મોદી સરકારની મોટી તૈયારી, સરકારી અને પ્રાઈવેટ નોકરિયાતોને થશે આ મોટો ફાયદો… લાગુ થશે ફાયદા વાળો આ નિયમ…

કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી દેશમાં લેબર કોડના નિયમોને લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ કાનુનને લાગુ થતા જ કર્મચારીઓના ટેક હોમ સેલેરી અને PF સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે. જેના કારણે કર્મચારીઓની ટેક હોમ સેલેરી ઓછી થઈ જશે. જ્યારે ભવિષ્યની બચત (ધન રાશી) એટલે કે PF માં વધુ પૈસા જમા થવા લાગશે.

વાસ્તવમાં કેન્દ્ર સરકાર ચારેય શ્રમ કાનુનને જલ્દીથી લાગુ કરવા માંગે છે. પહેલા 1 જુલાઈથી લેબર કોડ નિયમ લાગુ કરવાનો પ્લાન હતો. પરંતુ રાજ્ય સરકાર તૈયાર ન હતી. આ ચાર સંહિતાઓ અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેએ આ નિયમોને અધિસૂચિત કરવો પડશે. ત્યાર પછી સંબંધિત રાજ્યોમાં તે કાનુન અસ્તિત્વમાં આવશે. શ્રમ કાનુન લાગુ થઈ ગયા પછી સેલેરી સ્ટ્રક્ચરમાં ઘણા ફેરફાર થવા લાગશે.

નવા કાનુનથી કર્મચારીઓના મૂળ વેતનને ભવિષ્ય નિધિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. શ્રમ મંત્રાલય ઔદ્યોગિક સંબંધ, વેતન, સામાજિક સુરક્ષા, વ્યવસાયિક અને સ્વાસ્થ્ય સુરક્ષા અને કાર્યસ્થિતિને લઈને નવો નિયમ લાગુ કરવાની તૈયારી છે. ચાર શ્રમ સંહિતાઓ અંદર 44 કેન્દ્ર્રીય શ્રમ કાનૂનોને સુસંગત કરી શકાશે.

ફેરફાર કર્યા પછી કર્મચારીઓની બેઝીક સેલેરી 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે. લેબર યુનિયનની માંગ રહી છે કે કર્મચારીઓની ન્યુનતમ બેઝીક સેલેરી ને 15000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા થવી જોઈએ. જો આવું થાય છે તો તમારો પગાર વધી જશે.

નવા પગાર સંહિતાની અંદર ભુગતાનને 50% પર સીમિત કરી શકાશે. તેનો અર્થ છે કે, કર્મચારીનો કુલ પગારનો માત્ર 50% પગાર જ થશે. ભવિષ્ય નિધિની ગણના મૂળ પગારના આધારે નક્કી કરી શકાય છે. તેમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું પણ સામેલ રહે છે.

હાલ નિયોક્તા પગારને ઘણા પ્રકારના ભુગતાનમાં વેંચી નાખે છે. તેનાથી મૂળ પગાર ઓછો રહે છે. જેનાથી ભવિષ્ય નિધિ અને આયકરમાં યોગદાન પણ નીચે રહે છે. નવી પગાર સંહિતામાં ભવિષ્ય નિધિ યોગદાન કુલ પગારના 50% ના હિસાબે નક્કી કરવામાં આવશે.

શું ફાયદો થશે ? : નવા ફેરફાર પછી બેઝીક સેલરી 50% અથવા તેનાથી વધુ હોઈ શકે છે. જ્યારે PF બેઝીક સેલેરીના આધારે ગણવામાં આવે છે. તે તેમાં હવે કંપની અને કર્મચારી બંનેનું યોગદાન વધી જશે. ગ્રેચ્યુંટી અને PF માં યોગદાન વધવાથી રીટાયરમેન્ટ પછી મળતી રાશિમાં વધારો થશે.

PF માં કર્મચારીનું યોગદાન વધવાથી કંપનીઓ પર આર્થિક ભાર વધશે. આ સાથે જ બેઝીક સેલેરી વધવાથી ગ્રેચ્યુંટીની રકમ પણ હવે પહેલા કરતા વધુ હશે. તે પહેલાની સરખામણીમાં દોઢ ગણીથી પણ વધી શકે છે. આ વસ્તુઓથી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. આમ આ લેબર કોડના નિયમ હવે લાગુ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment