો. તેમાં તમે હેજલ નટ્સ, મૈકાડામિયા નટ્સ, પાઇન નટ્સ, પિસ્તા વગેરેનું સેવન પણ કરી શકો છો.

નટ્સની સાથે આ જરૂરી છે : જો કે પ્રોફેસર વિલેટ વધારે નટ્સનું સેવન કરવા માટે ચેતવી રહ્યા છે. એવું ન કરવું જોઈએ કે તેના ગુણ વિશે જાણીને, તેનું વધારે માત્રામા સેવન કરવું જોઈએ. તેથી વિલેટ કહે છે કે, તમારે તેની સાથે અન્ય હેલ્દી ફૂડનું પણ સેવન કરવું જોઈએ, કેમ કે યોગર્ટ, ચિકન, પનીર, ફળિયા વગેરે. ધ્યાનમાં રાખો કે તમારે એક હેલ્દી ડાયટને ફોલો કરવાની છે.મેડિટેરેનિયન ડાયટ : આજના સમયમા મેડિટેરેનિયન ડાયટ વિશે, લોકો ખુબ જ ઓછું જાણતા હશે. પરંતુ મેડિટેરેનિયન ડાયટ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો આ મેડિટેરેનિયન ડાયટને ફોલો કરવામાં આવે તો, હૃદય સંબંધી રોગો અને કેન્સરથી બચી શકાય છે. હાલમાં જ એક રિસર્ચ સામે આવી હતી જેમાં, કેટલીક મહિલાઓ નિયમિત રૂપથી મેડિટેરેનિયન ડાયટનું સેવન કરતી હતી જેમાં, ઓલિવ ઓઇલ, બીન્સ, ફિશ, ફળ, શાકભાજી, અને વાઇનનું સીમિત માત્રામાં સેવન કરતી હતી. આ રીતની ડાયટ કરવા વાળી સ્ત્રી વધારે સ્વસ્થ જણાઈ. આ રિસર્ચને બ્રિટિશ મેડિકલ જર્નલે 2014 માં પ્રકાશિત કરી હતી.

આ રિસર્ચમાં લગભગ 4676 સ્ત્રીઓને શામિલ કરવામાં આવી હતી. આ રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે જે સ્ત્રી મેડિટેરેનિયન ડાયટનું સેવન કરતી હતી તેમાં ટેલોમેરેઝ હતું. તમને જણાવી દઈએ કે આ એક બાયોમાર્કર હોય છે, જે લાંબા સમય સુધી જીવવા માટે ઉપયોગી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment