શરૂ કરો આ બિઝનેસ આજીવન નહિ થાય બંધ, દર મહિને થશે 5 થી 10 લાખ રૂપિયાની આવક… જાણો કેવી રીતે શરૂ કરવો…

કોરોના સંકટ વચ્ચે જો તમારી પણ નોકરી છૂટી ગઈ છે, અને તમારી પાસે કોઈ કામ નથી અથવા ઓછી ઇન્કમ છે તો ચિંતા કરવાનું છોડી દો. કેમ કે આવા સમયમાં કોઈ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારવું જોઈએ. આમ જો તમે ચિંતા કરવાનું છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજે આ લેખમાં એક બિઝનેસ વિશે જણાવશું.

અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે દર મહીને 5 થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકશો. હાલ મોટાભાગના લોકો ઓનલાઇન શોપિંગને મહત્વ આપી રહ્યા છે. તેવામાં કાર્ડબોર્ડની ઘણી માંગ છે. ઓનલાઇન બિઝનેસમાં કાર્ડબોર્ડની સૌથી વધુ જરૂર હોય છે. આજકાલ મોટા પેકેજથી લઈને નાના પેકેજ સુધીની પેકેજીંગ માટે કાર્ડબોર્ડની જરૂર પડે છે.

કાર્ડબોર્ડ બિઝનેસ શરૂ કરીને તમે ખુબ જ સારા એવા પ્રમાણમાં નફો મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, તેની માંગ આખું વર્ષ એક સરખી રહે છે. સરળ બીજા શબ્દોમાં કહીએ તો આ બિઝનેસમાં મંદીનો સામનો નથી કરવો પડતો. તો ચાલો જાણીએ કે દર મહિને 5 થી 10 સુધીની કમાણી આ બિઝનેસમાં કેવી રીતે કરી શકીએ. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

કાચા માલના રૂપમાં જોઈએ છે ક્રાફ્ટ પેપર માલ : કાર્ડબોર્ડ બિઝનેસમાં કાચા માલના રૂપમાં ક્રાફ્ટ પેપર સૌથી જરૂરી છે. તે બજારમાં લગભગ 40 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે મળી જાય છે. તમને જણાવી દઈએ કે તમારો ક્રાફ્ટ પેપર જેટલો સારો હશે, બોક્સની ક્વોલીટી એટલી જ સારી હશે. આ બિઝનેસને શરૂ કરવા માટે લગભગ 5000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડે છે.

આ બિઝનેસમાં તમારે પ્લાન્ટ પણ લગાવવો પડે છે. સાથે જ માલ રાખવા માટે ગોડાઉન પણ બનાવવું પડશે. કાર્ડબોર્ડ બોક્સનો બિઝનેસ તમારે વધુ ભીડ વાળી જગ્યા પર શરૂ ન કરવો જોઈએ. વધુ ભીડ વાળી જગ્યાએ તમારે સામાન લાવવા અને લઈ જવામાં પરેશાની થાય છે. આ બિઝનેસને લોકો મોટાભાગે મોટા પાયે જ શરૂ કરી શકે છે.

ક્યું મશીન જોઈએ અને કેટલો નફો થશે ? : આ બિઝનેસમાં બે પ્રકારની મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી સેમી-ઓટોમેટીક મશીન અને બીજી ફૂલી-ઓટોમેટીક મશીન, આ બંનેની અંદર જેટલું ઇન્વેસ્ટમેન્ટનો તફાવત છે એટલો જ આકારમાં પણ તફાવત છે.

આ બિઝનેસમાં જો નફાની વાત કરવામાં આવે તો તેની માંગ આખું વર્ષ એક જ સરખી રહે છે. કોરોનાકાળમાં તો આ પ્રકારના બોક્સની માંગમાં ખુબ જ વધુ જોવા મળી છે. ખાસ વાત એ છે કે, આ વ્યવસાયમાં નફો પણ ખુબ જ રહેલો છે.  તમે ગ્રાહક બનાવામાં સક્ષમ છો તો સારું માર્કેટિંગ કરીને આ બિઝનેસને શરૂ કરીને દર મહીને 5 થી 10 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

બિઝનેસ શરૂ કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે : રોકાણની વાત કરવામાં આવે તો જો તમે આ બિઝનેસને નાના લેવલ પર શરૂ કરવા માંગો છો તો ઓછું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, આ બિઝનેસમાં ઉપયોગમાં લેવાતી મશીન મોંઘી હોય છે. જો તમે સેમી ઓટોમેટીક મશીન લો છો તો તમને લગભગ 20 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. જ્યારે ફૂલી ઓટોમેટીક મશીન માટે લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આમ તમે આ બિઝનેસને પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં તમને સારો એવો નફો મળશે. તેમજ આ બિઝનેસ બારે માસ ચાલુ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment