નાના શહેરોમાંથી આવીને આ એક્ટ્રેસો આજે પણ બોલીવુડમાં ચલાવે છે સુંદરતાનો જાદુ, જાણીને વિશ્વાસ નહિ આવે કે આ 8 અભિનેત્રીએ કેવી રીતે બનાવી પોતાની ઓળખ..

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત આપણે નેપોટીઝ્મ પર જંગ થતી જોઈ છે. પણ ઘણી એક્ટ્રેસ એવી પણ છે જેનું આ ઇન્ડસ્ટ્રીમાં ન કોઈ ગોળફાધર હતું કે ન કોઈ તેને ઓળખાતું હતું. એટલે સુધી કે તેમનું ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે કોઈ સંબંધ નથી. પ્રિયંકા ચોપડા, કંગના રાણાવતથી લઈને અનુષ્કા શર્મા સુધી બોલીવુડની બધી જ એક્ટ્રેસ નાના શહેરથી આવીને મોટા પરદે છવાઈ ગઈ છે. સીનેમેટીક દુનિયામાં પોતાની સુંદરતા અને ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતી લીધું. જે બોલીવુડમાં પોતાની લાઈફ બનાવવામાં સફળ થઈ છે. તો ચાલો જાણીએ કોણ છે એ હિરોઈનો…

પ્રિયંકા ચોપડા : ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ઉત્તર પ્રદેશના બરેલીથી આવેલ છે. અહીંથી નીકળીને તેણે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું. પણ હોલીવુડ સુધીની સફર પણ નક્કી કરી. પ્રિયંકાનો જન્મ જમશેદપુરમાં થયો હતો. પણ અભિનેત્રી બરેલીને પોતાનું સાચું ઘર માને છે. ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ’ નો ખિતાબ જીત્યા પછી પ્રિયંકા ચોપડા પહેલી વખત અબ્બાસ મસ્તાનની રોમેન્ટિક થ્રીલર ફિલ્મ હમરાજ માટે અપ્રોચ કરવામાં આવી હતી. પણ કોઈ કારણસર તે આ ફિલ્મનો ભાગ ન બની શકી. ત્યાર પછી એક્ટિંગની દુનિયામાં તેણે તમિલ ફિલ્મ ‘થમીજહન’ કરી. આ ફિલ્મમાં પ્રિયંકાના અપોજીટ વિજય જોવા મળ્યા હતા. ફિલ્મમાં પ્રિયંકાનું પાત્ર ખુબ જ ટૂંકું હતું.

એશ્વર્યા રાય બચ્ચન : સૌથી સુંદર એક્ટ્રેસ એશ્વર્યા રાયનો જન્મ કર્ણાટકના મેગલુંરમાં થયો હતો. એશ્વર્યાના પિતા વ્યવસાયે એક એન્જીનીયર હતા અને માતા લેખિકા હતી. કર્ણાટકના એક નાના ગામથી નીકળી અભિનેત્રી પહેલા મિસ વર્લ્ડ બની અને પછી બોલીવુડમાં પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો. આજ પણ એશ્વર્યા બોલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસ તરીકે મશહુર છે.

કંગના રનૌત : બોલીવુડની ધાકડ ગર્લ કંગના રનૌત હિમાચલ પ્રદેશના એક નાના શહેર મનાલીથી છે. અભિનેત્રી એ પોતાની મહેનતથી ફિલ્મી દુનિયામાં ખાસ સ્થાન બનાવ્યું છે. કંગના રાણાવત આજે જે સ્થાન પર છે તેને મેળવવા માટે ઘણી મહેનત કરી છે. કંગના ઘણી વખત ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે, તેની ભાષાને લઈને તેનો મજાક ઉડાડવામાં આવે છે.

વિદ્યા બાલન : બોલીવુડની મશહુર અભિનેત્રી વિદ્યા બાલમ કેરળના નાના શહેર પલક્કડથી છે. બોલીવુડ પહેલા ટીવી જગતમાં પગ મુક્યો હતો. પોતાના ફિલ્મી કેરિયર વિશે જણાવતા તે કહે છે કે, જ્યારે તેણે ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો ત્યારે ઘણી જગ્યાએ રીજેકશનનો સામનો કરવો પડ્યો હતો.

પ્રીતિ ઝીન્ટા : બોલીવુડની ડીમ્પલ ગર્લના નામથી મશહુર પ્રીતિ ઝીન્ટા શિમલાના એક નાના શહેર રોહરુથી આવેલ છે. એક્ટ્રેસએ પોતાની ક્યુટ સ્માઈલથી દર્શકોને દીવાના બનાવ્યા છે. પ્રીતિ બોલીવુડમાં પોતાની ઈમેજ બનાવવામાં સફળ થઈ છે.

મલ્લિકા શેરાવત : ઓછા સમયમાં બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવનાર મલ્લિકા શેરાવત હરિયાણાના રોહતકથી આવેલ છે. મલ્લિકા એ વર્ષ 2000 માં રિલીઝ ફિલ્મ ‘મર્ડર’ અને ખ્વાઇશથી બોલીવુડમાં ખાસ સ્થાન બનાવ્યું. એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તેને ખુબ પસંદ કરવામાં આવે છે. કોઈ કારણે તે અકસર ચર્ચામાં રહે છે.

અનુષ્કા શર્મા : એક્ટ્રેસ અનુષ્કા શર્મા અયોધ્યાથી છે. પછીથી અનુષ્કા બેંગ્લોર જતી રહી. કારણ કે તેના પિતાનું ટ્રાન્સફર થઈ ગયું. અનુષ્કાનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી. દૂર દૂર સુધી અભિનેત્રીના પરિવારમાં કોઈ ફિલ્મી દુનિયા સાથે સંબંધ નથી રાખતું. પણ પોતાની મહેનતે તેણે ‘બેન્ડ બાજા બારાત’ થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. ત્યાર પછી તે શાહરૂખ ખાન સાથે ‘રબ ને બના દી જોડી’ માં જોવા મળી હતી.

દિશા પટણી : બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ એ પોતાના દમ પર બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે દિશા પટણી પણ પ્રિયંકા ચોપડાના શહેર બરેલીથી છે. દિશા પોતાની ક્યુટ સ્માઈલ અને બોલ્ડ અવતારથી બોલીવુડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. મિસ લખૌન બન્યા પછી દિશા પેન્ટાલુન મોડલમાં ફર્સ્ટ રનરઅપ છે.

2013 માં તેને ફેમિના મિસ ઇન્દોર કોન્ટેસ્ટમાં ભાગ લીધો. તેમાં તે ફર્સ્ટ રનરઅપ રહી છે. 17 વર્ષની ઉંમરમાં તેણે પહેલો ફોટોશૂટ કર્યો હતો. જેમાં તે ખુબ જ અલગ દેખાય છે. ત્યાર પછી તેલુગુ ફિલ્મના ડાયરેક્ટર પૂરી જગન્નાથ એ તેને મુવી ‘લોફર’ માટે કાસ્ટ કરી. અહીંથી દિશાની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી થઈ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment