આ ત્રણમાંથી કોઈ 1 ભૂલના કારણે બાથરૂમમાં જ આવી જાય છે હાર્ટએટેક, જાણો કંઈ છે એ ભૂલ…

હાર્ટએટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ આજના લોકો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે. આમ તો હાર્ટએટેક અચાનક જ આવે છે પરંતુ તેના ઘણા બધા કારણોમાંથી એક છે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાન. આમ તો હાર્ટએટેક આવવાનો કોઈ નિર્ધારિત નથી હોતો. પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ હાર્ટએટેક અથવા કાર્ડિયાક અરેસ્ત સવારના સમયે બાથરૂમમાં આવે છે. જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા.

પરંતુ તમને લાગી રહ્યું હશે કે શા માટે આવું થતું હશે. બાથરૂમમાં હાર્ટએટેક આવવાના ઘણા બધા કારણો છે. પરંતુ જો આ કારણો વિશે તમને ખબર હોય તો તમે તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો અને યોગ્ય સમયે બચાવી શકો છો. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે સવારના સમયે બાથરૂમમાં હાર્ટએટેક શા માટે આવે છે ?

શું હોય છે હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ : વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એવું જાણવા મળે છે કે, હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા બ્લડ સાથે હોય છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વ પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમાં પ્લાક જમા થવાના કારણે રૂકાવટ ઉભી થાય છે, તો તેનાથી હૃદયના ધબકારાની ઝડપમાં અસંતુલન આવે છે. તેના કારણે આપણને હાર્ટએટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ આવે છે.બાથરૂમમાં હાર્ટએટેક આવવાનું પહેલું કારણ : સવારના સમયે જ્યારે આપણે ટોઈલેટ જઈએ છીએ તો ઘણી વાર પેટને પૂર્ણ રીતે સાફ કરવા માટે આપણને પ્રેશર લાગે છે. ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરતા લોકો વધુ પ્રેશર આપે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ પ્રમાણમાં દબાવ બનાવે છે. તેના કારણે હાર્ટએટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.

બાથરૂમમાં એટેક આવવાનું બીજું કારણ : તમે ઘણી વાર જોયું હશે કે, બાથરૂમનું તાપમાન આપણા ઘરના અન્ય રૂમ અથવા હોલ કરતા વધુ પ્રમાણમાં ઠંડુ રહે છે. આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને બનાવી રાખવા માટે વધુ કાર્ય કરવું પડે છે. આ પણ હાર્ટએટેક આવવાનું એક કારણ બની શકે છે.ત્રીજું કારણ : સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધુ હોય છે. તેવામાં આપણે જ્યારે ન્હાવા માટે વધુ ઠંડું આથવા ગરમ પાણી સીધું મસ્તક પર નાખો, તો તેનાથી બ્લડ પ્રેશર પ્રભાવિત થાય છે. તેનાથી હાર્ટએટેક આવવાનું ઝોખમ વધી જાય છે.

હાર્ટએટેકથી બચવાના ઉપાય : જો તમે ઇન્ડિયન ટોઇલેટનો ઉપયોગ કરો છો, તો વધુ સમય સુધી એક જ પોઝિશનમાં બેસવું ન જોઈએ. આ ઉપાયથી હાર્ટએટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી તમે બચી શકો છો. ત્યાર બાદ બાથરૂમમાં ન્હાતા સમયે પાણીના તાપમાનનું ધ્યાન રાખતા સૌથી પહેલા પગના તળિયાના પલાળો. ત્યાર બાદ હળવું પાણી મસ્તક પર નાખો. આ ઉપાય પણ તમને બચાવી શકે છે. પેટને સાફ કરવા માટે વધુ બળ ન કરવું જોઈએ અથવા તો ઉતાવળ પણ ન કરવી જોઈએ. તેમજ ન્હાતા સમયે વધુ સમય સુધી બાથ ટબ કે પાણીમાં રહો છો, તેની અસર પણ તમારી ધમનીઓ પર પડે છે. તેવામાં વધુ સમય સુધી બાથટબમાં ન બેસો.હાર્ટએટેકના લક્ષણો : છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ લેવામાં પરેશાની થવી, કમજોરી મહેસુસ કરવી, ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર કોઈ લક્ષણ દેખાય એ પહેલા હાર્ટએટેક આવી જાય છે, જેને સાયલેન્ટ હાર્ટએટેક કહેવાય છે. તણાવ અને ગભરાટ થવો પણ હાર્ટએટેકનું લક્ષણ છે. ચક્કર અથવા ઉલટી થવી પણ એક લક્ષણ માનવામાં આવે છે.

હાર્ટએટેક આવે તો શું કરવું : જો તમારી નજર સમક્ષ કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવે તો તેને સૌથી પહેલા જમીન પર સુવડાવી દો, સુવડાવ્યા બાદ તેણે પહેરેલા કપડા ટાઈટ હોય તો ખોલી નાખો. સુવડાવતા સમયે વ્યક્તિનું મસ્તક થોડું ઉપર તરફ હોય એ ખાસ ધ્યાન રાખવું, એમ્બ્યુલન્સને તરત જ કોલ કરી દો, હાથ અને પગના તળિયાને ઝડપથી ઘસવા જોઈએ. તેમજ જો દર્દીને શ્વાસ લેવામાં પરેશાની થતી હોય તો તેના નાકને બંધ કરી અને તેના મોંમાં પોતાના મોંથી હવા ભરી દો, તેનાથી તેના ફેફસામાં હવા ભરાય જાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “આ ત્રણમાંથી કોઈ 1 ભૂલના કારણે બાથરૂમમાં જ આવી જાય છે હાર્ટએટેક, જાણો કંઈ છે એ ભૂલ…”

Leave a Comment