આ બે વસ્તુ મિક્સ કરી ને સુતા પહેલા પથારી પાસે રાખીદો, 5 સેંકડમાં મચ્છરો ભાગી જશે રૂમની બહાર. આવી જશે ઘસઘસાટ નીંદર,

જાણો આ ઉપાયો માત્ર 5 સેકંડમાં જ મચ્છર થઇ જશે ગાયબ…. ફક્ત ૫ રૂપિયાની આ વસ્તુ જ જોઇશે.

મિત્રો ઘણા લોકો ઘરમાં ગરોળી, ઉંદર, વાંદા, ઇયળ વગેરેને જોઈ ડરી જતાં હોય છે. તેને જોઈ ડર લગાવો તે પણ સ્વાભાવિક અને સહજ બાબત છે. પણ આ બધાથી પણ વધુ ખતરનાક કોઈ હોય તો એ છે મચ્છર. મચ્છર કરડે તો છે પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. આપણે અવારનવાર ઘરના સભ્યો પાસેથી સંભાળતા હોઈએ કે મચ્છરનો ઘરમાં બોવ ત્રાસ છે. રાત્રે ખુબ જ હેરાન પરેશાન કરી નાખે છે. તો મચ્છરથી છુટકારો મેળવવા માટે આપણે ઘણા ઉપાયો પણ કરતા હોઈએ છીએ. પરંતુ તેમાં છતાં મચ્છર ઘરમાંથી જતા હોતા નથી.

એવું કહેવાય છે કે આ ધરતી પર મચ્છરોની લગભગ 3000 થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ આ બધી જ પ્રજાતિ મનુષ્ય માટે હાનિકારક નથી. પરંતુ આ પ્રજાતિમાંથી અમુક પ્રજાતિ જ મનુષ્ય માટે જાનલેવા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્રારા મળતી માહિતી અનુસાર આખી દુનિયામાં મચ્છરથી ફેલાતી બીમારીથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા લગભગ 10 લાખથી પણ વધુ છે. એટલે કે મચ્છર એક એવો જીવ છે જેના કારણે લોકો સૌથી વધુ મૃત્યુ પામે છે.

જો કે એ વાત પણ સાચી છે કે બધા જ મચ્છરો જાનલેવા નથી હોતા. પરંતુ જો આપણા ઘરમાં આવતા મચ્છરોમાં એક પણ મચ્છર ડેન્ગ્યુ કે મેલેરિયાનું આવી જાય તો તેનું એક વખત કરડવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવા મચ્છરોથી ફેલાતા રોગોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગ વધુ થાય છે.

મચ્છરથી છૂટકરો મેળવવા માટે આપણે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તમે જાણો છો આ પ્રોડક્ટમાં કેમિકલની માત્રા અધિક હોય છે. આથી આ પ્રોડક્ટ આપણી મચ્છરથી રક્ષા તો કરે છે પણ બીજું બાજુ તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને નવી-નવી બીમારીઓ લાવે છે. મચ્છરને મારતા આવા પ્રોડક્ટની સંખ્યા આજે લગભગ 25 હજાર કરોડથી પણ વધુ છે.

આજે અમે તમને મચ્છરને મારવાના કે તેનાથી છુટકારો મેળવવા માટેના એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. જે તમને મચ્છરોના ત્રાસથી તો છુટકારો અપાવશે જ પણ સાથે-સાથે તમારી સ્કીનની રક્ષા પણ કરશે અને અન્ય પ્રકારની બીમારી પણ નહીં થવા દે. તો શું તમે આ ઉપાયો વિશે જાણવા માંગો છો તો અંત સુધી વાંચો અમારો આ આર્ટિકલ અને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે આ ઉપાયો કેવા લાગ્યા.

મચ્છરથી છુટકારો મેળવવા માટેના મુખ્ય ત્રણ ઉપાયો છે. 1) જેમાં પહેલા ઉપાય માટે તમે સૌપ્રથમ તેજ પત્તા (તમાલપત્ર), લીમડાનું તેલ અને કપૂર લઈ લો. આ ત્રણેય વસ્તુઓમાં એન્ટિ બેક્ટરીયલ પ્રોપર્ટીજ હોય છે, જે મચ્છરને દૂર કરવાનું કામ કરે છે અને તમારી ત્વચાના રોગો જેવા કે ખીલ, દાદ, ખૂજલી તેમજ સ્કીનના બધા જ પ્રકારના રોગો સામે પણ રક્ષણ આપે છે. હવે એક વાટકીમાં લીમડાનું તેલ લો અને તેમાં એક મોટી ચમચી કપૂરનો ભૂકો કરીને નાખો. બંનેને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લો. મચ્છર વાળી જગ્યા પર આ સ્પ્રે નો ચટકાવ કરો. આ ઉપાય મચ્છરોને મારવા માટેનો ખુબ જ ફાસ્ટ ઉપાય છે.

જ્યારે બીજા ઉપાય અનુસાર બે- ત્રણ તમાલપત્રના પાન લો તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. ત્યાર બાદ એક પાત્રમાં લીમડાંનું તેલ અથવા સરસવનું તેલ નાખો એમાં આ તમાલપત્રના પાન પણ ઉમેરી દો અને ઉપરથી કપૂર નો ભૂકો કરીને નાખો. ત્યારબાદ આ બધી વસ્તુને બરાબર હલાવીને મિશ્રણ કરી નાખો. ત્યારબાદ એક દીવાસળી પ્રગટાવી આ પાત્રમાં મુકો એટલે બધી વસ્તુ સળગી ઉઠશે. પાનના બળવાથી નીકળતા ધુમાડાથી ફક્ત 10 થી 15 સેકન્ડમાં જ રૂમના તમામ મચ્છરો મરી જશે અને ઘરની બહાર ભાગી જશે. આ ધુમાડાના બીજા અનેક ફાયદાઓ પણ છે. જેવા કે તે મગજને શાંત કરે છે, રાત્રે નીંદર પણ સારી આવે છે, માથાનો દુઃખાવો, માથું ભારે-ભારે લાગવું, ટેન્શન અને સ્ટ્રેસને પણ દૂર કરે છે. તેમજ તેના ધુમાડાથી જો તમને અસ્થમા કે માઈગ્રેન જેવી બીમારી હોય તો તે પણ દૂર થાય છે.

ત્રીજા ઉપાય માટે તમારે કપૂર અને લીમડાના તેલના મિશ્રણનો દીવો કરવાનો છે અને આ દીવાને સુતી વખતે તમારી પથારીની બાજુમાં રાખવાનો છે. આમ લીમડા અને કપૂરની સુગંધથી મચ્છર તમારી નજીક નહિ આવી શકે. પરંતુ આ ઉપાય નાના રૂમ માટે ઉપયોગી છે જ્યારે મોટા હોલ માટે તમારે ઓઇલ બર્નરનો ઉપયોગ કરવો પડે છે.

ઘણીવાર આપણે મુસાફરી દરમિયાન પણ મચ્છરના ત્રાસથી હેરાન થઈ જઈએ છીએ. ત્યારે મચ્છરને દૂર રાખવાના ઉપાય માટે તમે નારિયેળનું તેલ, લીમડાનું તેલ, લવિંગનું તેલ, પેપરમીટ ઓઇલ, નિલગિરીનું તેલને મિક્સ કરીને તેનું નેચરલ લોશન બનાવી શકો છો અને પછી આ મિશ્રણને સ્કીન પર લગાવો. આ બધા જ તેલ શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડતા. આમ આ બધા જ પ્રકારો ખુબ જ અસરકારક છે અને સ્વાસ્થય માટે પણ લાભદાયી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment