મુકેશ અંબાણી એક એક મિનીટે કરે છે આટલી કમાણી, ઘરના નોકરોની સેલેરી જાણીને તમારા હોંશ ઉડી જશે.

ભારતના સૌથી અમિર વ્યક્તિ અને રિલાઇન્સ કંપનીનાના ચેરમેન મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ હંમેશા જ ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને તો દરેક લોકો જાણતા જ હશે. તમને જણાવી દઈએ કે ભારતમાં જ નહિ પણ દુનિયાભરની અમીરોની લિસ્ટમાં મુકેશ અંબાણી છઠ્ઠા નંબર પર આવે છે. આ જ કારણ છે કે, તેમની પર્સનલ લાઈફ હંમેશા સુખોમાં જ રહે છે.

મીડિયા રિપોર્ટની વાતને માનવામાં આવે તો મુકેશ અંબાણી દર એક મિનિટની કરોડોની કમાણી કરે છે. આ કોરોના કાળ દરમિયાન પણ મુકેશ અંબાણીએ કરોડોની કમાણી કરી હતી. મુકેશ અંબાણીની પ્રતિ કલાકની કમાણીની વાત કરીએ તો, આ આંકડો 1.5 કરોડનો થાય છે. તો આવો જાણીએ કે દેશના મોટા ઉદ્યોગપતિની યાદીમાં અંબાણીના ઘરના નોકરોનો પગાર કેટલો છે.

મુકેશ અંબાણીની પ્રતિ કલાકની કમાણી : આ કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની નોકરી ગઈ છે, તો કેટલાક લોકોએ પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. જો મુકેશ અંબાણીની વાત કરીએ તો આ લોકડાઉન દરમિયાન પણ તેમણે દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. લાઈવમિરર ડોટ ઇનની રિપોર્ટ અનુસાર પ્રતિ મિનિટનો આ આંકડો 1.5 કરોડનો હોય છે.

તમને અમે જણાવી દઈએ કે, મુંબઈના સૌથી શાનદાર ઘરમાં રહેવા વાળા મુકેશ અંબાણી જે પણ કંઈ કરે છે, તે ચર્ચામાં જરૂરથી આવે છે. મીડિયા રિપોર્ટની જાણકારી મુજબ પાછલા 10 વર્ષમાં મુકેશ અંબાણીની કમાણી બે ગણી વધી ગઈ છે અને તે અમીરોની લિસ્ટમાં 2019 માં સૌથી પહેલા નંબર પર આવી ગયા છે. કોરોના કાળ દરમિયાન તેમના કામ પર અસર પડી છે, પરંતુ તેમની કંપની લગાતાર કામ કરી રહી છે.

એન્ટીલિયામાં કામ કરે છે 600 લોકોનો સ્ટાફ : મુકેશ અંબાણી પોતાની ફેમિલી સાથે એન્ટીલિયામાં રહે છે. આ 27 માળના મકાનની કિંમત 11 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનું માનવામાં આવે છે. એન્ટીલિયામાં લક્ઝરી લિવિંગ અને બેડરૂમ સિવાય 6 ફ્લોરમાં પાર્કિંગ અને 3 હેલિપેડ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની પાસે 150 થી પણ વધારે કાર છે, એટલા માટે જ તેમના ઘરમાં એટલું મોટું પાર્કિંગ સ્પેસ બનાવ્યું છે.

મુકેશ અંબાણીનું આ ઘર દુનિયાભરના સૌથી મોટા ઘરોમાનું એક ઘર છે. આ ઘરની ખાસ વાત એ છે કે, આ ઘરની દેખરેખ માટે 600 લોકોના સ્ટાફ દ્વારા રાખવામાં આવે છે, જેમાં ડ્રાઈવરથી લઈને શેફ પણ સામેલ છે. આ સિવાય તેમાં માળી, ગાર્ડ વગેરે જેવા કેટલાક સ્ટાફ છે, જે ઘરને સુરક્ષિત રાખવાનું કામ કરે છે, અને તેની દેખરેખ અને સાફ-સફાઇ સુધીનું દરેક કામ કરે છે.ઘરના નોકરોની સેલેરી : એન્ટીલિયામાં કામ કરતાં કર્મચારીની વાત કરીએ તો, તેમને દર મહિને 2 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. જો કે, બાકીના સ્ટાફના પગાર તેમના કામ અને સ્થિતિ અનુસાર બદલાય છે. લાઈવમિરર. ઇનના અહેવાલ મુજબ, એન્ટીલિયામાં કામ કરતાં માળીને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

ખાસ વાત એ છે કે, સેલેરીની સાથે તેમના બાળકોના એજ્યુકેશન અલાઉન્સ અને ઇન્શ્યોરેન્સ પણ સામેલ છે. તેમાથી કેટલાક સ્ટાફના બાળકો અમેરિકામાં પણ એજ્યુકેશન લઈ ચૂક્યા છે. ત્યાં જ, મુકેશ અંબાણી એન્ટીલિયાના દરેક સ્ટાફને પોતાના ઘરનો સભ્ય તરીકે માને છે.

આમ મુકેશ અંબાણી પોતાના બિઝનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમજ તેની લાઈફસ્ટાઈલ વિશે લોકો હંમેશા જાણવા માટે ઉત્સુક રહે છે. આમ એક મિનીટ એ મુકેશ અંબાણી માટે કરોડોનો ગણવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment