ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ…

ઘરની આસપાસ ઘણા બધા વૃક્ષ, નાના છોડ હોય, તે દરેક લોકોને ગમતું હોય છે. ઘણા લોકો પોતાના બગીચામાં વૃક્ષ, છોડ લગાવવા માટે શાકભાજીઓ પણ ઉગાવે છે. જો કે વૃક્ષ અને છોડની સારસંભાળ કરવી સહેલી નથી. તેને નિયમિત તડકો, પાણી સિવાય ખાતર આપવું ખુબ જ જરૂરી છે. જ્યારે આજકાલ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. કારણ કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. એવી ઘણી બેકાર વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ ખાતરના રૂપમાં કરી શકાય છે.

જ્યારે બગીચામાં ઘણા બધા સુકા પાનનો ઢગલો હોય છે. તેને બાળવા કે ફેંકવા કરતા છોડ માટે ખાતરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ લોકો સુકા પાનથી ખાતર બનાવીને છોડમાં ઉપયોગ કરે છે. બગીચામાં ઘણા વૃક્ષ અને છોડ હોય છે. જેના પાન અક્સર ખરીને નીચે પડી જાય છે. તેવામાં તેને એક જગ્યાએ ભેગો કરો અને સૂકવવા માટે મૂકી દો. જ્યારે તે સુકાઈ જાય તો તેનું ખાતર બનાવી લો.

પાનથી ખાતર બનાવવાની રીત : જો તમે સુકા પાનનો ઉપયોગ કરી રહ્યા છો, તો કોશિશ કરો કે તેમાં અલગ અલગ વૃક્ષના પાન સામેલ હોય. આ પાનથી ખાતર બનાવવા માટે તમે એક મોટું વાસણ અથવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે તરત બનીને તૈયાર નથી થતું. તેની માટે સમય લાગે છે.

હવે સુકા પાનને એક વાસણ કે પ્લાસ્ટિક બેગમાં ભરી લો. હવે તેમાં પાણીનો છંટકાવ કરો. ધ્યાન રાખો કે પાણી એટલું જ છાંટો જેટલું પાનમાં નમીની જરૂર હોય. પાણીની જગ્યાએ તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ વાસણને ઢાંકી દો અને 2 મહિના પછી તેને ખરાબ થવા માટે એટલે કે ડી-કમ્પોસ્ટ કરવા રાખી મુકો. તેમેજ યાદ રાખો કે પાનમાં નમી બનાવી રાખવા માટે વચ્ચે વચ્ચે તેની તપાસ કરતા રહો. 2 મહિના પછી આ વાસણને ખુલ્લું મૂકી દો. પછી 1 અથવા 2 કલાક પછી હાથથી તેને મસળો, જેથી કરીને તે પાવડરની જેમ દેખાય. હવે તેનો ખાતરના રૂપમાં ઉપયોગ કરો.

છાણ અને પાનથી બનાવો ખાતર : સુકા પાનમાંથી ખાતર બનાવવા માટે તમે ગાયના છાણનો પણ ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં ઘણા ગ્રામિન્ન ક્ષેત્રોમાં આજે પણ આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ માટે તમારે સુકા પાનની ઉપર ગાયના છાણનો છંટકાવ કરવાનો છે. કોશિશ કરો કે પાનને ગોબરથી ઢાંકી દો.

10 દિવસની અંદર તે ડી-કમ્પોસ્ટ એટલે કે ખરાબ થવાનું શરૂ થઈ જશે અને 1 થવા 2 મહિનાની અંદર આ ખાતર બનીને તૈયાર થઈ જશે. ખાતર બની ગયું છે કે નહિ તે તપાસ કરવા માટે તમારે પાનના કલરને ચેક કરવો પડશે. 2 મહિના પછી તમે જોશો કે પાનનો રંગ કાળો થઈ ગયો હશે અને તે ખુબ જ સડી ગયા હશે. હવે તમે તેને પોતાના વૃક્ષ અને છોડમાં ઉપયોગ કરી શકો છો.

છોડમાં સુકા પાનનો ઉપયોગ કરવાની રીત : જો તમે સુકા પાનને ખરાબ નથી કરી શકતા તો તમે તેનો સીધો ઉપયોગ પણ કરી શકો છો. સુકા પાનને હાથથી મસળીને પાવડર બનાવી લો અને પછી તેને વૃક્ષ અને છોડની આસપાસ છંટકાવ કરો. સુકા પાનને નાખ્યા પછી પાણીનો છંટકાવ જરૂર કરો.

છોડ વાવ્યા પહેલા સડેલા ખાતરને માટીમાં મિક્સ કરી દો. ત્યાર પછી વૃક્ષ અથવા કોઈ છોડ વાવો. તેનાથી તે હેલ્દી રહેશે. મહિનામાં એક વખત આ ખાતરનો છંટકાવ વૃક્ષ અને છોડની આસપાસ કરો.

સુકા પાન સડી ગયા પછી તેમાં કીડા મકોડા ઉછળી શકે છે, તેવામાં પરેશાન થવાની જરૂર નથી. પરંતુ તેને વાસણમાં કાઢીને તડકે સૂકવવા મૂકી દો. 2 થી 3 કલાક પછી તેમાંથી કીડા મકોડા ગાયબ થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment