આ એક કસરત મહિલાઓને આજીવન દવાખાનાથી દુર રાખશે અને ક્યારેય નહિ થાય આવા દુઃખાવા, શરીરને થશે આવા ચોંકાવનારા ફાયદા…

મિત્રો દરેક લોકો કોઈને કોઈ પ્રકારની ચરબીને લઈને પરેશાન હોય છે અને તેઓ તેને દુર કરવા માટે અનેક પ્રયત્નો પણ કરતા હોય છે. અહીં જણાવવામાં આવેલ આ એક યોગ કરીને તમે તમારી પગ, કમર અને હિપ્સની ચરબીથી છુટકારો મેળવવાની સાથે બીજા ફાયદાઓ પણ લઈ શકો છો.

સેતુબંધનો અર્થ છે સેતુનું નિર્માણ. બસ આ જ તમારે યોગમુદ્રામાં કરવાની જરૂર છે. બ્રીજ પોજ, જેને સેતુબંધાસન અથવા ચતુર પદાસન પણ કહેવામાં આવે છે. તમારા મગજ અને કરોડરજ્જુ માટે કામ કરનાર સૌથી પ્રભાવશાળી યોગોમાંથી એક છે. તેમજ તેને દરરોજ કરવાથી પેટ, કમર અને હિપ્સની ચરબી જલ્દી દુર થાય છે. આ સિવાય તમે તેનાથી હેલ્થને લગતા ઘણા ફાયદાઓ પણ મેળવી શકો છો. ચાલો તો આ લોકપ્રિય આસનથી મળતા લાભ વિશે જાણી લઈએ. પહેલા તો તેને કરવાની રીત જાણી લઈએ.બ્રીજ પ્રોજ કરવાની યોગ્ય રીત : આ આસન કરવા માટે સીધા સુઈ જાવ, પોતાના ગોઠણને વાળો અને પગને સપાટી પર સીધા રાખો, ગોઠણને હિપ્સની ઉંચાઈથી અલગ રાખો અને પગના કાંડાને પોતાના હિપ્સ સુધી સ્ટ્રેચ કરો. જો તમારું શરીર ફીટ છે તો તમે પગના કાંડાને પકડી શકો છો અથવા હથેળીને સાઈડમાં નીચે રાખી પણ શકો છો. પગ અને ભુજાઓને ફર્શથી પ્રેસ કરો, શ્વાસ લો અને પોતાના હિપ્સ અને ચેસ્ટને ઉપર કરો.

આ સાથે પોતાની પીઠને નમાવો અને કરોડરજ્જુને ફર્શથી ઉપર કરો, સુનિશ્ચિત કરો કે તમારા ખંભા અને માથું ફર્શને સ્પર્શ કરી રહ્યા હોય. થોડી સેકેંડ માટે આ મુદ્રામાં રહો. જ્યારે તમે નીચેની કરોડરજ્જુ પર પ્રેશર અનુભવો છો ત્યારે સમજો તમે તેને યોગ્ય રીતે કરી રહ્યા છો. શ્વાસ છોડો અને ધીમે ધીમે પોતાના હિપ્સને નીચે જમીન તરફ કરો. આ આસનને ઓછામાં ઓછી 4 થી 5 વખત કરો. તો હવે જાણીએ આ આસનના ફાયદા.હિપ્સના સ્નાયુઓ : બ્રીજ પોજ કરતી વખતે પોતાના ગોઠણને હિપ્સના ભાગથી અલગ રાખવા ખુબ જરૂરી છે. આમ કરવાથી તમે પોતાના હિપ્સ ફ્લેક્સર્સને ઢીલા કરવામાં સક્ષમ બનો છો. મસલ્સનો વધુ એક સેટ જે લાંબા સમય સુધી બેસવાથી પીડિત થાય છે. જ્યારે તમે બ્રીજ પોજમાં અંદર અને બહાર કરો છો ત્યારે હીપ ફ્લેક્સર્સના વૈકાલ્પિત સંકુચન અને રીલેક્સથી હિપ્સની સારી કસરત થઈ જાય છે. જેનાથી તમને ટોન્ડ હિપ્સ મેળવવામાં મદદ મળે છે.

બ્લડ સર્ક્યુલેશન : જો કે તમે જાણી ગયા છો કે બ્રીજ પોજમાં તમારે પોતાના હિપ્સને ઉપર કરવાના છે, જેથી કરીને બ્લડ ફ્લો તમારા હૃદય અને મગજને નિર્દેશિત કરે. તેનાથી તમારા શરીરના બધા ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.

ડાઈજેસ્ટીવ સિસ્ટમ : જ્યારે તમે બ્રીજ પોજને પૂરું કરવા માટે પોતાના હિપ્સ ઉપર કરો છો, તમારું યુરીનરી ટ્રેકટ અને રેક્ટમ સંકોચાય છે. આ તમારા ડાઈજેસ્ટીવ અને ઉત્સર્જન તંત્ર માટે સારું છે. એક ગ્લાસ દૂધ પીયને આ આસન કરવાથી કબજિયાતની સમસ્યા દુર થઈ જાય છે.પીઠના નીચેના ભાગમાં મજબુતી : પીઠની નીચેના ભાગના સ્નાયુઓને સંકુચન સ્થિતિમાં રાખીને, બ્રીજ પોજ તમારી પીઠના નીચેના ભાગને મજબુત કરવામાં મદદ કરે છે. તે કોર મસલ્સને મજબુત કરવામાં મદદ કરે છે. જ્યારે તમે પોતાને સંકુચિત કરો છો તો શરીરના વજનને પોતાના પગ પર સ્થાનાંતરિત કરીને, થાઈજ અને કાફ મસલ્સના સપોર્ટથી પગની મસલ્સને પણ ટોન કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેનાથી કમર અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

ફેફસા અને થાયરોઈડ ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે : જ્યારે આ આસનને યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે બ્રીજ પોજ તમારા પેટના અંગ અને ફેફસાને સારા સ્ટ્રેચ કરે છે. સાથે જ તેનાથી તમારા ગળા નીચે જે દબાણ થાય છે, તે તમારો થાયરોઈડ ગ્લેન્ડ દ્વારા મહેસુસ થાય છે. આ રીતે બ્રીજ પોજ આ બધા અંગોના સારા કામકાજમાં મદદ કરે છે.કરોડરજ્જુમાં આવે છે જરૂરી સ્ટ્રેચ : બ્રીજ પોજથી પીઠ ધનુષાકારની થઈ જાય છે. જોબ અને ડેસ્ક જોબ, જેમાં તમારા આખો દિવસ બેસવાનું હોય છે. તેનાથી લાંબા સમયે તમારા સ્પાઈનલ કોલમ પર હાનિકારક પ્રભાવ પડે છે. સાથે જ તમારી કરોડરજ્જુની લંબાઈ પર નાની થઈ જાય છે. આથી કરોડરજ્જુને વારંવાર સ્ટ્રેચ કરવી અને કલાકો સુધી બેસવાથી થાકેલા પગને ફેલાવવાની જરૂર છે. તેમાં બ્રીજ પોજ તમારી મદદ કરે છે.

મોનોપોઝના લક્ષણો : બ્રીજ પોજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને આ મસ્તિષ્ક ઉત્તેજનાથી સંબંધિત છે. આથી આ મોનોપોઝ મહિલાઓ માટે સારું છે. એવું એટલા માટે કારણ કે મનની શાંતિ કરીને મોનોપોઝના ઘણા લક્ષણો દુર કરવામાં મદદ મળે છે.સાવધાની : પ્રેર્ગ્નેન્સીના એડવાન્સ સ્ટેજમાં, અલ્સર, હર્નિયા અથવા સ્લીપ ડિસ્કથી પીડિત મહિલાઓએ આ આસન કરવાથી બચવું જોઈએ. સાથે જ જે મહિલાઓની પીઠ, ડોક, ખંભા, અથવા મગજની સર્જરી થઈ છે તેમણે પણ બ્રીજ પોજનો અભ્યાસ કરવાથી બચવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment