સુતા સમયે તકિયા પાસે આ વસ્તુઓ રાખવાથી થશે વિશેષ લાભ… જાણો કઈ વસ્તુ રાખવાથી થાય છે કેવા લાભ

સુતા સમયે તકિયા પાસે આ વસ્તુઓ રાખવાથી થશે વિશેષ લાભ… જાણો કઈ વસ્તુ રાખવાથી થાય છે કેવા લાભ.. તમારે કઈ વસ્તુ રાખવી જોઈએ?

મિત્રો સુખ અને  શાંતિપૂર્વકની ઊંઘ તે ભગવાન તરફથી મળેલી એક ભેટ હોય છે. પરંતુ મિત્રો કહેવાય છે કે શાંતિ પૂર્વક અને સુખી ઊંઘ દરેક લોકોના નસીબમાં નથી હોતી. ઘણા લોકો સારી ઊંઘ મેળવવા માટે સૂતા પહેલા દવાનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો એ વાત તો બિલકુલ સાચી છે કે જો રાત્રે ખુબ સારી ઊંઘ આવી જાય તો સવારે તરોતાજા મહેસુસ કરતા હોઈએ છીએ.

મિત્રો આજે અમે તેના સંબંધી જ એક વાત કરવા જઇ રહ્યા છીએ જેમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર જણાવશું કે કંઈ વસ્તુઓ એવી છે જેને રાત્રે સુવાના સમયે તકિયા પાસે રાખવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

મિત્રો આજના સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આવતા જ ગભરામણ અને બેચેની જેવો અનુભવ થતો હોય છે. જેના કારણે તેઓને ક્યારેક પરીક્ષા ખંડમાં વાંચેલું પણ ભૂલાય જતું હોય છે. તો ઘરે એટલી બેચેની અનુભવાતી હોય કે કોઈ કામ બરાબર ન થાય તો તે ભયને દુર કરવા માટે રાત્રે સુતા સમયે તકિયા પાસે એક પુસ્તક રાખી તેમજ માતા સરસ્વતીને એક દીવો પણ કરવો. તેવું કરવાથી પરીક્ષાનો ભય તો દુર થાય છે અને પરીક્ષામાં પણ સફળતા મળે છે.

મિત્રો ઘણા લોકોને ડર એટલો હાવી થઇ જતો હોય છે કે તે સપનામાં પણ તેનો પીછો નથી છોડતો અને ખરાબ સપનાઓ  આવતા હોય છે. જેના કારણે તેમનો ડર વધતો હોય છે તેમજ ક્યારેક જો તે ડર વધી જાય તો તેની અસર માનસિક રીતે પણ જોવા મળે તેવું પણ બની શકે છે. જો ખરાબ સપનાઓથી બચવા માંગતા હોવ તો સુતા પહેલા હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો અને ત્યાર બાદ તે બુકને તકિયા નીચે રાખી દેવી. તેવું કરવાથી ખરાબ સપનાઓ નહિ આવે ડર દુર થશે તેમજ માનસિક તણાવ પણ ઘટી જશે. તેમજ તમારા શરીરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.આ ઉપરાંત મિત્રો તકીયાની નીચે અથવા પાસે કોઈ પણ લોખંડની વસ્તુ રાખવાથી નકારાત્મકતા દુર ભાગે છે.

ત્યાર બાદ જો ખુબ ભયાનક સપનાઓ આવતા હોય તેમજ માનસિક સમસ્યાઓ હોય અને રાહુ અશુભ ચાલી રહ્યો હોય તો લાલ કિતાબ અનુસાર તકિયા પાસે રાત્રે એક મૂળો રાખીને સુવું અને સવારે તે મૂળો શિવજીના મંદિરે જઇ ત્યાં ચડાવી દેવો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર તેમજ અરોમાં થેરાપી અનુસાર દેવી દેવતાને ચડાવેલા ફૂલ તકિયા નીચે રાખીને સુવાથી વ્યક્તિને ઝડપથી ઊંઘ આવી જાય છે તેમજ ખુબ સારી ઊંઘ આવે છે.

મિત્રો રાત્રે સુવાના સમયે શ્રી દુર્ગા સપ્તશતી તકિયા પાસે રાખીને સુવાથી ચિંતા અને તણાવથી મુક્તિ મળે છે.

મિત્રો એવી માન્યતા છે કે લસણ સૌભાગ્યનું પ્રતિક છે. તેને સુતી વખતે ખીચ્ચામાં રાખવાથી અથવા તો તકિયા નીચે રાખીને સુવાથી  સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમારા કાર્યમાં સફળતા મળે છે.

તો મિત્રો આ હતી તે વસ્તુઓ કે જેને તકિયા પાસે રાખીને સુવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. જો મિત્રો તમારે પણ કોઈ માનસિક તણાવ કે કોઈ અન્ય સમસ્યાઓ હોય તો એકવાર આ ઉપાય અપનાવી જુઓ તેમજ જો તમને આ લેખ ઉપયોગી લાગે તો આગળ શેર પણ કરોજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

1 thought on “સુતા સમયે તકિયા પાસે આ વસ્તુઓ રાખવાથી થશે વિશેષ લાભ… જાણો કઈ વસ્તુ રાખવાથી થાય છે કેવા લાભ”

Leave a Comment