જો તમે પણ ઘરે બેઠા કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો તમને એક એવો આઇડિયા જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમે નોકરીની સાથે તમારી કમાણી પણ વધારી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે પોસ્ટ ઓફિસની સાથે તમારા બિઝનેસને શરૂ કરી શકશો.
પોસ્ટ ઓફિસથી દર મહિને તમે મોટી કમાણી કરી શકો છો. ખાસ વાત એ છે કે તેની માટે તમારે માત્ર 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે અને ત્યારબાદ આરામથી તમે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ તરફથી ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે તેનો અર્થ એ થયો કે તમે પોસ્ટ ઓફિસ ખોલીને પણ પૈસા કમાઇ શકો છો.
આ સમયે દેશમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. ત્યારબાદ પણ દરેક જગ્યાએ પોસ્ટ ઓફિસની પહોંચ નથી, તે વાતને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે. આવો તમને જણાવીએ છીએ તમે આ ફ્રેન્ચાઇઝી કેવી રીતે લઈ શકો છો.
બે પ્રકારની મળે છે ફ્રેન્ચાઇઝી : તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ તરફથી બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. તેમાં પહેલી ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટની ફ્રેન્ચાઇઝી છે. તમે તેમાંથી કોઈપણ ફ્રેન્ચાઇઝી પસંદ કરી શકો છો. તે સિવાય એવા એજન્ટ જે શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી દરેક ઘરે પહોંચાડે છે. તેને પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝીના નામથી પણ જાણવામાં આવે છે.
કોણ લઈ શકે છે ફ્રેન્ચાઈઝી ? : 1) ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિ ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
2) કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે.
3) ફ્રેન્ચાઇઝી લેતા વ્યક્તિ પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સ્કૂલનું આઠમા ધોરણ પાસનું સર્ટીફીકેટ હોવું જરૂરી છે.
4) ફ્રેન્ચાઇઝીનું આવેદન કરવા માટે સૌપ્રથમ ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે.
5) ત્યારબાદ સિલેક્શન થઈ ગયા પછી ઇન્ડિયન પોસ્ટની પાસે એક MOU સાઇન કરવો પડશે.
માત્ર 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે : તમને જણાવી દઇએ કે આ ફ્રેન્ચાઇઝીને લેવા માટે તમારે માત્ર 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ફ્રેન્ચાઇઝી મળી ગયા બાદ તમે કમિશનના આધાર ઉપર કમાણી કરી શકો છો. તે તમારા કામ ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલી કમાણી કરી શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ ઉપર કરો વિઝીટ : તે સિવાય આ ફ્રેન્ચાઇઝી માટે તમે પોસ્ટ ઓફિસ ની ઓફિશિયલ નોટિફિકેશન વાંચો અને ઓફિશિયલ સાઇટ પર આવેદન કરો.
https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf
આ ઓફિશિયલ લીંક ઉપર ક્લિક કરી શકો છો, અહીં થી તમે ડાઉનલોડ કરીને ફ્રેન્ચાઇઝી માટે આવેદન કરી શકો છો. તમને જણાવી દઈએ કે જે લોકોને પસંદ કરવામાં આવે છે તેમને પોસ્ટ ડીપાર્ટમેન્ટ સાથે એક MOU સાઇન કરવાનો હોય છે. ત્યારબાદ જ તે ગ્રાહકોને બીજી સુવિધાઓ આપી શકશે.
કેવી રીતે થાય છે કમાણી ? : પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝીની કમાણી કમિશન પર હોય છે. તેની માટે પોસ્ટ ઓફિસ તરફથી મળતા પ્રોડક્ટ અને સર્વિસ આપવામાં આવે છે. આમ આ દરેક સર્વિસ ઉપર કમીશન આપવામાં આવે છે. MOU માં કમિશન પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે.
કમિશન કેટલુ નક્કી કરવામાં આવે છે? : 1) રજીસ્ટર લેખના બુકિંગ ઉપર 3 રૂપિયા
2) સ્પીડ પોસ્ટ લેખની બુકિંગ ઉપર 5 રૂપિયા
3) 100 થી 200 રૂપિયાના મની ઓર્ડરના બુકિંગ ઉપર 3.50 રૂપિયા
4) 200 રૂપિયાથી વધુના મની ઓર્ડર ઉપર 5 રૂપિયા
5) દર મહિને રજીસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુ બુકિંગ ઉપર 20% વધારાનું કમિશન
6) પોસ્ટેજ સ્ટેમ્પ, સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મના વેચાણ પર વેચાણની રકમના 5%
7) રેવન્યુ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રુમેન્ટના સ્ટેમ્પ વગેરેના વેચાણ સહિત રિટેલર સર્વિસ ઉપર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થતી કમાણીના 40 %.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી