સરહદ પર અભિનંદન સાથે રહેલી મહિલા કોણ હતી? જાણો તે મહિલા વિશે નો સાચો જવાબ જે કોઈ નથી જાણતું.

સરહદ પર અભિનંદન સાથે રહેલી મહિલા કોણ હતી? જાણો તે મહિલા વિશે નો સાચો જવાબ જે કોઈ નથી જાણતું.

ભારતમાં અત્યારે ખુશીઓની લહેર છવાઈ ગઈ છે, આપણા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવી ગયા છે. આ વાતનો ઉલ્લાસ આખા ભારતમાં છે.

જોવા જઈએ તો ખબર પડે કે આપણા વિંગ કમાન્ડર અભિનંદન જયારે POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડ્યા ત્યારે ત્યાના સ્થાનિકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ત્યાની પાકિસ્તાની આર્મીએ તેમની પર ચાર્જ લઈને તેમની સાથે પાકિસ્તાની આર્મી કેમ્પ પર લઇ ગયા હતા.

ત્યાં અભિનંદનને કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી કે, નામ, પદ, રહેણાક વગેરે વગેરે, તેના જવાબ આપના વીર કમાન્ડર અભિનંદનએ બહાદુરી પૂર્વક જવાબ આપ્યા હતા અને કેટલાક સવાલો એવા હતા કે જેના જવાબો આપવાનું વિંગ કમાન્ડર અભીમન્યુએ ટાળ્યું હતું.

ત્યાર બાદ પાકિસ્તાની મુખ્યપ્રધાન ઇમરાન ખાને તેમની સંસદમાં જણાવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિમન્યુને ૧ માર્ચે ભારત પરત મોકલવામાં આવશે અને  વાઘા બોર્ડરથી ભારતમાં મોકલાશે. આ વાત સાંભળીને સમગ્ર ભારત ખુશીઓથી ઝૂમી ઉઠ્યું હતું. ત્યાર બાદ ૧ માર્ચે ભારતના ટોચના સેના અધિકારીઓ તેમજ મીડિયા અને હજારો ભારત વાસીઓ વાઘા બોર્ડર પર તેમની રાહ જોતા હતા.

છેક ૧ માર્ચે રાત્રે 9:15 વાગ્યા આસપાસ અભિનંદન વાઘા બોર્ડર પર આવી પહોચ્યા હતા. અને તેમણે પાકિસ્તાન તરફથી ભારત તરફ પ્રયાણ કર્યું. તમામ લોકો અભિનંદનને જોઇને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અને પૂરું ભારત TV પર લાઈવ આ વીરતા પૂર્ણ દ્રશ્ય જોઈ રહ્યું હતું.

અભિનંદન જયારે પાકિસ્તાન તરફથી વાઘા બોર્ડર આવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે સાથે એક મહિલા પણ સાથે ચાલી રહી હતી, લોકોને આ મહિલા વિંગ કમાન્ડર અભિમન્યુની સાથે ચાલી રહી છે તે જોઇને ઘણું  આશ્વર્ય થતું હતું, લોકોમાં નવી નવી વાતો થતી હતી અને એ જાણવાની ઈચ્છા થતી હતી કે કોણ છે આ મહિલા ?

ઘણા લોકો એમ પણ કહી રહ્યા હતા કે તે તેમની પત્ની છે, તો કોઈ એમ પણ કહેતા જોવા મળતું હતું કે તે તેમની પત્ની નહિ પણ બીજું કોઈ ફેમીલી મેમ્બર છે. તો કોઈ એમ કેતુ હતું કે તે ભારતની કોઈ મહિલા સેના અધિકારી છે. પણ આ બધી વાતો ખોટી છે. આ તમામ વાતો લોકોમાં એટલી જ ચર્ચા જગાવતી હતી કે જેટલી અભિનંદન આવવાની ખુશી હતી. પણ આ મહિલાની સાચી ઓળખ કોઈને ના હતી.

તો ચાલો અમે આપને સાચું જણાવીએ કે તે મહિલા કોણ હતી જે વિંગ કમાન્ડર સાથે ચાલીને જતી હતી, એ મહિલા પાકિસ્તાની છે. તમનું નામ ફરીહા બુગ્તી છે અને તે  પાકિસ્તાનની ફોરેન ઓફિસર છે. આ જ  ફરીહા બુગ્તીએ પાછલા વર્ષમાં કુલભૂષણના કેસમાં પણ ભાગ ભજવ્યો હતો. આ માહિતી ગમી હોય તો શેર જરૂર કરજો..

તો આ હતો આ પ્રશ્નનો સાચો જવાબ જે કરોડો હિન્દુસ્તાનીઓના મનમાં ૧ માર્ચની રાત્રે જે ઉભો થયો હતો.. હવે અભિનંદન ભારત પરત આવી ગયા એ ખુશીમાં કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ના ભૂલતા.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “સરહદ પર અભિનંદન સાથે રહેલી મહિલા કોણ હતી? જાણો તે મહિલા વિશે નો સાચો જવાબ જે કોઈ નથી જાણતું.”

Leave a Comment