ઓછા રોકાણમાં શરૂ કરો આ વધુ નફા વાળો બિઝનેસ, દર મહિને થશે 50 હજાર રૂપિયાની કમાણી… ટૂંક સમયમાં વધી જશે તમારી ઇન્કમ…

કોરોના કાળમાં ઘણા લોકો પોતાનો કંઈક વ્યવસાય કરવા માંગે છે. કહેવાય છે કે, પોતાનો બિઝનેસ નોકરી કરતા હંમેશા સારો હોય છે. બિઝનેસ ભલે પછી નાનો કેમ ન હોય, પરંતુ તેઓ પોતાની મરજીના માલિક હોય છે. તમારે બિઝનેસમાં કોઈનો ઓર્ડર નથી સાંભળવો પડતો. જેટલી મહેનત કરશો એટલો જ નફો થશે. જ્યારે નોકરીમાં એવું નથી થતું. તો આજે અમે તમને એક એવા જ બિઝનેસ વિશે જણાવશું. આજે જામે તમને જે બિઝનેસની જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ તેને શરૂ કરવા માટે તમારે વધુ પૈસાની પણ જરૂર નહિ પડે.

જે બિઝનેસની જાણકરી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે કાર વોશિંગ. જો કે તમને આ એક રોડસાઈડ બિઝનેસ લાગી રહ્યો હશે. પરંતુ ખરેખર એવું નથી. તે એક સારો પ્રોફેશનલ બિઝનેસ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે, જો તમારો આ બિઝનેસ ચાલી જાય તો તમે એક કાર મીકેનીકલ રાખીને એક નવો યુનિટ પણ શરૂ કરી શકો છો.

કેવી રીતે કરશો આ બિઝનેસની શરૂઆત : કાર વોશ કરવા માટે તમારી પાસે પ્રોફેશનલ કાર વોશિંગ મશીન હોવું જરૂરી છે. આ મશીનની શરૂઆત 12 હજાર રૂપિયાની આસપાસ થાય છે. જો કે તેની કિંમત 1 લાખ રૂપિયા હોઈ શકે છે. પરંતુ શરૂઆતમાં તમે સસ્તા મશીનથી કામ ચલાવી શકો છો. 14 હજાર રૂપિયામાં તમારે 2 હોર્સ પાવર વાળું મશીન મળી જશે. જે સારું કામ આપશે. તેમાં તમને 14000 રૂપિયામાં પાઈપ અને નોજલ પણ મળશે.

જાણી લો બાકી જરૂરી સામાન : તમારી પાસે 30 લીટરનો વેક્યુમ ક્લીનર હોવું જરૂરી છે. તેની કિંમત 10 હજાર રૂપિયા હશે. બાકીના સામાનમાં શેમ્પુ અને ટાયર પોલીશ સિવાય ગ્લવ્સ અને 5 લીટરની ડેશબોર્ડ પોલીશ કેન સામેલ છે. આ સામાન 2000 રૂપિયા સુધીમાં મળી જશે. એક વાતનું ધ્યાન રાખો કે તમારે પોતાનો બિઝનેસ એવી જગ્યાએ શરૂ કરવો જોઈએ જ્યાં ભીડ ન હોય. નહિ તો કાર આઉટલેટની બહાર ઉભી રહેશે. જેનાથી સમસ્યા થશે.

પાર્ટનરમાં પણ બિઝનેસ થઈ શકે છે : જો તમારી પાસે આવી જગ્યા છે તો ખુબ સારું છે. પણ જો ન હોય તો તમે કોઈ ભાડાની જગ્યા રાખી શકો છો. ત્રીજું ઓપ્શન છે કે, તમે કોઈ કાર મીકેનીકલ આઉટલેટ પર વાત કરીને ત્યાં જ પોતાનું સેટ અપ લગાવી શકો છો. આ માટે તમારે મીકેનીકલથી પાર્ટનર શીપ કરવી જોઈએ. તેમાં ભાડાની ભાગીદારી અને નફાની ભાગીદારી થઈ શકે છે.

કેટલી કમાણી થશે : કાર વોશિંગના ચાર્જ 150 થી 450 રૂપિયા સુધીનો હોય છે. જો તમને દિવસમાં 7 થી 8 કાર મળી જાય અને લગભગ 250 રૂપિયા પ્રતિ કાર કમાણી થાય તો દરરોજ 2000 રૂપિયાની કમાણી સંભવ છે. સાથે જ તમને બાઈક પણ મળી શકે છે. જો એટલું ન હોય તો તમને મહિને 30 થી 40 હજારની કમાણી આરામથી થઈ શકે છે. જો તમે મીકેનીકલ છો તો વધુ સારું છે. તમારો નફો ઘણો વધશે. શરૂઆત નાના સ્તરે કરી શકાય છે. પરંતુ સમયની સાથે તમારો બિઝનેસ વધશે તેમાં તમારી કમાણી પણ વધશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment