આ જગ્યાએ વર-વધુને લગ્ન બાદ 3 દિવસ સુધી નથી જવા દેતા ટોઇલેટમાં… તેની પાછળ છુપાયેલું છે આ ખાસ રહસ્ય… કારણ જાણીને રહી જશો દંગ…

મિત્રો લગ્નને લઈને દરેક સ્થળે અલગ અલગ રીવાજો હોય છે અને દરેક લોકોની પોતાની સંસ્કૃતિ, રીત-રીવાજ અને સામાજિક પરંપરા હોય છે. જે અનુસાર તેમનું જીવન પસાર થતું હોય છે. આજે અમે તમને આ લેખમાં એવા રીવાજ વિશે વાત કરીશું જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. 

લગ્ન બે લોકોની સાથે સાથે બે પરિવારોનું મિલન હોય છે. માટે જ દુનિયા આખીમાં આ શુભ કાર્યથી જોડાયેલા રીત-રીવાજોને ફોલો કરવામાં આવે છે. પરંતુ અમુક રીવાજ એવા હોય છે, જેને જોઈને હસવું આવે છે અને મગજ ઘૂમરી ખાઈ જાય છે. આપણે એ વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે, શું સાચે જ લોકો આ બધી વસ્તુઓને માને છે ? જો કે, રીત-રીવાજની પાછળ કારણ છુપાયેલા હોય છે. ભારતમાં જ નહિ, પરંતુ દુનિયાના અલગ અલગ દેશોમાં આ અજીબોગરીબ રીવાજ ફોલો કરવામાં આવે છે. જેમ કે ફ્રાંસમાં વર-વધુને તેમના પરિવારજનો દ્વારા ખુબ જ હેરાન કરવામાં આવે છે. મોરિટાનિયા દેશમાં લગ્ન માટે માત્ર જાડી છોકરીઓને જ પસંદ કરવામાં આવે છે. તે કારણે તેમણે જબરદસ્તીથી ખવડાવવામાં આવે છે, સાથે જ તેમના માતા-પિતા દ્વારા ‘ફૈટ કેમ્પસ’માં પણ મોકલવામાં આવે છે, જેથી તેઓ જાડી થઈ શકે અને તેમના લગ્ન સરળતાથી થઈ શકે. તમે એ તો સાંભળ્યુ હશે કે નજર ન લાગે તે માટે કાળું ટપકું કરવામાં આવે છે, પરંતુ સ્કોટલેંડમાં વર-વધુના ચહેરા પર કાલીખ પોતવામાં આવે છે.

એવામાં આજે અમે તમને ઇંડોનેશિયાના એક સમુદાય વિશે જણાવશું, જ્યાં લગ્નથી જોડાયેલ ખુબ જ અજીબ રિવાજ મનાવવામાં આવે છે. વિચારો જો તમને કોઈ ટોઇલેટ ન જવા દે તો ? એ પણ ત્રણ દિવસ ? પછી તમે શું કરશો ? તમને કદાચ આ સાંભળીને ગુસ્સો આવશે, પરંતુ આ સાચું છે. ચાલો જાણીએ ઇંડોનેશિયામાં શા કારણે નવા જોડાને 3 દિવસ સુધી ટોઈલેટ જવા દેતા નથી.ટીડોન્ગ સમુદાયનો છે આ રિવાજ:- ટીડોન્ગ લોકો ઇંડોનેશિયા અને મલેશિયાની વચ્ચેની સીમા પાસે બોર્નિયોના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં નિવાસી છે. અહીંના સમુદાયના લોકો વચ્ચે લગ્નથી જોડાયેલ ખુબ જ અજીબ પરંપરા છે. આ સમુદાયના વર-વધુને લગ્ન પછી ત્રણ દિવસ સુધી ટોઈલેટ જવા દેવામાં આવતા નથી. તમને આ સાંભળીને ખુબ જ અજીબ લાગતું હશે. કદાચ હસવું પણ આવતું હશે. પરંતુ આ રિવાજ એ લોકો માટે કોઈ મોટી વાત નથી. અહીં આ રિવાજ ફોલો કરવો ખૂબ જરૂરી હોય છે. 

લગ્નજીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ:- ટીડોન્ગ સમુદાયમાં એ માનવામાં આવે છે કે, જો વર-વધુ લગ્ન પછી ટોઈલેટનો ઉપયોગ કરે તો, તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ત્યાં સુધી કે લગ્નજીવન લાંબા સમય સુધી ચાલતું પણ નથી. એટલું જ નહિ, એવું પણ માનવામાં આવે છે કે, આવું કરવાથી કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.ઓછું ભોજન આપવામાં આવે છે:- હવે તમે વિચારી રહ્યા હશો કે, એવું કેમ થઈ શકે કે, કોઈ વ્યક્તિ ટોઈલેટ ન જાય ? પરંતુ તે માટે અહીં વર-વધુને 3 દિવસ સુધી ઓછું ભોજન આપવામાં આવે છે. સાથે જ ટોઈલેટ ન જઈ શકે તે માટે ઘરે મોટા લોકો ચોકીદારી પણ કરે છે. 3 દિવસ પછી વર-વધુ ન્હાઈ છે અને પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરે છે. 

વૈવાહિક જીવન રહે છે ખુશહાલ:- માનવામાં આવે છે કે, જે કપલ આ ચૂનોતી પાર કરવામાં સફળ થાય છે, તે ખુશહાલ જીવન જીવે છે. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી. આ જ કારણ છે કે અહીં મોટાભાગના કપલ સુખી જીવન માટે આવું કરે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment