વારંવાર છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવે તો થઈ જજો સાવધાન, હોય શકે છે આ જીવલેણ બીમારીના સંકેતો…

આજકાલ લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે જે આગળ ચાલીને ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. કેટલીકવાર છાતીમાં થતી બળતરા અને ખાટા ઓડકાર ને લોકો સામાન્ય સમજવાની ભુલ કરી બેસે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે આ સામાન્ય સમસ્યાઓ કોઈ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

કેન્સર જેવી ભયંકર બીમારી આજકાલ ના સમયમાં સામાન્ય થઈ ચૂકી છે. કેન્સર શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે. એવામાં અમે તમને આજે અન્નનળીના કેન્સર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અન્નનળીને ગ્રસિકા કે ફૂડ પાઇપ પણ કહેવાય છે. અન્નનળી એ આપણા મોંને પેટ સાથે જોડતી પાઇપ છે. અન્નનળી ના કેન્સરથી બચવા માટે એ જરૂરી છે કે સમયસર તેની જાણ થઈ જાય તો આ ખતરનાક બિમારી નું નિદાન લાવી શકાય. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જો કોઈપણ બીમારી ના લક્ષણો શરૂઆતથી જ ખબર પડે તો તેને ઠીક કરી શકાય છે. જે લોકોને બળતરા ની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમની આ સમસ્યા કેન્સરનું કારણ બની શકે છે.

થઈ શકે છે આવી સમસ્યા:- અન્નનળીના-કેન્સરથી પીડિત દર્દીઓને મોટાભાગે લાળ ગળવામાં પરેશાની, અન્નનળીની પાઇપ માં એસિડનું પાછું આવવું અને છાતીમાં બળતરાની સમસ્યા નો સામનો કરવો પડે છે. જો તમને છાતીમાં બળતરાની સમસ્યા નો સતત સામનો કરવો પડે છે તો તેને ગેસ્ટ્રો એસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GORD) કહેવામાં આવે છે. આમાં પેટમાં બનતો એસિડ અન્નનળી ની પાઇપ દ્વારા ગળામાં આવી જાય છે. આવું ત્યારે થાય છે કે જ્યારે અન્નનળીની નીચે બનેલી મસલ્સ ડેમેજ અને કમજોર બની જાય છે. મસલ્સ ડેમેજ થવાથી અન્નનળી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આ ડેમેજ સેલ્સ એક હાર્ડ ટ્યુમરના રૂપમાં બદલાઈ જાય છે જેનાથી બીજી અન્ય પ્રકારની પણ પેટથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શું કહે છે શોધ:- કેન્સર રિસર્ચ કર્તાઓનું કહેવું છે કે જો અન્નનળી કેન્સર ના શરૂઆતી લક્ષણો ખબર પડી જાય તો બચવાની સંભાવના ચાર ગણી વધી જાય છે. તેની સાથે જ છાતી માં બળતરાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પણ પોતાની સ્થિતિને નજર અંદાજ ન કરવી જોઈએ. સાથે જ એ પણ જોવું જરૂરી છે કે તેના સિવાય તેમને ગળવામાં કોઈ તકલીફ કે છાતી મા કોઈ દુખાવો તો નથી થઈ રહ્યો ને?

વારંવાર છાતીમાં બળતરા થવાનું કારણ:- એનએચએસ પ્રમાણે કેટલાય કારણો ને લીધે છાતીમાં બળતરા નો સામનો કરવો પડે છે જેમકે –કેટલાક ખાસ ફૂડ કે ડ્રિન્ક જેમ કે કોફી, ટામેટા, ચોકલેટ, સ્પઇસી ફૂડ, વજન વધુ હોવું, સ્મોકિંગ, પ્રેગનેન્સી, તણાવ અને ચિંતા, કેટલીક ખાસ દવાઓ વગેરે.

અન્નનળી કેન્સરના લક્ષણો:- લાળ ગળવામાં મુશ્કેલી, બીમારીનો અહેસાસ થવો, છાતીમાં બળતરા અને એસિડ અન્નનળીમાં પાછું આવવું, વારંવાર ઓડકાર આવવા, લાંબા સમય સુધી કફ ઠીક ન થવો, અવાજમાં બદલાવ, ભૂખ ન લાગવી અને કારણ વગર વજન ઓછું થવું, ગળામાં અને છાતીની વચ્ચે દુખાવો થવો વિશેષરૂપે કંઈક પણ ગળતા સમયે. 

કેવા લોકો માટે થઈ શકે છે અન્નનળી કેન્સરનું જોખમ:- અન્નનળીનું કેન્સર કોઈને પણ થઈ શકે છે પરંતુ કેટલાક લોકોમાં આ કેન્સર થવાની સંભાવના વધારે રહે છે જેમ કે. 75 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ કેન્સર થવાની સંભાવના વધુ હોય છે. આ કેન્સર મોટાભાગે પુરુષો માં થાય છે. કેટલાક લોકો જે કોઈ લાંબી બીમારીથી પીડિત હોય, તેમને પણ આ કેન્સર થવાની સંભાવના વધુ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment