બોલીવુડના દસ એવા હીરો જે ફિલ્મ કરવા માટે માંગે છે સૌથી વધારે પૈસા….

તો મિત્રો આજે આપણે બોલીવુડના દસ એવા હીરોની વાત કરીશું જે ફિલ્મ કરવા માટે માંગે છે સૌથી વધારે પૈસા..

ફિલ્મ હીટ રહી કે ફ્લોપ એ આપણે જે તે ફિલ્મની કરેલી બોક્ષ ઓફીસ પર થયેલી કમાણી પરથી જાણી શકીએ છીએ. પરંતુ આમ જોવા જઈએ તો ફિલ્મના હીટ થવા પાછળ જો કોઈની સૌથી મોટી ભૂમિકા હોય તો એ છે ફિલ્મનો હીરો. મિત્રો તમે જાણો છો કે ફિલ્મને 100, 200  કે 400 કરોડની કમાઈ કરાવનાર હીરો પોતે કેટલા પૈસા કમાઈ છે ? તો મિત્રો આજે આ લેખમાં જાણો કે હીરો એક ફિલ્મ માટે કેટલા પૈસાની માંગણી કરે છે.

રણબીર સિંઘ એક ફિલ્મના 9 કરોડ રૂપિયા લે છે. આમ તો તે બોલીવુડના ઉભરતા અભિનેતા છે. બાજીરાવ મસ્તાની ફિલ્મ પહેલા તેઓ 2 થી 4 કરોડ ચાર્જ કરતા હતા. પરંતુ ફિલ્મ હીટ ગયા પછી તેમણે પોતાની ફી લગભગ ત્રણ ગણી વધારીને અત્યારે 9 કરોડ જેટલી કરી નાખી છે.

 

જ્હોન અબ્રાહમ લે છે એક ફિલ્મના 12 કરોડ. જ્હોનની ફિલ્મો પણ બોક્સ ઓફિસમાં સારી એવી કમાણી કરે છે. જ્હોન સિલેક્ટેડ ફિલ્મ જ કરે છે અને એક ફિલ્મ માટે તેઓ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શૈફ અલી ખાન એક ફિલ્મ માટે 14 કરોડ રૂપિયા કમાય છે. શૈફનું કરિયર એટલું ખાસ તો નથી ચાલતું પરંતુ તેમ છતાં તે એક ફિલ્મ માટે 14 કરોડ ચાર્જ કરે છે.

અજય દેવગન પોતાની એક ફિલ્મમાંથી કમાણી છે 16 કરોડ. અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફીસ પર સતત કમાણી કરતી હોય છે. અજય દેવગન મોટા બજેટની ફિલ્મો ખુબ ઓછી લે છે પરંતુ તેમ છતાં પણ તેમને એક ફિલ્મના મળે છે 16 કરોડ રૂપિયા.

રણબીર કપૂર પોતાની  એક ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. નવા સીતારાઓમાં રણબીર કપૂર કેટલો આગળ છે તે તેનો ચાર્જ જોઇને ખ્યાલ આવી જાય. રણબીર એક ફિલ્મ માટે 24 કરોડથી પણ વધારે પૈસા ચાર્જ કરે છે પરંતુ જ્યારે તેમની ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ જાય ત્યારે તેમણે નિર્માતાને પૈસા પાછા પણ આપેલા છે.

હ્રીતિક રોશન પોતાની એક ફિલ્મમાંથી મેળવે છે 30 કરોડ રૂપિયા. સામન્ય રીતે હ્રીતિક રોશન પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મો ફ્રીમાં જ કરે છે પરંતુ જો ફિલ્મ તેના હોમ પ્રોડક્શનની ન હોય તો તે એક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શાહરૂખ ખાન એક ફિલ્મમાંથી કમાઈ છે 35 કરોડ રૂપિયા. આમ તો શાહરૂખ ખાન વિશે કહેવાય છે કે તે ફિલ્મો કારવાઈ ફી નથી લેતા પરંતુ તે ફિલ્મના નફાનો ભાગ લે છે. પરંતુ ફિલ્મના બજેટમાં તેમની ફી દર્શાવેલી હોય છે જે 35 કરોડની આજુબાજુ હોય છે.

અક્ષય કુમાર એક ફિલ્મ માટે ૪૦ કરોડ ચાર્જ કરે છે. હમણાં થોડા વર્ષોથી અક્ષયનો ચાર્જ ઝડપથી વધ્યો છે. તેથી જ તો તેઓ એક ફિલ્મના ૪૦ કરોડ ચાર્જ કરે છે અને તેવું પણ કહેવાય છે કે રોબટ-૨ ફિલ્મ માટે તેમણે ૮૦ કરોડની માંગણી કરેલી છે.

આમીર ખાન પોતાની એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા માંગે છે. આમીર ખાન વર્ષમાં એક જ ફિલ્મમાં કામ કરે છે પરંતુ તેનો ચાર્જ ખુબ જ ભારીભારખમ છે.

સલમાન ખાન એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 60 કરોડ. બોક્સ ઓફીસ પર સલમાનની ફિલ્મો ખુબ જ સારી રીતે ચાલે છે. તો આ જાણ્યા બાદ સલમાનનો ચાર્જ પણ ઉંચો હોય તેમાં કોઈ સંદેહ નથી.

 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment