કોરોના મહામારીના કારણે ઘરે બેઠા રહેવું ઘણા લોકો માટે એક ખુબ જ મોટી સમસ્યા બનતી જાય છે. અને તેઓ ઘરની બહાર પણ જઈ નથી શકતા. લોકડાઉનના કારણે ઘરમાં બેઠા બેઠા ઘણા લોકોનું વજન પણ દિવસે દિવસે વધી ગયું છે. જો આ માત્ર તમારી સાથે જ નથી થઈ રહ્યું પણ આ સમસ્યા આજે દરેકના ઘરમાં જોવા મળી રહી છે.
ઘરે બધા જ પ્રયત્નો કર્યા પછી પણ ઘણા લોકોનું વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું. જો તમે પણ પોતાના વધતા વજનથી પરેશાન છો તો અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પોતાનું વજન ઓછું નથી કરી શકતા, તો આજે અમે તમને અહીં એક એવો સરળ ઉપાય જણાવશું જેને ફોલો કરીને તમે સરળતાથી પોતાનું વજન ઓછું કરી શકશો. તો ચાલો તો જાણી લઈએ તમે કેવી રીતે પોતાનું વજન ઓછું કરી શકો છો.પોતાના એક ચોક્કસ ટાઈમ ટેબલને ફોલો કરો : જો કે તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે પણ જો તમે પોતાના એક નિશ્ચિત ટાઈમ ટેબલને ફોલો નથી કરતા તો પણ આપણા શરીરના ઘણા એવા હોર્મોન્સ છે જે વજન વધવાનું કારણ બને છે. એટલું જ નહિ જો સાચા ટાઈમ ટેબલને ફોલો ન કરવા આવે તો શરીરનું કોલેસ્ટ્રોલ પણ પ્રભાવિત થાય છે. અને તેના કારણે વજન વધે છે. તેવામાં હેલ્દી શરીર માટે બોડી ક્લોકને રીસેટ કરવી ખુબ જરૂરી છે. એટલે કે પોતાના ખાનપાન, કસરત, સૂવા- જાગવાનો સમય આપણી તંદુરસ્તીને ખુબ જ પ્રભાવિત કરે છે.
તમને જણાવી દઈએ કે આપણા લીવર અને કિડનીનો 80% જે સમય અને રૂટીન ને ફોલો કરે છે. તેવામાં જો તમે એક રાત્રે યોગ્ય સમયે નથી સુતા તો તેની અસર તમારા વજન પર પડે છે. જો તમે પોતાના ભોજનના સમયમાં વારંવાર ફેરફાર કરો છો તો તેનો પ્રભાવ તમારા ડાઈજેસ્ટીવ સિસ્ટમ પર પડે છે અને તેનાથી વજન વધી શકે છે.આ સિવાય કોલેસ્ટ્રોલ પણ આ જ ટાઈમજોનના આધારે કામ કરે છે અને જો તમે બે ચાર દિવસ પોતાના ભોજનના સમયમાં 2 કલાકનો ગેપ કરો છો તો તેની અસર કોલેસ્ટ્રોલ પર પડી શકે છે. અને તમારો વજન વધી શકે છે. તેવામાં એ જરૂરી છે કે, તમે પોતાના ખાનપાન અને સુવા અને જાગવાનો સમય નિશ્ચિત કરો અને રૂટીનને ફોલો કરો.
ઉતાવળમાં ભોજન ન કરો :
તમને જણાવી દઈએ કે જો તમે જલ્દી જલ્દી ખાવ છો તો તેનાથી તમારો વજન વધી શકે છે. એવામાં ભોજન કરતી વખતે ઓછામાં ઓછી 20 મિનીટ જરૂર કરો. વાસ્તવમાં આપણા શરીરમાં બે પ્રકારના હાર્મોન્સ હોય છે જેને જીએલપી-1 અને પીવાઈવાઈ કહેવામાં આવે છે. તે આપણા આંતરડા દ્વારા લોહીમાં ફરે છે. ત્યાર પછી તે બ્લડ સર્ક્યુલેશન દ્વારા મગજ સુધી પહોંચે છે.આ હાર્મોન્સ જ્યારે મગજ સુધી પહોંચે છે તે મગજને સિગ્નલ આપે છે કે આપણું પેટ ભરાઈ ગયું છે. અને આ પ્રોસેસને ઓછામાં ઓછી 20 મિનીટનો સમય લાગે છે. પણ જો તમે ખુબ જ ઝડપથી ભોજન લો છો તો મગજ સુધી સિગ્નલ નથી પહોંચતું. જેના કારણે વધુ ખોરાક લેવાય જાય છે.
આમ તમે એક નિશ્ચિત સમય અને ડાયટને ફોલો કરીને પોતાના વજનને કંટ્રોલ કરી શકો છો. તેમજ શરીરમાં વધતી જતી ચરબીથી છુટકારો મેળવી શકો છો. આથી પોતાના સુવાનો, જાગવાનો, ભોજન લેવાનો અને ધીમે ધીમે ભોજન લેવાનો સમય નિશ્ચિત કરો અને તેને કડક પણે પાલન પણ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી