કારમાં કયા ફલૂઇડ નું શું કામ છે, કેવી રીતે જાણી શકાય અને કોણે કેવી રીતે બદલવું કે ટોપ અપ કરવાનું? જાણો કારમાં ઓઇલિંગ ને લગતી સંપૂર્ણ માહિતી 

મિત્રો આપણા સફરનો સાથી એટલે આપણી કાર. કારની જાળવણી કરવી એ પણ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે કારની જેટલી જાળવણી કરીશું તેટલી જ તેની લાઈફ વધશે. તેવી રીતે જો કારના મેન્ટેનન્સની વાત આવે છે ત્યારે તમને મિકેનિક અનેક પ્રકારના ફલૂઇડ બદલવાની વાત કરીને તમારા પાસેથી મોટી રકમ વસુલે છે.

પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કારમાં કેટલા પ્રકારના ફ્લુઇડ કે સરળ ભાષામાં કહીએ તો ઓઇલ નંખાય છે. તો આવો તમને જણાવીએ કે કારમાં કેટલા પ્રકારના ઓઇલ નાખવામાં આવે છે. કારમાં મુખ્ય રૂપે એન્જિન ઓઇલ, બ્રેક ઓઇલ, સ્ટીયરીંગ ઓઇલ નંખાય છે તેના સિવાય કૂલેન્ટ, ડિસ્ટિલ વોટર અને વોશિંગ લિક્વિડ પણ કારમાં નાખવામાં આવે છે.આ દરેક ફલૂઇડ્સને પોતાનું એક મહત્વપૂર્ણ કામ હોય છે અને તેની લાઇફ પણ સીમિત હોય છે. સમય પર તેને બદલવાથી તમારા કારની લાઇફ પણ વધી જાય છે અને ડ્રાઇવિંગનો અનુભવ પણ વધે છે. તો આવો તમેં કેવી રીતે જાણી શકો કે ફ્લુઇડ બદલવાનું છે તે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

1) એન્જિન ઓઇલ:- એન્જિન ઓઇલ કારના મેઈન ફ્લુઇડ્સમાંથી એક છે. આ એન્જિનને ન કેવળ લુબ્રિકેટ રાખે છે પરંતુ તેને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. એન્જિન ઓઇલની લાઈફ કાર ના એન્જિન ટાઈપ, એન્જિન ઓઇલના ગ્રેડ અને કારની રનિંગ પર આધાર રાખે છે. સામાન્ય રીતે પેટ્રોલ કારોમાં એન્જિન ઓઇલ 5 થી 10 હજાર કિલોમીટર પર ચેન્જ કરાવવાનું હોય છે. તેવી જ રીતે ડીઝલ એન્જિનમાં તેની લાઈફ 10 થી 15 હજાર કિલોમીટરની હોય છે. એન્જિન ઓઇલ ક્યારે બદલવાનું હોય છે તે તમે જાતે પણ ચેક કરી શકો છો. કાર એન્જિનના ગેજને કાઢીને તેમાં ઓઇલનું લેવલ ઓછું હોય, તે વધારે કાળુ હોય કે બળવાની ગંધ આવી રહી હોય તો તેને તુરંત જ બદલાવો.

2) બ્રેક ઓઇલ:- બ્રેક ઓઇલ તમારી કારમાં બ્રેકનું પ્રેશર મેન્ટેન કરવા માટે હોય છે. તેની લાઈફ એક થી બે વર્ષની હોય છે. બ્રેક ઓઇલને ચેક કરવા માટે તમે તેનું લેવલ જોઈ શકો છો સાથે જ જો ઓઇલમાં કાળાશ દેખાય તો તેને બદલી લેવું.3) સ્ટીયરીંગ ઓઇલ:- પાવર સ્ટીયરીંગમાં આ ઓઇલ ની જરૂર હોય છે. આ ઓઇલને બદલવાનો એક નિશ્ચિત સમયગાળો હોય છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે તેને લાંબા સમય સુધી લોકો બદલાવતા નથી જેના કારણે પાવર સ્ટીયરીંગની મોટર જલ્દી ખરાબ થઈ જાય છે. આ ઓઇલને દર 20 હજાર કિલોમીટર પર બદલાવવું યોગ્ય રહેશે.   

4) કૂલેન્ટ અને ડિસ્ટીલ વોટર:- કારના એન્જિનને ઠંડું રાખવા માટે કૂલેન્ટ અને ડિસ્ટીલ વોટર ઉપયોગ કરવામાં આવે છે. કૂલેન્ટને દર 20 હજાર કિલોમીટર પર બદલી લેવું જોઈએ. તેનું લેવલ ઓછું થવા પર તેને ટોપઅપ પણ કરાવવું જોઈએ. કારો માં ડિસ્ટિલ વોટર અને કૂલેન્ટ નું મિક્સચર 2:1 હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment