પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો… મુખ્ય આતંકવાદી મસુદ અઝહરને લઈને UNSC લેવાયો આ નિર્ણય…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

પાકિસ્તાનને લાગશે મોટો ઝટકો… મુખ્ય આતંકવાદી મસુદ અઝહરને લઈને UNSC લેવાયો આ નિર્ણય.. જાણો આ નિર્ણય વિશે.. 

મિત્રો આજકાલ આપને જોઈએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તંગદીલી વાળો માહોલ ચાલે છે. પરંતુ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને મસુદ અઝહર માટે એક નિર્ણય કર્યો છે. જાણો શું છે એ નિર્ણય. તેનાથીન પાકિસ્તાનને પણ ભોગવવું પડશે ખુબ જ નુકશાન. તો ચાલો જાણીએ કે UNSC માં શું લેવાયો છે નિર્ણય.

આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન પહેલાથી જ પોતાની જમીન પર ઉભરી રહેલ ઉપદ્રવીઓનો બચાવ કરતું આવ્યું છે. એટલું જ નહિ, પરંતુ 14 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતમાં પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ જૈશ-એ-મહોમ્મદનો મુખ્ય આતંકવાદી પણ પાકિસ્તાનની ભૂમિ પર આરામથી રહે છે. અને આ જ કારણ હતું કે ભારતે 26 ફેબ્રુઆરીના દિવસે વાયુ સેનાની મદદથી એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો.

ભારતીય વાયુસેના દ્વારા થયેલ એર સ્ટ્રાઈક દરમિયાન જૈશ-એ-મહોમ્મદના ઘણા કેમ્પ અને 300 થી વધારે આતંકવાદીઓ ઢેર થયા હતા. પરંતુ જૈશ-એ-મહોમ્મદનો મુખ્ય આતંકવાદી જે પુલવામા જેવા અટેકનો માસ્ટર માઈન્ડ રહી ચુક્યો છે તે આજે પણ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાન એ માનવા તૈયાર નથી કે તેના સંબંધો જૈશ-એ-મહોમ્મદ સંગઠન સાથે સારા નથી. પાકિસ્તાન આ સંગઠન સાથે જોડાયેલું છે તેમાં કોઈ પણ સંદેહ નથી. પરંતુ પાકિસ્તાન આખી દુનિયાને મુર્ખ માને છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

આ પરિસ્થિતિમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો કુટનીતિક મોરચો ચલાવી રહ્યું છે. જેને હવે મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. બુધવારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC માં જૈશ-એ-મહોમ્મદ સંગઠનના મસૂદ અઝહરને બ્લેક લીસ્ટ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તે પ્રસ્તાવમાં જણાવેલું છે કે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો જવાબદાર મસૂદ અઝહર જ હતો. જે પુલવામામાં શહીદ થયેલ ભારતીય CPRF ના જવાનોની શહાદતનો જવાબદાર છે.

15 સભ્યો વાળી આ UNSC માં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે એવો મત આપ્યો કે મસૂદ અઝહરની વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે અને આ સાથે તેની બધી સંપતિને જપ્ત કરી લેવામાં આવે. તેમજ હથિયાર બેનની પણ વાત કરવામાં આવી. મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ત્રણેય દેશ વીટો પાવર ધરાવે છે જેના કારણે તેમણે આવો પ્રસ્તાવ રાખવાનો અધિકાર છે. તેની સંપૂર્ણ પાને આઝાદી છીનવી લેવામાં આવે નહિ તો પાકિસ્તાનને તેનો જવાબ આપવો પડશે.

પ્રસ્તાવ અનુસાર જૈશ-એ-મહોમ્મદ સંગઠનના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉપદ્રવી ઘોષિત કરવાની માંગ કરી છે. જ્યા એક બાજુ UNSC માં જઘન્ય કાયરાના હુમલાની કટાક્ષ શબ્દોમાં નિંદા કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ પાકિસ્તાનનો મિત્ર દેશ ચીન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન UNSC નો પરમનંટ મેમ્બર છે માટે ચીનનો મત પણ આ નિર્ણય લેવામાં અહેમ ભૂમિકા ભજવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ચીન પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરના બ્લેક લીસ્ટ પ્રસ્તાવને વીટો કરી ચુક્યું છે. ચીન ઘણા મોકા પર જૈશ-એ-મહોમ્મદને પ્રાધાન્ય આપતું દેખાયું છે. હવે સવાલ એ છે કે આવનાર સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉપદ્રવી ઘોષિત કરવાનો આ પ્રસ્તાવ સ્વીકૃત થશે કે નહિ.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને બ્લેક લીસ્ટ કરવામાં આવે તો તેનાથી પાકિસ્તાનને મોટો જટકો લાગશે. ત્યાર બાદ પાકિસ્તાન ન ઇચ્છતું હોય તો પણ તેણે મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે 1 માર્ચના દિવસે અબુ ધાબીમાં ઇસ્લામિક દેશોની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઇન્ડિયન ફોરન મીનીસ્ટર સુષ્મા સ્વરાજને પણ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે સુષ્મા સ્વરાજ તે બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે.

આ રીતે ભારત સરકાર પોતાના કૂટનીતિક મોરચા દ્વારા સમગ્ર વિશ્વમાં જૈશ-એ-મહોમ્મદ આતંકવાદી સંગઠન અને પાકિસ્તાનના સંબંધોને ઉજાગર કરવામાં પાછી પાની નથી કરી રહ્યા. આ ઉપરાંત ભારતે જૈશ-એ-મહોમ્મદ અને પાકિસ્તાનની મિલી ભગતના ઘણા પુરાવાઓ પણ રજુ કર્યા છે. આ મોરચામાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા ઘણા પશ્ચિમી દેશો ભારત સાથે છે. એટલું જ નહિ પરંતુ UAE અને સાઉદી અરેબિયા જેવા ઇસ્લામિક દેશો પાસેથી ભારતને સમર્થન મળી રહ્યું છે. એવામાં આવનારા સમયમાં પાકિસ્તાનની હાલત વધારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment