દરેક ગુજરાતી ગૃહિણી આ ભૂલ કરે છે….. આ વસ્તુઓને ક્યારેય પણ ન રાખો ફ્રીઝમાં… તેનાથી 80% કેન્સર થવાની સંભાવના વધી જાય છે….

દરેક ગુજરાતી ગૃહિણી આ ભૂલ કરે છે….. આ વસ્તુઓને ક્યારેય પણ ન રાખો ફ્રીઝમાં… તેનાથી 80% કેન્સર થવાની સંભાવના વધી જાય છે. 

સામાન્ય રીતે દરેક મહિલાઓ બજારમાંથી વસ્તુઓ ખરીદીને લાવે છે અને લાવ્યા બાદ તરત જ તેને ફ્રીઝમાં મૂકી દેતી હોય છે. ભલે તે ફળ હોય, શાકભાજી હોય કે કોઈ  અન્ય વસ્તુઓ. મહિલાઓ એવું વિચારતી હોય છે કે ફ્રીઝમાં વસ્તુઓ રાખવાથી તે વસ્તુ તાજી રહે છે. પરંતુ અમુક વસ્તુઓમાં એવું થતું નથી. ઘણી વસ્તુઓ એવી હોય છે કે તેને ફ્રીઝમાં રાખ્યા બાદ પણ તે ખરાબ થઇ જતી હોય છે અથવા તેના પર કાળા ડાઘ પડી જતા હોય છે.

તો આજે અમે એવી અમુક વસ્તુઓ વિશે જણાવશું કે જેને ભૂલથી પણ ફ્રીઝમાં ન રાખવી જોઈએ. તે વસ્તુને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થાય છે. જે આપણા શરીરના અંગોને અમુક સમયે નબળા પાડી દે છે. અને એક સર્વે અનુસાર એવું પણ જણવા મળ્યું છે કે આ વસ્તુઓ ફ્રીઝમાં રાખવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના 80% વધી જાય છે. તો ચાલો જાણીએ કે કંઈ વસ્તુને ફ્રીઝમાં ન રાખવી જોઈએ. અને હા ખાસ વાત તો એ કે દરેક ગૃહિણી આ ભૂલ કરતી જ હોય છે. એટલા માટે આ જાણકારીને વધુને વધુ શેર કરો.

તેમાં પહેલી વસ્તુ છે બ્રેડ. બ્રેડનો સામાન્ય રીતે બે દિવસમાં ઉપયોગ કરી લેવો જોઈએ અને તેમ છતાં પણ તમે તેને રાખવા માંગો છો તો તેને ફ્રીઝમાં ન રાખવી જોઈએ. કારણ કે ફ્રીઝમાં બ્રેડ રાખવાથી તે ખરાબ થઇ જાય છે અથવા સુકાઈ જાય છે. તેથી તમારે બ્રેડને ન સુકાવા દેવી હોય તો તમારે બ્રેડને એક પ્લાસ્ટિક બેગમાં રાખીને ત્યાર બાદ ફ્રીઝરમાં રાખવી જોઈએ.

બીજી વસ્તુ છે લીંબુ. જે વસ્તુઓમાં સીટ્રીક એસીડ વધારે હોય, જેમ કે લીંબુ કે સંતરા તેવા ફળોને ફ્રીઝમાં ન રાખવા જોઈએ. કારણ કે જો તમે તેને ફ્રીઝમાં રાખો તો ઝડપથી તેની છાલમાં દાગ પાડવા લાગે છે અને તેની અંદરનો રસ પણ સુકાવા લાગે છે. માટે જે ફળમાં લીંબુની જેમ સીટ્રીક એસીડ અને ખટાશ હોય તેને બહારના નોર્મલ ટેમ્પરેચર પર જ રાખવા જોઈએ.

ત્યાર બાદ છે બટેટા. બટેટાને ક્યારેય ભૂલથી પણ ફ્રીઝમાં ન રાખવા. કારણ કે બટેટામાં સ્ટાર્ચ હોય છે. જેથી તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે સ્ટાર્ચ સુગરમાં પરિવર્તિત થઇ જાય છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. તેમજ તેના અમુક ન્યુટ્રીન્સ પણ નષ્ટ પામે છે. માટે બટેટાને રસોડામાં ઠંડી જગ્યાએ રાખવા જોઈએ તેનાથી તે લાંબો સમય ચાલે છે.

ટામેટાને લગભગ લોકો ફ્રીઝમાં રાખતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ટામેટાને ઉગાડવા માટે વધારે પાણી અને સૂર્ય પ્રકાશની જરૂર પડતી હોય છે. તેથી જો ટમેટાને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે એટલું ઠંડુ તાપમાન સહન કરી શકતા નથી અને ગાળવા લાગે છે, અને તેના ન્યુટ્રીન્સ પણ નષ્ટ થવા લાગે છે. માટે જો તમારે ટામેટાની પૌષ્ટિકતા જાળવી રાખવી હોય તો તેને બહાર જ રાખવા જોઈએ.

ત્યાર બાદ છે કેળા. કેળાના ડંઠલ ઇથાલીયન ગેસ રીલીઝ કરે છે. જે ફળોને પકાવવામાં કામ આવે છે માટે જ્યારે કેળાને ફ્રીઝમાં રાખવામાં આવે તો તેની આસપાસના ફળ ઝડપથી પાકવા લાગે છે. તેમજ કેળા પણ ઝડપથી કાળા પાડવા લાગે છે. આ ઉપરાંત કેળાને લાંબો સમય સ્ટોર કરવા હોય તો ડંઠલને પ્લાસ્ટિકથી વ્રેપ કરી દેવા જોઈએ.

સફરજન જેવા બી વાળા ફળોને ફ્રીઝમાં કોઈ કાગળમાં વીંટીને રાખવા જોઈએ અને તેને ફ્રીઝમાં સૌથી નીચેના ખાનામાં રાખવા જોઈએ. જ્યાં આપણે શાકભાજી રાખતા હોઈએ, તેનાથી તે ઝડપથી ખરાબ નહિ થાય.

કાકડી, ટેટી અને તરબૂચ એવી વસ્તુઓ છે જેને લગભગ લોકો ફ્રીઝમાં રાખવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આપણે ક્યારેય તેને ફ્રીઝમાં સ્ટોર ન કરવા જોઈએ અને જો આપણે તેને ઠંડા ખાવા માંગતા હોવ તો તેને અડધો કલાક પહેલા ફ્રીઝમાં રાખીને ઠંડા કરવા. પરંતુ તેને દરેક સમયે ફ્રીઝમાં સ્ટોર ન કરવા. કારણ કે આ વસ્તુઓમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સીડંટ હોય છે. જેને ફ્રીઝમાં રાખવાથી તે નષ્ટ પામે છે.

કેચ અને સોયાસોસને પણ ફ્રીઝમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીઝમાં રાખવાથી તેનો ટેસ્ટ ખરાબ થઇ જાય છે. તેથી તેને બહાર જ રાખવા જોઈએ તેનાથી તેનો ટેસ્ટ જળવાઈ રહે છે.

આ ઉપરાંત લસણ અને ડુંગળીને પણ ક્યારેય ભૂલથી પણ ફ્રીઝમાં ન રાખવા જોઈએ. તેનાથી તે ઝડપથી સડવા લાગે છે.

તો આ વસ્તુઓને આપણે ક્યારેય ફ્રીઝમાં ન રાખવી જોઈએ. તો મિત્રો આના વિશે શું કહેવું છે.

Leave a Comment