લીંબુ લઇ તેની સાથે કરો આ મંત્રનો જાપ પછી જુઓ ચમત્કાર, ઘરમાં અચાનક જ સમૃધી વધશે.. દુર થશે પરેશાની.

🍋 લીંબુ અને આ મંત્રના ઉપાયથી થશે તમારા દરેક દોષો દુર અને જીવનમાં આવશે શાંતી .. 🍋

નોંધ – આ લેખ વાસ્તુ શાસ્ત્ર અને ટોટકા આધારિત છે, જો તમને એમ લાગતું હોય કે આ એક અંધ શ્રધ્ધા છે તો તમે આ લેખ તમારા માટે નથી, જો તમે ઘરમાં લીંબુ મિર્ચી કે નજર ઉતારવી જેવી બાબતોમાં વિશ્વાસ કરતા હોવ તો આ લેખ તમારા માટે વાંચવો જરૂરી છે… અને આ પ્રયોગ તમે સ્ત્રી હોવ કે પુરુષ ઘરે બેઠા થઇ શકશે જાણો તેની પૂરી વિધિ નીચે.

🍋 આજે આપણે આ લેખમાં એક જ લીંબુનો ખુબ જ શક્તિશાળી અને ચમત્કારિક ઉપાય જાણીશું જેને કરવાથી તમને કોઈ પણ પરેશાની હોય તેનો અંત આવી જશે. મિત્રો ગુરુવારના દિવસે જો તમે કોઈ પીળી વસ્તુનો ઉપયોગ કરો તો તેનો મિત્રો તમને ખુબ જ જલ્દી લાભ મળે છે. જે કોઈ પણ વ્યક્તિને ઘર સંસાર અથવા વેપાર, ઓફિસ વગેરે જગ્યા પર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ નુસ્ખો અપનાવવો જોઈએ. કેમ કે આવી બધી પરેશાની મોટા ભાગે ગુરુ ગ્રહ નબળો હોય તેને જ થતી હોય છે. પરંતુ જો તમારે તમારા ગુરુ ગ્રહને પ્રબળ બનાવવો હોય તો તમારે પીળી વસ્તુથી અમે જણાવશું તે ખાસ ઉપાય કરવો જોઈએ.

Image Source :

🍋 મિત્રો ગુરુ ગ્રહ જો કમજોર હોય તો તમારે ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. જેમ કે પૈસાની તંગી હોવી, ઘરમાં કલેશ થવો, કામમાં અથવા વેપારમાં અલગ અલગ પ્રકારના વિઘ્ન આવવા આ બધી પરેશાનીનું કારણ પણ ગુરુ ગ્રહ દોષ હોય શકે છે. જો તમારા ગુરુ ગ્રહને પ્રબળ બનાવવો હોય તો તમારે ગુરુવારના દિવસે અમે જે ઉપાય બતાવશું તે ઉપાય જરૂર કરવા જોઈએ. તેનાથી જો તમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા હોય તો તેનો પણ પ્રોબ્લેમ સોલ્વ  થઇ જશે.

Image Source :

🍋 તમારે વધારે કંઈ નથી કરવાનું તમારે એક લીંબુ લેવાનું છે. પરંતુ તે આખું પીળા રંગનું હોવું જોઈએ. લીંબુમાં કોઈ પણ દાગ ન હોવો જોઈએ તે આ કાર્ય માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. એક પીળા કલરનું લીંબુ લઈને તમારે ઘરની સામે બેસી જવાનું છે અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો ફોટો સામે હોય તો ખુબ જ સારું માનવામાં આવે છે. તે ફોટાની સામે લીંબુને રાખી દેવાનું છે. અને બંને હાથ જોડીને એક મંત્ર બોલવાનો છે. “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ” આ મંત્રનો એકવીસ વાર જાપ કરવો જોઈએ.

Image Source :

🍋 પરંતુ મિત્રો તમારે માત્ર એટલું ધ્યાન રાખવું કે આ જાપ કરતા સમયે કોઈ પણ તમને ડીસ્ટર્બ ન કરવું જોઈએ. જાપ પુરા કર્યા પછી લીંબુને જમણા હાથમાં લેવાનું. પછી તમારે કોઈ પણ પરેશાની હોય તે લીંબુને કહેવાની  છે. પોતાની બધી જ પરેશાની લીંબુને કહ્યા પછી લીંબુને જમણા હાથ વડે પોતાના માથાની ઉપરથી ઊંધું ફેરવવાનું હોય છે. ઊંધું ફેરવવાનું એટલે કે આપણી ઘડિયાળનો કાંટો જે બાજુ ચાલતો હોય તેનાથી વિરુદ્ધ દિશામાં ફેરવવાનું છે. પછી તે લીંબુને આખી રાત સુધી મંદિરમાં જ મૂકી દેવાનું. અને હા ખાસ વાત એ કે આ કાર્ય ક્યારે કરવાનું છે તે નીચે જણાવ્યું છે.

Image Source :

🍋 બીજા દિવસે જ્યારે તમારી ઊંઘ ઉડે ત્યારે સ્નાન આદિ અને પૂજા કર્યા પછી લીંબુને ત્યાંથી લઇ લેવાનું છે. પછી મિત્રો તે લીંબુના ચાર ટુકડા કરવાના છે. ચાર ટુકડા કર્યા પછી તમારે તેમાં થોડું થોડું સિંદુર અથવા કંકુ નાખવાનું છે. ત્યાર પછી તે ચારેય ટુકડાને તમારા ઘરની બહાર જઈ ઘરની ચારેય દિશા પર દુર ફેંકી દેવાના છે. જો તમે ફ્લેટ અથવા બિલ્ડીંગમાં રહેતા હોવ તો નીચે જઈ  લીંબુના ચારેય ટુકડાને બિલ્ડીંગની ચારેય દિશામાં નાખી દેવાના છે. તે ટુકડા ફેંક્યા પછી તમારે તમારા ઘરે પાછુ આવવાનું છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘરે પરત ફરતી વખતે કંઈ પણ બોલ્યા વગર જ ઘરે આવી જવું.

🍋 આ ઉપાય કર્યા પછી તમને ખબર પડશે કે તમારી બધી તકલીફ થોડા જ દિવસોમાં પૂરી થઇ જશે. તમારા જીવનમાં જે ગ્રહોની સમસ્યા અથવા  ખરાબ રાશિના ક્રમણ હશે તે ઠીક થઇ જશે. મિત્રો તમે આ ઉપાય કરીને તમારી બગડી ગયેલી કિસ્મતને બદલી શકો છો. આ ઉપાયને કરવા માટે યોગ્ય સમય ગુરુવારે રાત્રે 9 વાગ્યા પછી જ કરવાનો છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “લીંબુ લઇ તેની સાથે કરો આ મંત્રનો જાપ પછી જુઓ ચમત્કાર, ઘરમાં અચાનક જ સમૃધી વધશે.. દુર થશે પરેશાની.”

Leave a Comment