અમેરિકાના આ શહેરમાં મળે છે ગાયના છાણા, તેના ભાવ જાણીને દંગ રહી જશો…..

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે લોકો હવે દેશી વસ્તુઓ તરફ વધારે આકર્ષણ પામ્યા છે. કેમ કે આજકલ આપણે જોઈએ તો લોકો દરેક દેશી વસ્તુને પહેલું પ્રાધાન્ય આપવા લાગ્યા છે. આજે લોકો દેશી ઘી, ગાયનું દૂધ, ગાયનું માખણ, અનાજથી લઈને બધા જ શાકભાજી પણ ઓર્ગેનિક પસંદ કરે છે. કેમ કે તેનાથી આપણું સ્વાસ્થ્ય જળવાય છે. તો આજે અમે તમને એક એવી જ દેશી વસ્તુ વિશે જણાવશું.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગાયના છાણનું આપણે ત્યાં કેટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો ગાયનું છાણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી બને છે. કેમ કે ગાયના છાણના ઘણા બધા ઉપયોગ છે. પરંતુ ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ છાણાનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને જણાવશું કે વિદેશમાં પણ આજે ગાયના છાણા મળી રહ્યા છે. તો આ વાત જાણીને ખરેખર આપણને આશ્વર્ય થાય. તો ચાલો જાણીએ તેના વિશે, આ છાણા ક્યાં મળે છે અને શા માટે મળે છે.

મિત્રો આજકાલ તો ઈ-કોમર્સ વેબસાઈટમાં પણ ગાયના છાણા વહેંચવામાં આવે છે. તમને જણાવી દઈએ તો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ વહેંચાય રહ્યા છે. પહેલા આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ ઘરે જ છાણા વહેંચતું પરંતુ હવે તો ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન પણ મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાના ન્યુજર્સીના એડિસનમાં પણ ગાયના છાણા મળે છે. આપણને જાણીએ હેરાની થાય પરંતુ આ વાત એકદમ સત્ય છે. અમેરિકાના ન્યુજર્સીના એડિસન શહેરમાં એક દુકાન પર ભારતીય છાણાનું વહેંચાણ થાય છે.

ત્યાં ગાયના છાણાને એક કરિયાણાની દુકાનમાં વહેંચવામાં આવે છે. જેની કિંમત છે 2.99 ડોલર, તો તેની મૂળ ભારતીય કિંમત થાય 214 રૂપિયા. તો એડિસનમાં 214 રૂપિયામાં વહેંચાય છે. ત્યાં ગાયના છાણાનો ફોટો ટ્વીટર પર સમર હાલારંકર નામના એક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. સમય દ્વારા જે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો તેમાં સાફ દેખાય રહ્યું છે કે, ગાયના છાણા એક પેકેટમાં બંધ છે.

સમરે આ પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, મારા ભાઈએ ગાયના છાણાને ન્યુજર્સીના એડિસનના એક કિરાણાની દુકાને જોયા. ગાયના છાણાને 2.99 ડોલરમાં વહેંચાય રહ્યા છે. ગાયના છાણા આ પેકેટમાં 10 છાણા હોય છે, અને તે પેકેટમાં બહાર લખેલું હોય છે કે આ છાણા ધાર્મિક ઉદેશ્ય માટે છે, તેને ખાવાના ઉપયોગમાં ન લેવા. સાથે સાથે તેના પેકેટ પર પણ એવું લખ્યું છે કે, આ ભારતની પ્રોડક્ટ છે. આ પોસ્ટને 18 નવેમ્બરના રોજ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવી હતી. ટ્વીટ સાથે એક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે, શું દેશી ગાયના છાણા છે કે પછી બીજી કોઈ ગાયના છે ? તેના બાદ સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા ખુબ જ જવાબ દેવામાં આવ્યા હતા. અને બધા જ જાણીને દંગ રહી ગયા હતા. કે ભારતની પ્રોડક્ટ વિદેશમાં પણ વહેંચાય છે, અને એ ન ગાયના છાણા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment