દરેક છોકરી પોતાના બ્રેકઅપ બાદ કરે આ કામો…. કોઇપણ નથી થતી તેની જાણ….. જાણો શું હોય છે એ કાર્યો…

દરેક છોકરી પોતાના બ્રેકઅપ બાદ કરે આ કામો…. કોઇપણ નથી થતી તેની જાણ….. જાણો શું હોય છે એ કાર્યો….

મિત્રો આજકાલ સમય ખુબ જ બદલાતો જાય છે. આજે યુવાનીમાં લગભગ યુવક યુવતીઓ પ્રેમમાં પડી જતા હોય છે. તેમાંથી કોઈનો પ્રેમ સફળ થતો હોય છે અને તેમણે પોતાની મંજિલ મળતી હોય છે. તો ઘણા લોકોની પ્રેમ કહાની કોઈ કારણસર અધુરી રહી જતી હોય છે. સામાન્ય રીતે દરેક સંબંધ વિશ્વાસ પર ટકેલા હોય છે. પરંતુ આજના પ્રેમનું ગણિત કંઈક અલગ જ છે. પ્રેમ સંબંધ બનાવવો અને તોડવો લોકો માટે એક સામાન્ય બાબત બની ગઈ હોય છે. જેમાં એકબીજા પોતાના સ્વાર્થ માટે સંબંધો રાખે અને છુટા પડી જાય છે.

પ્રેમમાં દગો મળતો હોય છે, ખાસ કરીને જો જોઈએ તો છોકરાઓ તરફથી વધારે દગો મળતો હોય છે. સ્વાભાવિક છે કે સંબંધમાં કોઈ વ્યક્તિ ખોટું બોલે, દગો આપે અથવા તો વાદવિવાદો થાય તો પ્રેમીઓ બ્રેકઅપ કરી લેતા હોય છે. આમ જોઈએ તો દિવસે દિવસે બ્રેકઅપનું પ્રમાણ ખુબ જ વધતું જાય છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે ભલે તમે હસતા હસતા ઝગડીને બ્રેકઅપ કરી લો. પરંતુ અંદરથી તો થોડું દુઃખ થતું જ હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં બ્રેકઅપ થાય ત્યારે થોડો સમય તેના માટે ખુબ જ કઠીન સમય હોય છે. તે તૂટેલા પ્રેમ સંબંધમાંથી બહાર આવતા થોડો સમય લાગે છે અને ખાસ કરીને છોકરીઓને તે સંબંધમાંથી બહાર આવતા ઘણો વધારે સમય લાગતો હોય છે. પરંતુ મિત્રો એવામાં છોકરીઓ પોતાના બ્રેકઅપ બાદ અમુક ખાસ કામો કરતી હોય છે. જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. તો આજે અમે આ લેખમાં એ તમને એ જણાવશું કે છોકરીઓ બ્રેકઅપ બાદ એવું તો શું કાર્ય કરે છે જેની છોકરાઓને ખબર પણ નથી પડતી હોતી.

સૌથી પહેલા તો છોકરી બ્રેકઅપ બાદ પોતાના મિત્રોને વધારે સમય આપવા લાગે છે. તે પોતાના ખાસ મિત્રો પાસે જાય છે. જેનાથી તેનું મન હળવું થઇ જાય. તે વધારે સમય પોતાના ખાસ મિત્રો સાથે પસાર કરવાનું પસંદ કરે છે. કારણ કે તે તેના મિત્રને પોતાના દિલની વાત સારી રીતે શેર કરી શકે છે. તેઓ તેને સમજતા હોય છે અને તેને મળીને છોકરી બ્રેકઅપ બાદ સારું ફિલ કરતી હોય છે.

ત્યાર બાદ છોકરીઓ બ્રેકઅપ બાદ પોતાના એક્સ બોયફ્રેન્ડ વિશે જાણકારી મેળવવા માટે પોતાના મિત્રોની ખાસ મદદ લેતી હોય છે. તેના મિત્ર તેને દરેક વાતની જાણકારી આપતા હોય છે અને એ પણ જાણવાની કોશિશ કરતા હોય છે કે તે છોકરાનું ચક્કર બ્રેકઅપ બાદ હવે કંઈ છોકરી સાથે ચાલી રહ્યું છે.

છોકરીનું જ્યારે બ્રેકઅપ થઇ જાય ત્યાર બાદ તે પોતાના બોયફ્રેન્ડને વોટ્સએપ અને ફેસબુક પરથી પહેલા બ્લોક કરે છે અને થોડા સમય બાદ ફરી અનબ્લોક કરે છે. આવું છોકરીઓ માટે રોજનું કામ હોય છે. આવું તે પોતાનો બોયફ્રેન્ડ તેનાથી અલગ થઇને શું કરે છે તે જોવા માટે કરતી હોય છે. ઘણી વખત તો છોકરીઓ સોશિયલ મીડિયા પરથી પોતાના એક્સની બધી જાણકારી મેળવતી હોય છે.

છોકરી બ્રેકઅપ બાદ પોતાના મનનો ગુસ્સો ઉતારતી હોય છે. ઘણી વખત છોકરીઓ કોઈ છોકરા સાથે બ્રેકઅપ કર્યા બાદ પોતાનું મન હળવું કરવા માટે તેના એક્સ બોયફ્રેન્ડને ફોન અથવા મેસેજ કરીને ઘણી બધી ખરીખોટી વાતો સંભળાવતી હોય છે.

બ્રેકઅપ બાદ છોકરી સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધારે એક્ટીવ રહેવા લાગે છે. આવું તે પોતાને વ્યસ્ત રાખવા માટે કરતી હોય છે અને આવું કરીને તે પોતાના બોયફ્રેન્ડને એવું દેખાડવા માંગતી હોય છે. તે તેના વગર પણ પોતાની જિંદગીમાં ખુશ છે.

ઘણી છોકરીઓ બ્રેકઅપ બાદ શોપિંગ કરવાનું ખુબ પસંદ કરતી હોય છે. આવું કરીને તે પોતાનો તણાવ દુર કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તો ઘણી છોકરીઓ બીજા છોકરાઓ સાથે ફલર્ટ કરવા લાગતી હોય છે. જેથી આ વાત તેના એક્સ બોયફ્રેન્ડને ખબર પડે અને તે તેની પાસે પાછો આવી જાય.

મિત્રો ઉપર જણાવેલી વાતો આશંકાના આધારભૂત છે. જેની કોઈ ખાસ યોગ્યતા નથી હોતી. આ માત્ર એક અનુમાન પર આધારિત હોય છે. પરંતુ દરેક છોકરા છોકરીએ કોઇપણ વ્યક્તિના પ્રેમમાં પડતા પહેલા એક બીજાને ઓળખવા ખુબ જ આવશ્ય છે. કેમ કે આજે પહેલાના સમય જેવી પરિસ્થિતિ નથી રહી. દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધો રાખે છે અને સમય આવે એટલે છોડી છે.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment