બાળકોને જંક ફૂડ ખવડાવતા માતા-પિતા જાણી લેજો આ ખાસ માહિતી, નાની ઉમરમાં જ બાળકના શરીરમાં થશે આ 5 ગંભીર બીમારીઓ

મિત્રો આજના મોટાભાગના બાળકોને ઘરનું ખાવાનું નથી ભાવતું અને બહારના ખાવાને ખૂબ જ રસ પૂર્વક અને મજા લઈને ખાય છે. તેની સાથે જ બાળકો માતા પિતાને પણ કોપી કરે છે. આજકાલ બદલાતા સમયમાં ઘણીવાર સમયની કમીના કારણે મોટાભાગના લોકો જંક ફૂડ ખાઈ લે છે જે બાળકો પણ દેખે છે. આવી સ્થિતિમાં બાળકો પણ જંકફૂડને પસંદ કરે છે અને તેઓ વધારે તેને જ ખાવાની જીદ કરવા લાગે છે.

આ ધીરે ધીરે બાળકોની આદત બનતી જાય છે. બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ તેમના કરીને નુકસાન પહોંચાડવાની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. સતત જંકફૂડ ખાવાથી બાળકોમાં સ્થૂળતા ની સમસ્યા વધતી જાય છે અને સાથે જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમારું બાળક પણ જંકફૂડ ખાય છે તો જાણો તેનાથી થતા નુકસાન વિશે.1) ડાયાબિટીસનું જોખમ:- આજકાલ જંક ફૂડનું પ્રમોશન પણ ઘણું થાય છે. જેના કારણે બાળકો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. બાળકોને ઘરના ખાવા કરતા બહારનું જંકફૂડ વધારે પસંદ આવે છે. જંકફૂડમાં શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તેમને નાની ઉંમરમાં જ ડાયાબિટીસનું જોખમ ઘણું વધી જાય છે.

2) દાંતોમાં સડો:- જંકફૂડ ખાવાના કારણે બાળકોના દાંતમાં સડો થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. કારણ કે જંકફૂડ  મોટાભાગે દાંતને ચોંટી જાય છે. જેના કારણે દાંત ધીમે ધીમે ખરાબ થવા લાગ્યો છે. ચોકલેટ કેન્ડી અને બિસ્કીટ વગેરેમાં વધારે પ્રમાણમાં શુગર ઉપલબ્ધ હોય છે જે દાંત ખરાબ થવાના કારણ બને છે.3) સ્થૂળતા:- બાળકો જો જંકફૂડ ખાય છે તો તે સ્થૂળતાનો શિકાર પણ થઈ શકે છે. કારણ કે જંકફૂડમાં વધારે માત્રામાં ફેટ હાજર હોય છે. જે શરીર માટે નુકસાનદાયક હોય છે. જંક ફૂડમાં હાજર ફેટ સ્થૂળતા વધારવા સાથે બીજી અનેક બીમારીઓને જન્મ આપે છે.

4) શરીરમાં પોષક તત્વો ની કમી:- નિયમિત જંક ફૂડ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી થઇ જાય છે. જેનાથી બાળકોનું શરીર કમજોર બની જાય છે. શરીર કમજોર થવાના કારણે બાળકોની ઇમ્યુનિટી પણ વીક થઈ જાય છે. જંક ફૂડમાં મેળવવામાં આવતા પદાર્થો શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

5) માથાના દુખાવાની સમસ્યા:- જંક ફૂડ ખાવાથી બાળકોમાં માથાના દુખાવાની સમસ્યા ખૂબ જ વધી જાય છે. જંક ફૂડમાં ઉપલબ્ધ મોનોસોડિયમ ગ્લુટામેટનો ખૂબ જ વધારે પ્રયોગ થાય છે, જે માથાનો દુખાવો વધારવાની સાથે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. કેટલીક વાર બાળકો જ્યારે જંક ફૂડ વધારે ખાઈ લે છે તો તેઓ  ચીઢીયા થઈ જાય છે સાથે જ તેમનામાં માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે.

જંકફૂડ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનદાયક છે. એવામાં બાળકોને હેલ્દી રાખવા માટે તેમના ડાયટમાં લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ, ફળ અને દાળ વગેરેને સામેલ કરો. હેલ્દી ડાયેટ લેવાથી બાળકોની ઇમ્યુનિટી મજબૂત થવાની સાથે તેમને કોઈ બીમારી પણ નહીં થાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment