ગેસ સીલીન્ડરના ભાવમાં થયો, આટલો વધારો ભાવ જાણીને લાગશે તમને ઝટકો.. જાણો કેટલો વધારો થયો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ગેસ સીલીન્ડરના ભાવમાં થયો, આટલો વધારો ભાવ જાણીને લાગશે તમને ઝટકો.. જાણો કેટલો વધારો થયો.

ભારતમાં હમણાં કેટલા સમયથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ લગભગ ભારતમાં લાખો નવા LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. અને હજુ આ કામગીરી શરુ જ છે. આ કામગીરીથી રેશનકાર્ડમાં જે કેરોસીન મળતું હતું તેવા તમામ લોકોને પણ કેરોસીન બંધ કરીને ગેસ કનેક્શન આપવાની કામગીરી શરુ છે. સરકારનો ધ્યેય લાગી રહ્યો છે કે સાવ કેરોસીન બંધ કરીને તમામ ઘર સુધી ગેસ કનેક્શન પહોચાડવું.

હમણાં મળેલા તાજા સુત્રોના સમાચાર મુજબ એવું જણાવાઈ રહ્યું છે કે ગેસ કનેકશનની આ  પ્રેસેસ ચાલુ છે ત્યાં જ ગેસ સીલીન્ડર ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ રસોઈના સબસીડી વાળા ગેસ સીલીન્ડરમાં રૂપિયા ૨.૦૮ નો વધારો કરવામાં આવ્યો છે. જયારે સબસીડી વગરના ગેસ સીલીન્ડરમાં ૪૨.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ગેસ સીલીન્ડરના ભાવમાં છેલ્લા ૩ મહિનાથી વધારો કરવામાં આવ્યો ના હતા. આ અત્યારે ૩ મહિના બાદ તેમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ જાણકારીમાં આ માહિતી મળી છે.

કંપની દ્વાર જણાવાઈ રહ્યું છે કે ફ્યુલની માંગ વધતા, કિંમત પર આ પ્રભાવ પડતા આ વધારો કરવામાં આવી રહ્યો છે.

ગેસ સીલીન્ડરની કિંમતમાં વધારા બાદ એક માર્ચથી 14.2 કિલોગ્રામના સબસીડી વાળા રસોઈ ગેસની સીલીન્ડરની કિંમત દિલ્હી ખાતે ૪૯૫.૬૧ રૂપિયા થશે, જે અત્યારે ૪૯૩.૫૩ રૂપિયા છે. જયારે સબસીડી વગરના સિલેન્ડર હવે ૭૦૧.૫૦ રૂપિયામાં મળશે.

જો તમારી પણ ગેસ સીલીન્ડર ધારક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, આ સમાચાર અન્ય ગેસ ધારકો સાથે પણ શેર કરવા વિનંતી છે.👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment